Germanyમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ, Job મેળવવી થશે સરળ

છેલ્લાં કેટલાંક વર્ષોમાં Germanyએ હાયર એજ્યુકેશન સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરી છે. જેનું સીધું પરિણામ એ છે કે, આજે ત્યાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. માત્ર એટલું જ નહિ, પરંતુ ગ્રેજ્યુએશન બાદ ત્યાં Jobનો માર્ગ પણ ખુલી જાય છે.

0
84
Job
Job

છેલ્લાં કેટલાંક વર્ષોમાં Germanyએ હાયર એજ્યુકેશન સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરી છે. જેનું સીધું પરિણામ એ છે કે, આજે ત્યાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. માત્ર એટલું જ નહિ, પરંતુ ગ્રેજ્યુએશન બાદ ત્યાં Jobનો માર્ગ પણ ખુલી જાય છે.

ઉજ્જવલ ભવિષ્ય

વિદેશમાં જ્યારે કોઈ વિદ્યાર્થી અભ્યાસ માટે જાય છે, તો તેને ટ્યુશન ફી, રહેવા-ખાવા તથા અન્ય અંગત ખર્ચ માટે લાખો રૂપિયા ખર્ચવા પડે છે. આ ત્યાં સુધી ચાલુ રહે છે, જ્યાં સુધી તેનો અભ્યાસ પૂર્ણ નથી થઈ જતો. આ જ કારણ છે કે, વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે કે, તેને સારી Job મળી જાય, જેથી તે ત્યાં અભ્યાસ કરીને કરેલ ખર્ચને કવર કરી શકે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કર્યા બાદ Job મેળવવી મુશ્કેલ બની છે.

Job
છેલ્લાં કેટલાંક વર્ષોમાં Germanyએ હાયર એજ્યુકેશન સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરી છે. જેનું સીધું પરિણામ એ છે કે, આજે ત્યાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. માત્ર એટલું જ નહિ, પરંતુ ગ્રેજ્યુએશન બાદ ત્યાં Jobનો માર્ગ પણ ખુલી જાય છે.

જોકે, આની વચ્ચે એક દેશ એવો પણ છે, જ્યાં જો કોઈ ભારતીય વિદ્યાર્થી અભ્યાસ માટે જાય છે, તો તેને નોકરી મળવાની શક્યતા સૌથી વધુ રહે છે. આપણે જે દેશની વાત કરી રહ્યાં છીએ, તે દેશ છે જર્મની. આ યૂરોપિયન દેશને લઈને એક નવું રિસર્ચ પેપર જાહેર થયું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જર્મનીની યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થનારા વિદેશી વિદ્યાર્થીઓ પાસે સીધા રોજગાર માટે આવેલાં વિદેશી વર્કર્સની સરખામણીએ Job મેળવવાની સંભાવના ત્રણ ગણી વધુ હોય છે. જેનો સીધો અર્થ એ છે કે ત્યાં ભારતીય વિદ્યાર્થીઓને જોબ મળવાની શક્યતા વધુ છે.

જર્મનીમાં કેટલાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે?

  • DAAD અનુસાર, જર્મનીમાં લગભગ 60 હજાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.
  • જર્મનીમાં કુલ ભારતીય વિદ્યાર્થીઓમાં 41 હજાર વિદ્યાર્થીઓ અને 19 હજાર વિદ્યાર્થીનીઓ છે.
  • બાયોલોજી સહિત એન્જીનિયરિંગથી જોડાયેલાં કોર્સનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 60% છે.
  • સોશિયલ સાયન્સિઝ/ઇકોનોમિક્સ/મેનેજમેન્ટનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 21% છે.
  • મેથ્સ તથા નેચરલ સાયન્સનાં વિદ્યાર્થીઓની સંખ્યા 18% છે.

સ્કિલ વર્કર્સની અછતથી ઝઝૂમી રહ્યું છે જર્મની?

Stifterverband તથા DEGIS (Deutsche Gesellschaft internationaler Studierender) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પેપરમાં દર્શાવવામાં આવ્યું છે કે, જર્મનીમાં જબરદસ્ત લેબર શોર્ટેજ છે, એટલે કે યૂરોપિયન દેશ વર્કર્સની અછતથી ઝઝૂમી રહ્યો છે. અહીં સાયન્સ,ટેકનોલોજી, એન્જીનિયરિંગ તથા મેથ્સ (STEM)નાં ક્ષેત્ર સાથે જોડાયેલાં 1.48 લાખ લોકોની જરૂર છે. આવનારા એક દાયકામાં જર્મન લેબર માર્કેટમાંથી 18.50 લાખ લોકો બહાર થઈ જશે, જેનાંથી વર્કર્સનું સંકટ હજી વધી જશે.

રિસર્ચ પેપર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો

  • અભ્યાસ બાદ 1.6 ગણા વધુ વિદ્યાર્થીઓ જર્મનીમાં જ રહેવા ઇચ્છે છે.
  • STEM ક્ષેત્રમાં વર્કર્સની અછતને માત્ર વિદેશી વિદ્યાર્થીઓ જ પૂર્ણ કરી શકે છે.
  • જર્મની વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં સારું છે, પરંતુ ત્યાં Job માટે રોકવામાં એવરેજ છે.
  • જર્મનીમાં Job મેળવવા માટે જર્મન ભાષા આવડવી ખૂબ જરૂરી છે.
  • 80% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં અભ્યાસ કરે છે, પરંતુ જર્મન ભાષા જરૂરી છે.
  • નાની કંપનીઓ (SME)માં જર્મન ભાષા જાણનારા વર્કર્સની વધુ જરૂર છે.
  • ફિલ્ડ સાથે જોડાયેલ કામ કરવાથી નોકરીનાં ચાન્સ 84% જેટલાં વધે છે.

રિસર્ચ પેપરમાં શું જણાવવામાં આવ્યું છે?

જર્મની બિન-અંગ્રેજી ભાષી દેશોમાં અભ્યાસ માટે દુનિયાનું સૌથી પોપ્યુલર ડેસ્ટીનેશન બની ચૂક્યું છે. રિસર્ચર્સનું કહેવું છે કે, જર્મની વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા જ લેબર માર્કેટની અછતને દૂર કરી શકે છે. તેમના મત મુજબ, અહીંની યૂનિવર્સિટીઓ સ્કિલ માઇગ્રેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ બની ચૂકી છે, જે દેશને સ્કીલ લેબર પૂરા પાડી રહી છે. અહીં એમ પણ અડધાથી વધુ વિદ્યાર્થીઓ STEMનો અભ્યાસ કરી રહ્યાં છે, જે દેશનાં લેબર માર્કેટ માટે જરૂરી પણ છે.

DEGISનાં મત મુજબ, ત્રણ ગણું અંતર વાસ્તવમાં વિદ્યાર્થીની બુદ્ધિક્ષમતા તથા મહત્વાકાંક્ષાથી જોડાયેલ નથી. આ જોબ પામતા પહેલાં થનારી પ્રક્રિયાનો ભાગ છે. જ્યાં સુધી વિદેશી વિદ્યાર્થી જોબ માટે એપ્લાય કરે છે, ત્યાં સુધી તે જર્મનીમાં ચાર વર્ષ વિતાવી ચૂક્યો હોય છે. આ સામાજિક તાણાવાણાનો ભાગ બની ચૂક્યો હોય છે. તેમી જર્મન ભાષા પણ સુધરી ચુકી હોય છે. અને તેની પાસે એવી ડિગ્રી પણ હોય છે, જે બાબતે કંપની જાણે છે.

રિસર્ચ પેપર તૈયાર કરવા માટે 134 દેશોનાં 6400 વિદેશી વિદ્યાર્થીઓ, ગ્રેજ્યુએટ વર્કર્સ સાથે વાત કરવામાં આવી છે. જેમાંથી મોટાભાગના ભારત, સીરિયા, તુર્કી, મિસ્ર અને પાકિસ્તાનનાં લોકો છે. રિસર્ચર્સે જાણ્યું કે, અભ્યાસ દરમ્યાન પ્રેક્ટિકલ એક્સપોઝર જેમકે ઇન્ટર્નશિપ, કંપની સાથે જોડાયેલી થીસિસ તથા ફિલ્ડ સાથે જોડાયેલી જોબ કરી ચૂકેલાં વિદ્યાર્થીઓની જોબ મળવાની શક્યતા સૌથી વધુ હોય છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.