IAS, IPS અને IFSમાં શું ફરક છે? કેટલી સેલેરી મળે, શું હોય કામ?

IAS, IPS અને IFS એ ટોપ ભારતીય સિવિલ સર્વિસિસ પોસ્ટ છે. ત્રણેય અલગ-અલગ છે અને તેમના કામમાં પણ અંતર હોય છે, આવો વિગતવાર જાણીએ...

0
298
IAS
IAS

IAS, IPS અને IFS એ ટોપ ભારતીય સિવિલ સર્વિસિસ પોસ્ટ છે. ત્રણેય અલગ-અલગ છે અને તેમના કામમાં પણ અંતર હોય છે, આવો વિગતવાર જાણીએ…

ઉજ્જવલ ભવિષ્ય

UPSCની પરીક્ષા પાસ કરવા માટે લાખો વિદ્યાર્થીઓ સ્વપ્ન સેવતા હોય છે. આ પરીક્ષા બાદ આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ એ સૌથી પોપ્યુલર સર્વિસ છે. તેમાંથી દરેક સર્વિસ એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ માટે છે. જોકે, ત્રણેય પોસ્ટમાં કામ, જવાબદારીઓ અને કરિયર પાથ અલગ હોય છે. UPSCની સફર શરૂ કરતા પહેલાં આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ એ ત્રણેય પોસ્ટ વચ્ચેનો ફરક સમજવો જરૂરી છે. એ માટે આ આર્ટિકલ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં આઈએએસ, આઈપીએસ અને આઈએફએસની જવાબદારીઓ, મળતી સવલતો તેમજ પગારધોરણ વિશે ડિટેલમાં જાણી શકાશે.

IAS
IPS, IAS અને IFS એ ટોપ ભારતીય સિવિલ સર્વિસિસ પોસ્ટ છે. ત્રણેય અલગ-અલગ છે અને તેમના કામમાં પણ અંતર હોય છે, આવો વિગતવાર જાણીએ…

IPS શું છે?

IPSનું આખું નામ ઇન્ડિયન પોલીસ સર્વિસ છે. આ હોદ્દા પર કામ કરનાર વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જવાબદાર હોય છે. આ પદાધિકારીઓ ગુનાખોરી રોકવી, તેમાં યોગ્ય તપાસ તથા લોકોની સુરક્ષાનું દાયિત્વ સંભાળે છે. IPS ઓફિસર મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ હેઠળ કામ કરે છે. અને નેશનલ સિક્યોરિટીમાં તેમનો અહમ રોલ હોય છે.

IAS શું છે?

IASનું આખું નામ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે. આ દેશની ટોપ એડમિનિસ્ટ્રેટિવ સિવિલ સર્વિસ છે. આઈએએસ ઓફિસર સરકારી પોલીસી મેનેજ કરે છે, પ્રોગ્રામ્સને લાગૂ કરે છે અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેટિવને જુએ છે. IAS ઓફિસર રાજ્ય તેમજ કેન્દ્ર બંને સરકારો હેઠળ કામ કરે છે. તથા ગવર્નન્સ અને ડેવલપમેન્ટમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

IFS શું છે?

IFSનું પૂરું નામ ઇન્ડિયન ફોરેન સર્વિસ છે. આ જોબ ભારતના ફોરેન રિલેશન તથા ડિપ્લોમેસી સાથે સંબંધિત છે. જેમાં ઓફિસર એમ્બેસી તથા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનમાં ભારતને રિપ્રેઝન્ટ કરે છે. ટ્રેડ, કલ્ચરલ અને પોલિટિકલ રિલેશન સંભાળે છે. IFS ઓફિસર મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ હેઠળ કામ કરે છે.

IPS, IAS અને IFSમાં શું અંતર છે?

આ ત્રણેય પોસ્ટમાં મુખ્ય અંતર તેમના રોલમાં છે. IAS એડમિનિસ્ટ્રેશન અને પોલિસીમેકિંગ સંભાળે છે. IPS લો અને ઓર્ડર મેનેજ કરે છે, તો IFS ડિપ્લોમેસી પર ફોકસ કરે છે.  તેમનાં કરિયર પાથ, પોસ્ટિંગ અને કામ અલગ-અલગ છે. IAS અને IPS મુખ્યત્વે ભારતની અંદર કામ કરે છે, જ્યારે IFS ઓફિસર આંતરરાષ્ટ્રીય સ્તર પર કામ કરે છે અને અન્ય દેશોમાં ભારતને રિપ્રેઝન્ટ કરે છે.

ત્રણેય પોસ્ટનાં કામ અને પગારધોરણ

IAS ઓફિસર પોલિસી લાગૂ કરે છે. IPS ઓફિસર સિક્યોરિટી, લો અને ઓર્ડર પર કામ કરે છે. IFS ઓફિસર વિદેશમાં દેશની ડિપ્લોમેસી મેનેજ કરે છે. શરૂઆતમાં પગારધોરણ એકસરખું હોય છે (લગભગ 56,100 રૂપિયા બેસિક પે). જોકે, પોસ્ટિંગના હિસાબથી એલાઉન્સ અલગ-અલગ હોઈ શકે છે. આ સરકારી નોકરીમાં સારી સેલેરીની સાથે સુવિધાઓ અને પાવર પણ મળે છે. ઘણીવાર લોકોમાં IAS-IPSનાં પ્રભાવની વાતો થતી હોય છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.