વિદેશમાં MBBSનો અભ્યાસ કરવા માટે એકથી ચઢિયાતી એક યુનિવર્સિટી છે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં મેડિકલની ડિગ્રી લેવા માટે જાય છે.
ઉજ્જવલ ભવિષ્ય
ભારતમાં MBBS નાં અભ્યાસની પોપ્યુલરિટી વધારે છે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ દુનિયાના અલગ-અલગ દેશોમાં ડોક્ટર બનવા માટે જાય છે. અમેરિકા, બ્રિટન, રશિયા, જ્યોર્જિયા, કિર્ગિસ્તીન, ઉઝબેકિસ્તાન અને ત્યાં સુધી કે કેરેબિયાઈ દેશોમાં પણ ભારતીય મેડિકલનાં અભ્યાસ માટે પહોંચી રહ્યાં છે. હવે એવો સવાલ ઉઠે છે કે, આખરે વિદેશી મેડિકલ યુનિવર્સિટીઓમાં એવું તો શું છે, જેના લીધે વર્ષે હજારો ભારતીયો ત્યાં ભણવા માટે જાય છે. આવો આજે આપને 5 પોઇંટ્સમાં આનો જવાબ બતાવીએ…

ગ્લોબલ એક્સપોઝર અને વિવિધતા ભરેલ ક્લિનિકલ એક્સપીરિયન્સ
વિદેશી યૂનિવર્સિટીમાં MBBS ભણવાને લીધે વિદ્યાર્થીને આંતરરાષ્ટ્રીય સ્તરનાં હેલ્થકેર સિસ્ટમમાં કામ કરવાની તક મળે છે. તેમને અલગ-અલગ પ્રકારનાં દર્દીઓનો ઇલાજ કરવાની તક મળે છે. આ અનુભવને લીધે તેમને અલગ-અલગ પ્રકારની બીમારીઓને સમજવા, ઇલાજ કરવાના પ્રોટોકોલને જાણવા અને હેલ્થકેર ટેકનોલોજી બાબતે જાણવાનો મોકો પણ મળે છે. વિદ્યાર્થીઓ આ કારણથી ભારત પાછા ફર્યા બાદ દર્દીઓને ઇંટરનેશનલ સ્તરનો ઇલાજ આપવામાં પણ સક્ષમ હોય છે.
એડવાન્સ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિસર્ચની તકો
વિદેશી મેડિકલ યુનિવર્સિટીઓ પોતાની અત્યાધુનિક લેબ, સિમ્યુલેશન સેન્ટર્સ અને મોડર્ન ટીચિંગ મેથડ માટે ઓળખાય છે. વિદ્યાર્થીઓને અહીં ભણવા પર એડવાન્સ્ડ ડાયગ્નોસિસ ટૂલ્સ અને મેડિકલ ટેકનોલોજીની સાથે કામ કરવાનો મોકો મળે છે. તેઓ તે રિસર્ચ પ્રોજેક્ટ પર કામ કરી શકે છે, જે ભારતમાં અભ્યાસ કરવા પર શક્ય નથી હોતો. વિદેશી મેડિકલ યુનિવર્સિટીઝ ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે. મેન્ટરશિપ પર વિશ્વાસ રાખે છે અ જરૂરી સ્કિલ તથા સાયન્ટિફિક રીતે મજબૂત ડોક્ટર તૈયાર કરે છે.
વૈશ્વિક સ્તર પર માનય્તા પ્રાપ્ત ડિગ્રી
ઘણીબધી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કોર્સ તૈયાર કરવામાં આવે છે, જેમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવી સામેલ છે. અહીં ભણાવવામાં આવનારા કોર્સિસ વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન (WFME) અને વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મેડિકલ સ્કૂલ (WDOMS) દ્વારા માન્યતા પ્રાપ્ત હોય છે. આનો મતલબ એ થયો કે, અહીં અભ્યાસ કરીને જનારા વિદ્યાર્થીઓ વિશ્વના ઘણાંબધા દેશોમાં આરામથી ડોક્ટરની જોબ કરી શકે છે.
સરળ એડમિશન પ્રોસેસ અને અભ્યાસનો ઓછો ખર્ચ
ભારતમાં NEET જેવી અઘરી પરીક્ષા આપ્યા બાદ મેડિકલ કોલેજમાં એડમિશન મળે છે. તેનાથી ઉલ્ટું અન્ય વિદેશી યુનિવર્સિટીઓમાં સરળ અને પારદર્શી રીતે પ્રવેશ મળી જાય છે. યૂરોપિયન યુનિયન અને એશિયાનાં કેટલાંક દેશોમાં MBBS કરવાનો ખર્ચ ભારતનાં પ્રાઇવેટ મેડિકલ કોલેજથી પણ ઓછો હોય છે. અહીં અભ્યાસ કરવો હજારો ભારતીયો માટે શક્ય બની શકે છે.
ઇન્ટરનેશનલ મેડિકલ પ્રેક્ટિસની છૂટ
વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ગ્લોબલ કેરિયરનાં દરવાજા ખુલી જાય છે. વિદ્યાર્થીઓ USMLE (અમેરિકા), PLAB (બ્રિટન) અથવા AMC (ઓસ્ટ્રેલિયા) જેવી લાઇસન્સિંગ એક્ઝામ પણ આપી શકે છે. આ રીતે તેમની પાસે દુનિયાની સૌથી એડવાન્સ્ડ હેલ્થકેર સિસ્ટમ સાથે કામ કરવાનો અનુભવ પણ રહે છે. વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરવાનો એ ફાયદો પણ રહે છે કે, વિદ્યાર્થીઓને ડિગ્રી મળ્યા બાદ સારી સેલરી પણ મળે છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

