સ્વિટ્ઝરલેન્ડમાં UN સાથે Internshipની તક, આ 4 ક્વોલિટીવાળા વિદ્યાર્થીઓ કરી શકે છે એપ્લાય

ઘણાં એવાં ભારતીય વિદ્યાર્થીઓ છે, જે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થામાં કામ કરવા માંગે છે. તેમની ઇચ્છા હોય છે કે, તેઓ સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થામાં પોતાની કારકિર્દી બનાવે. સારી વાત એ છે કે, યૂએન એવા વિદ્યાર્થીઓને Internshipની તક આપી રહ્યું છે.

0
82
UN
UN

ઘણાં એવાં ભારતીય વિદ્યાર્થીઓ છે, જે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થામાં કામ કરવા માંગે છે. તેમની ઇચ્છા હોય છે કે, તેઓ સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થામાં પોતાની કારકિર્દી બનાવે. સારી વાત એ છે કે, યૂએન એવા વિદ્યાર્થીઓને Internshipની તક આપી રહ્યું છે.

ઉજ્જવલ ભવિષ્ય

સંયુક્ત રાષ્ટ્ર (UN) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થામાં કામ કરવાનો પ્લાન કરી રહેલાં ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ગ્લોબલ હ્યૂમન રાઇટ્સ (વૈશ્વિક માનવાધિકાર) તથા ઇન્ટરનેશનલ ગવર્નેંસ (આંતરરાષ્ટ્રીય શાસન)માં યોગદાન આપવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે UN એક Internship લઈને આવ્યું છે. UNથી જોડાયેલાં એક સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારો માટેના ઉચ્ચ કમિશનરનું કાર્યાલય (OHCHR)ને સ્વિટ્ઝર્લેન્ડનાં જીનિવામાં કામ કરવા માટે ઇન્ટર્ન જોઈએ છે.

Internship
ઘણાં એવાં ભારતીય વિદ્યાર્થીઓ છે, જે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થામાં કામ કરવા માંગે છે. તેમની ઇચ્છા હોય છે કે, તેઓ સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થામાં પોતાની કારકિર્દી બનાવે. સારી વાત એ છે કે, યૂએન એવા વિદ્યાર્થીઓને Internshipની તક આપી રહ્યું છે.

OHCHRએ પોતાનાં ‘મેથોડોલોજી, લર્નિંગ, પોલિસી તથા પ્રેક્ટિસ’ (MLPP) સેક્શનમાં ઇન્ટર્નશિપ માટે વેકેન્સી બહાર પાડી છે. ભારતીય વિદ્યાર્થીઓ પણ આ માટે અરજી કરી શકે છે તથા સ્વિટ્ઝર્લેન્ડ જઈને ઇન્ટર્નશિપ કરવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે. એવામાં આવો આ ઇન્ટર્નશિપની શરતો બાબતે વધુ જાણીએ. આ સાથે જ સમજીએ કે ઇન્ટર્ન તરીકે ભારતીય વિદ્યાર્થીઓએ શું કરવાનું રહેશે તથા જો કોઈએ ઇન્ટર્નશિપ બાબતે અરજી કરવી હોય તો તેણે ક્યાં એપ્લાય કરવાનું રહેશે?

UN Internship સાથે જોડાયેલી જરૂરી વિગતો

[table id=25 /]

UN Internનું કામ શું હશે?

હાલની ઇન્ટર્નશિપ ગ્લોબલ ઓપરેશન્સ ડિવિઝનનો હિસ્સો છે અને તેનું નામ ‘સિક્યોરિટી ફોર્સિસ એન્ડ સ્ક્રીનિંગ’ છે. આ પોસ્ટ પર હાયર કરવામાં આવનાર ઇન્ટર્નને માનવાધિકાર તથા ગ્લોબલ સિક્યોરિટી ફ્રેમવર્ક પર કામ કરવાનું હોય છે. ઇન્ટર્નશિપની નીચે મુજબની જવાબદારી રહેશે.

  • ટ્રેનિંગ અને કેપેસિટી બિલ્ડિંગઃ ઇન્ટર્નનું કામ સૈન્ય, પોલીસ તથા નાગરિક કર્મીઓ માટે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવાનું રહેશે. તેણે લોજિસ્ટિક પ્લાનિંગ તથા ટ્રેનિંગ મટીરિયલ પણ જાતે જ તૈયાર કરવાનું રહેશે.
  • નોલેજ મેનેજમેન્ટઃ ઇન્ટર્ને એક ડિજિટલ લાઇબ્રેરી બનાવવાની રહેશે, જ્યાં વીડિયો તથા ફોટો હશે. જેનાથી સૈન્ય, પોલીસ તથા નાગરિક કર્મીઓને ટ્રેનિંગ આપી શકાશે.
  • ઓટોમેશન અને ડેટાઃ ઇન્ટર્નને સ્ક્રીનિંગ પ્રોસેસ દરમ્યાન ઓટોમેશન તથા ડેટાસેટને ડિજિટાઇઝ તથા મેનેજ કરવા પડશે.
  • રિસર્ચ અને પોલિસીઃ ઇન્ટર્ને ઇન્ટર્નલ ગાઇડન્સ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા પડશે તથા તેણે પોલિસી સંબંધિત ટોપિક્સ પર રિસર્ચમાં મદદ કરવાની રહેશે.

Internship માટે કોણ અરજી કરી શકે છે?

  • અરજદાર માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો હોય, અથવા બેચલર્સ ડિગ્રીનાં ફર્સ્ટ યરમાં હોય.
  • અરજદારની પાસે મેનેજમેન્ટ તથા ડિઝિટલ સ્ટડીઝની માહિતી હોવી જોઈએ.
  • ઇન્ટર્નશિપ માટે એ લોકો જ અરજી કરે, જેમને હ્યુમન રાઇટ્સ, ઇન્ટરનેશનલ લો, ઇન્ટરનેશનલ રિલેશન તથા પોલિટિકલ સાયન્સમાં રસ હોય.
  • પબ્લિક પોલિસી, ગવર્નન્સ અથવા સિક્યોરિટી સેક્ટર સાથે જોડાયેલ અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓ પણ ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકે છે.

ઇન્ટરનેશનલ રિલેશન તથા ઇમિગ્રેશન પોલિસી સાથે જોડાયેલ ભારતીય વિદ્યાર્થીઓ માટે આ ઇન્ટર્નશિપ શ્રેષ્ઠ છે. આ ઇન્ટર્નશિપમાં વિદ્યાર્થીઓને ડેટાબેસ રિસર્ચ અથવા ઇન્ફર્મેશન મેનેજમેન્ટનો અનુભવ મળશે. વિદ્યાર્થીઓને એ વાતનું પણ ધ્યાન રાખવાનું રહેશે કે, ઇન્ટર્નશિપ માટે અંગ્રેજી આવડવું જરૂરી છે. આ સાથે જ ફ્રેન્ચ, સ્પેનિશ, અરબી, ચીની અથવા રશિયન ભાષાની માહિતી હોય તો તેને અગ્રિમતા મળી શકે છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.