હવે USAમાં વિદેશી વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ્સ સાથે રાખીને ફરવું પડશે

USAમાં ઇમિગ્રેશનને લઈને જે રીતે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, તેની સીધી અસર અહીંના વિદેશી વિદ્યાર્થીઓ પર પડે છે. ટ્રમ્પની નીતિઓથી ન માત્ર વિદેશી વિદ્યાર્થીઓ, પણ ત્યાંની યૂનિવર્સિટીઓ પણ પરેશાન છે.

0
117
USA
USA

USAમાં ઇમિગ્રેશનને લઈને જે રીતે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, તેની સીધી અસર અહીંના વિદેશી વિદ્યાર્થીઓ પર પડે છે. ટ્રમ્પની નીતિઓથી ન માત્ર વિદેશી વિદ્યાર્થીઓ, પણ ત્યાંની યૂનિવર્સિટીઓ પણ પરેશાન છે.

ઉજ્જવલ ભવિષ્ય

USAમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇમિગ્રેશન બાબતે હવે ખૂબજ કડક નીતિઓ અપનાવી છે. સરકારી નિર્દેશ બાદથી જ ‘ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (ICE)’ એજન્ટ્સ વિદેશી લોકોને રસ્તા પર રોકીને જ તેમનું ચેકિંગ કરી રહ્યાં છે કે, તેઓ યોગ્ય રીતે USAમાં આવ્યા છે કે નહીં? ICE એજન્ટ્સનો સામનો વિદેશી વિદ્યાર્થીઓએ પણ કરવો પડે છે. આ જોતા હવે પેન્સિલવેનિયા યૂનિવર્સિટીએ પોતાને ત્યાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓ માટે એક નવું ફરમાન જારી કર્યું છે.

USA
USAમાં ઇમિગ્રેશનને લઈને જે રીતે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, તેની સીધી અસર અહીંના વિદેશી વિદ્યાર્થીઓ પર પડે છે. ટ્રમ્પની નીતિઓથી ન માત્ર વિદેશી વિદ્યાર્થીઓ, પણ ત્યાંની યૂનિવર્સિટીઓ પણ પરેશાન છે.

યૂનિવર્સિટીએ વિદેશી વિદ્યાર્થીઓ અને સ્કોલર્સને સલાહ આપી છે કે, તેઓ હંમેશા પોતાની સાથે ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ રાખો. આઈવી લીગનો હિસ્સો રહેલી આ યૂનિવર્સિટીનું ફરમાન છે કે, વિદ્યાર્થીઓએ દસ્તાવેજો સાથે લઈને ફરવાનું રહેશે, કેમકે હાલમાં સરકારે ઇમિગ્રેશન બાબતે ચેકિંગ ખૂબજ કડક કર્યું છે. દ ડેલી પેન્સિલવેલિયનની રિપોર્ટ પ્રમાણે, યૂનિવર્સિટીની ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એન્ડ સ્કોલર સર્વિસિઝ (ISSS)એ વિદ્યાર્થીઓને સલાહ આપી છે. સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે, બહાર નીકળતી વખતે તેમણે કયા ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા.

કયા ડોક્યુમેન્ટ્સ સાથે રાખીને બહાર નીકળવું?

ISSS દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને તથા સ્કોલર્સને જણાવવામાં આવ્યું છે કે, જો તમે ફિલાડેલ્ફિયા શહેરની હદમાં રહો છો અને બહાર રસ્તા પર નીકળો છો તો, તમારે ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ તમારી પાસે રાખવી પડશે. જેમાં પાસપોર્ટ, વિઝા પેજ તથા ફોર્મ I-20 અને ફોર્મ I-94 જેવા અપડેટેડ ડોક્યુમેન્ટ્સ સામેલ છે. જો કોઈ વિદ્યાર્થી ‘ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ’ (OPT) પર છે, તો તેણે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ (EAD) કાર્ડ તથા OPT I-20 ફોર્મ પણ સાથે રાખવા પડશે.

માત્ર આટલું જ નહિ, પરંતુ જરૂર પડ્યે તેમની પાસે USCIS એપ્રુવલ નોટિસ પણ હોવી જોઈએ. જો કોઈ વિદ્યાર્થી ગ્રીન કાર્ડ હોલ્ડર છે, તો તેની પાસે તેની ફોટોકોપી પણ હોવી જોઈએ. ઈમેલમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, ‘યૂનિવર્સિટીમાં એક વિદેશી વિદ્યાર્થી અથવા સ્કોલર તરીકે આપનું કાયદાકીય રીતે અમેરિકામાં રહેવું જરૂરી છે.’

ઓરિજનલ ડોક્યૂમેન્ટ્સની જરૂરત ક્યારે છે?

પેન્સિલવેનિયા યૂનિવર્સિટીએ એમ પણ કહ્યું છે કે, જો કી ફિલાડેલ્ફિયાની બહાર જઈ રહ્યું છે, તો તેણે ઝેરોક્ષને બદલે પોતાની પાસે ઓરિજનલ ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ રાખવાનાં રહેશે. ISSSએ વિદ્યાર્થીઓને સલાહ આપતા જણાવ્યું છે કે, જો કોઈ એજન્ટ રસ્તામાં રોકે છે, તો તેવી સ્થિતિમાં શાંત રહેવાનું છે અને સમ્માન સાથે દરેક સવાલોના જવાબો આપવાનાં છે. ઇમિગ્રેશન સાથે જોડાયેલી છેતરપિંડી અંગે પણ વિદ્યાર્થીઓને સચેત કરવામાં આવ્યા છે.

USAની આ યૂનિવર્સિટીએ વિદ્યાર્થીઓને એલર્ટ કરતાં કહ્યું છે કે, જો કોઈ ફોન પર ડિટેલ્સ માંગે છે અને આપને લાગી રહ્યું છે કે, આ ખોટો કોલ છે, તો તેને તરત જ કાપી નાંખો. ત્યારબાદ પોલીસને આ બાબતે માહિતી આપો. ઇમેલમાં વિદ્યાર્થીઓને યૂનિવર્સિટીનાં સાર્વજનિક સુરક્ષા વિભાગનો ફોન નંબર યાદ રાખવા માટે કહેવામાં આવ્યું છે. તેમને જણાવવામાં આવ્યું છે કે, તે સર્વિસ કેમ્પસની અંદર અથવા બહાર હાજર છે. અમેરિકા અધવા વિદેશમાં પ્રવાસ દરમ્યાન પણ તેની મદદ લઈ શકાય છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.