Spainને હાયર એજ્યુકેશન માટે Europeનાં શ્રેષ્ઠ દેશોમાંથી એક માનવામાં આવે છે. અહીં યૂનિવર્સિટી ઓફ બાર્સિલોના સહિત ઘણી મોટી સંસ્થાઓ આવેલી છે.
ઉજ્જવલ ભવિષ્ય
ભારતીય વિદ્યાર્થીઓને હવે થોડા સમય બાદ Europe જવાની જરૂર નહીં પડે. તેમને આપણા દેશમાં જ યૂરોપિયન યૂનિવર્સિટીની ડિગ્રી મળી જશે. એનું કારણ એ છે કે, આગામી ટૂંક સમયમાં સ્પેનની યૂનિવર્સિટી ભારતમાં કેમ્પસ ખોલવાની છે. ભારતમાં ઓસ્ટ્રેલિયા અને બ્રિટેનની યૂનિવર્સિટીનાં કેમ્પસ શરૂ થઈ ચૂક્યા છે અને 2026માં અન્ય ઘણી વિદેશી યૂનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલવા માંગે છે. હવે ભારતમાં Spainની યૂનિવર્સિટીની એન્ટ્રી થઈ શકે છે. જો આવું થયું, તો તેનો ખૂબજ મોટો ફાયદો ભારતીય વિદ્યાર્થીઓને મળી શકે છે.

ઉચ્ચ શિક્ષણ બાબતે ભારત-સ્પેન કોન્ફરન્સ દરમ્યાન કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્ર પ્રધાને Spainની મુખ્ય યૂનિવર્સિટીઓને ભારતમાં પોતાનાં કેમ્પસ ખોલવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વૈશ્વિક શૈક્ષણિક સહયોગને મજબૂત બનાવે છે. મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ ડો. વિનીત જોશીએ કહ્યું કે, ભારત અને સ્પેનની વચ્ચે ઉચ્ચ શિક્ષણનાં ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભાગીદારી થઈ શકે છે. તેમણે કહ્યું કે, યૂનિવર્સિટીઓ ઇનોવેશન, આર્થિક વિકાસ, ટેકનિકલ પ્રગતિને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.
કેમ્પસ ખોલવા માટે થશે સમજૂતિ
ભારતમાં Spainના રાજદૂત જુઆન એંટોનિયો માર્ચ પુજોલે જણાવ્યું છે કે, સ્પેન અને ભારતની યૂનિવર્સિટીની વચ્ચે ટાઈઅપની પ્રક્રિયા ખૂબજ જલ્દી શરૂ થશે. જોઈન્ટ રિસર્ચ, શિક્ષકો-વિદ્યાર્થીઓનું બંને દેશોની યૂનિવર્સિટીઓમાં જવું અને સ્ટાર્ટ-અપ શરૂ કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, 2026માં કોઈ મજબૂત નિર્ણય લેવાશે અને આ વર્ષના અંતમાં સ્પેનમાં આ જ પ્રકારની એક બેઠક આયોજિત થઈ શકે છે, જેમાં સમજૂતિ પર હસ્તાક્ષર થઈ શકે છે. તેમણે સ્પેનની યૂનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ ખોલવા માટે ભારત સરકારના આમંત્રણને સ્વીકાર્યું છે.
2026માં શરૂ થશે વિદેશી યૂનિવર્સિટીના આ કેમ્પસ
ગુજરાતમાં ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં ઓસ્ટ્રેલિયાની બે યૂનિવર્સિટી ડીકિન યૂનિવર્સિટી અને યૂનિવર્સિટી ઓફ વેલોગોંગનાં કેમ્પસ શરૂ થઈ ચૂક્યાં છે. 2025નાં સત્રથી યૂકેની સાઉથેમ્પટન યૂનિવર્સિટી દ્વારા ગુરુગ્રામમાં પણ અભ્યાસક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે. લિવલપુલનાં બેંગ્લોર કેમ્પસમાં ઓગસ્ટ-2026થી અભ્યાસક્રમ શરૂ થશે. 2026થી યૂકેની અબરદીન યૂનિવર્સિટી, યોર્ક યૂનિવર્સિટી, ઇલિનોઇસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) શિકાગો, પર્થની યૂનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને ઇટાલીની જાણીતી ડિઝાઇન ઇન્સ્ટીટ્યુટનાં પણ મુંબઈમાં કેમ્પસ ખૂલી જશે.
STEM કોર્સિસમાં વધુ તક
થોડાક સમય પહેલાં ફિનલેન્ડ અને ભારતની યૂનિવર્સિટીની વચ્ચે એક્સચેન્જ પ્રોગ્રામ પણ શરૂ થવા પર સહમતિ બની હતી. યૂરોપનો દેશ ફિનલેન્ડ પોતાની શૈક્ષણિક ખાસિયતોને લીધે વિશ્વભરમાં જાણીતો બન્યો છે. ભારત અને વિદેશી યૂનિવર્સિટીઓની વચ્ચે થઈ રહેલી મોટાભાગની સમજૂતિઓ સાયન્સ, ટેકનોલોજી, એન્જીનિયરિંગ એન્ડ મેથ્સ (STEM) કોર્સિસ શરૂ કરવા માટે થઈ રહી છે.
જે એમઓયૂ સાઇન થઈ રહ્યાં છે, તેની એક ખાસિયત એ પણ છે કે વિદ્યાર્થીઓને એક અથવા બે સેમેસ્ટર માટે કોઈ બીજા દેશની ભાગીદાર યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો મોકો મળે છે. જોકે, અહીં એક સવાલ ફીનો ઉઠી શકે છે. વિદેશી યૂનિવર્સિટીઓનાં ભારતીય કેમ્પસમાં ફીનું માળખું અલગ-અલગ હોઈ શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે, વિદેશી યૂનિવર્સિટીઓના કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન લોનની સુવિધા સરળ બનાવવી પડશે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

