એક Lawyer અને એડવોકેટમાં શુ ફરક હોય છે? કાયદાકીય રીતે કોર્ટમાં ક્લાયન્ટને રિપ્રેઝન્ટ કરવાની પરવાનગી કોને છે, શું દરેક વકીલ કેસ લડી શકે છે કે પછી નિયમો અલગ-અલગ હોય છે? આવો અહીં બન્ને વચ્ચેનો ફરક જાણીએ…
ઉજ્જવલ ભવિષ્ય
કાયદાની દુનિયામાં Lawyer અને એડવોકેટ શબ્દ ઘણીવાર એકબીજાને બદલે વાપરવામાં આવે છે. ઘણાં લોકો આ બંનેને એકજ માને છે, પરંતુ આ બન્નેની વચ્ચે ફરક છે. બંને કાયદાનો જ અભ્યાસ કરે છે, પરંતુ તેમના રોલ અને જવાબદારી અલગ-અલગ હોય છે. આ માટે અહીં પૂરો ફરક સમજીએ કે, એક વકીલ અને એક એડવોકેટમાં શું ફરક હોય છે? કેસ લડવાની પરવાનગી કોને હોય છે, અથવા કાયદાકીય બાબતોમાં કોની પાસેથી સલાહ લેવાની હોય છે?

Lawyer કોણ હોય છે?
Lawyer શબ્દ સામાન્ય રીતે વકીલ માટે વપરાય છે. લોયર એક પ્રોફેશનલ હોય છે, જેણે કાયદાનો અભ્યાસ કર્યો હોય છે અને બેચલર ઓફ લો (LLB) જેવી ડિગ્રી હાંસલ કરી હોય. Lawyer ક્લાયન્ટ્સને કાયદાકીય બાબતોમાં સલાહ આપી શકે છે, ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી શકે છે. જોકે, લોયર સીધા કોર્ટમાં જઈને કેસ નથી લડી શકતા, તેના માટે તેણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષા પાસ કરવી અને લાઇસન્સ લેવું જરૂરી હોય છે.
એડવોકેટ કોણ હોય છે?
એડવોકેટ એટલે કે અધિવક્તા એ હોય છે, જેને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાથી લાઈસન્સ મળી ચૂક્યું હોય છે. તેણે બારની એક્ઝામ પાસ કરી હોય છે અને તે સિવિલ, ક્રિમિનલ અથવા કોન્સ્ટિટ્યૂશનલ બાબતોમાં બોલી શકે છે. એડવોકેટનું કામ માત્ર કાયદાકીય સલાહ આપવાનું નથી, પરંતુ કોર્ટમાં કેસ રિપ્રેઝન્ટ કરવા, કેસમાં દલીલો કરવા અને દલીલો રજૂ કરવાનું હોય છે.
લોયર અને એડવોકેટમાં શું અંતર હોય છે?
Lawyer અને એડવોકેટ બંને કાયદાકીય પ્રોફેશનથી જોડાયેલાં છે, જોકે બંનેમાં અંતર છે.
- દરેક એડવોકેટ વકીલ હોય છે, પરંતુ દરેક વકીલ એડવોકેટ નથી હોતા.
- લોયર એ હોય છે, જેને LLBની ડિગ્રી લીધી હોય, પરંતુ બાર કાઉન્સિલથી લાઇસન્સ નથી મળ્યું.
- એડવોકેટ એ હોય છે, જેણે ન માત્ર એલએલબી કર્યું છે, પરંતુ બાર કાઉન્સિલની પરીક્ષા પાસ કરી હોય અને લાઈસન્સ પ્રાપ્ત કર્યું હોય.
- લોયર સલાહ આપી શકે છે અને કાયદાકીય ડોક્યુમેન્ટનો ડ્રાફ્ટ બનાવી શકે છે, પરંતુ એડવોકેટ કોર્ટમાં રજૂ કરવા અને કેસમાં દલીલો કરવા માટે ક્વોલિફાઈડ હોય છે.
- એક વધુ અંતર સર્ટિફિકેશનનું હોય છે. એડવોકેટ બાર કાઉન્સિલમાં એનરોલ હોય છે, પરંતુ જો વકીલ માત્ર કાયદાકીય સલાહકાર તરીકે કામ કરે છે, તો તેમને એવું કરવાની જરૂરત નથી હોતી.
કોર્ટમાં કેસ કોણ લડી શકે છે?
માત્ર બાર કાઉન્સિલમાં એનરોલ વકીલ જ કોર્ટમાં રિપ્રેઝન્ટ કરી શકે છે. જે વકીલ એડવોકેટ તરીકે રજિસ્ટર્ડ નથી તો તે સીધા કોર્ટમાં જઈને કેસ નથી લડી શકતા. આ માટે તેને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) પરીક્ષા પાસ કરવાનું અને લાયસન્સ લેવાનું હોય છે. જ્યાં સુધી કોઈ લોયર બાર કાઉન્સિલથી લાયસન્સ નથી લેતા ત્યાં સુધી તે માત્ર સલાહ આપવા સુધી જ સીમિત રહે છે.
કેવી રીતે બનાય છે વકીલ અને એડવોકેટ?
વકીલ બનવા માટે ઉમેદવારને કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી બેચલર ઓફ લો (LLB) ની ડિગ્રી મેળવવાની હોય છે. ત્યારબાદ લીગલ એડવાઇઝર, કન્સલ્ટન્ટ અથવા કોર્પોરેટ લીગલ પ્રોફેશનલ તરીકે કામ કરી શકે છે. જોકે, એડવોકેટ બનવા માટે લો ગ્રેજ્યુએટને સ્ટેટ બાર કાઉન્સિલમાં એનરોલ કરવાનું હોય છે અને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ માટે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન (AIBE) પાસ કરવાનું હોય છે. આ એનરોલમેન્ટ અને સર્ટિફિકેશન બાદ જ કોઈ વ્યક્તિ કોર્ટમાં લો પ્રેક્ટિસ કરવા તથા જજની સામે પોતાના ક્લાયન્ટને રિપ્રેઝન્ટ કરી શકે છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

