QS World Ranking 2027માં વિશ્વની ટોપ-100 યૂનિવર્સિટીમાં ભારતની એકપણ સંસ્થાનું નામ નથી. અમેરિકાની મેસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT) સતત 15માં વર્ષે વિશ્વની ટોપની યૂનિવર્સિટી બની છે. તો પોતાની છેલ્લી રેન્કમાં સુધારો કરીને IIT Delhi ભારતની નંબર-1 સંસ્થા બની છે, જ્યારે IIT Bombay બીજા ક્રમે છે.
ઉજ્જવલ ભવિષ્ય
QS Ranking મુજબ IIT Delhi ફરી એકવાર વિશ્વમાં ભારતની નંબર-1 ભારતીય સંસ્થા બની છે. QS World University Ranking 2027માં સતત બે વર્ષથી ભારતની ટોચની એજ્યુકેશનલ તથા રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ તરીકે IIT Delhiનું વર્ચસ્વ જારી છે. 134મી રેન્ક સાથે IIT Bombay વિશ્વની બીજા નંબરની ભારતીય સંસ્થા બની છે.

સતત 15માં વર્ષે વિશ્વની ટોચની સંસ્થા બની MIT
QS World Ranking 2027માં અમેરિકાની મેસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT) સતત 15માં વર્ષે પહેલાં નંબર પર છે. આ પ્રતિષ્ઠિત રેન્કિંગમાં વિશ્વની ટોપ 10 યૂનિવર્સિટીઝને તેનાં એકેડમિક પર્ફોર્મન્સ, રિસર્ચ આઉટપુટ, ગ્લોબલ રેપ્યુટેશન તથા એમ્પ્લોયમેન્ટ રેકોર્ડ જેવા સ્ટાન્ડર્ડનાં આધારે સ્થાન આપવામાં આવ્યું છે.
IIT Delhiનાં રેન્કિંગમાં સુધારો
18 જૂન, 2026નાં દિવસે જાહેર થયેલ QS World University Ranking મુજબ, IIT Delhiનું પર્ફોર્મન્સ સતત સારું રહ્યું છે. ગત વર્ષે 123માં નંબરથી પાંચ નંબર આગળ વધીને આ વર્ષે 118મો નંબર તેણે મેળવ્યો છે. 2024માં આઈઆઈટી દિલ્હીની રેન્કિંગ 197 તથા 2025માં 150 હતી. IIT Delhiને QS World University Ranking 2027માં કોઈ ભારતીય સંસ્થા દ્વારા હજી સુધી મેળવેલ સૌથી ટોપ ગ્લોબલ રેન્કિંગની બરાબરી કરી લીધી છે.
આ ઉપલબ્ધિ પર ટિપ્પણી કરતાં IIT Delhiનાં એક પ્રોફેસરનાં જણાવ્યા અનુસાર, સંસ્થાનાં નવા કરિક્યુલમ, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી ભાગીદારીથી આવનારા વર્ષોમાં વૈશ્વિક સ્તરે તેની સ્થિતિ વધુ મજબૂત થવાની આશા છે.
IIT Delhiની રેન્કિંગમાં સુધારો કઈ રીતે આવ્યો?
સંસ્થાએ જણાવ્યું કે, છેલ્લાં ચાર વર્ષોમાં તેમણે પોતાની ગ્લોબલ રેન્કિંગમાં 79 સ્થાનનો સુધારો કર્યો છે, તથા QS World Ranking 2024માં 197માં નંબરથી આગળ વધીને હાલમાં 118મો રેન્ક મેળવ્યો છે.
રેન્કિંગમાં સુધાર પાછળ કેટલાંય પર્ફોર્મન્સ ઇન્ડિકેટરનો હાથ હતો. તેમાંથી ‘એમ્પ્લોયર રેપ્યુટેશન’ ઇન્ડિકેટરમાં 11 સ્થાનની પ્રગતિ નોંધાવી, જેનાંથી IIT Delhiને વિશ્વભરમાં 39મો નંબર મેળવવામાં સફળતા મળી. આ દર્શાવે છે કે અલગ અલગ સંસ્થાઓમાંથી ગ્રેજ્યુએટ્સ થયેલાં લોકોને જોબ આપનાર કેવી રીતે જુએ છે અને આ વર્કફોર્સમાં સામેલ થનારા વિદ્યાર્થીઓની નોકરી માટેની તૈયારીને દર્શાવે છે.
એક અન્ય મોટો સુધાર એમ્પ્લોયમેન્ટ આઉટકમ્સમાં જોવા મળ્યો, જ્યાં IIT Delhi 60 ક્રમ ઉપર ખસ્યું. આ ઇન્ડિકેટર સંસ્થાની તે ક્ષમતાને દર્શાવે છે કે, જેનાંથી તે પોતાનાં ગ્રેજ્યુએટ્સ માટે વધુ સારી તકોને સુનિશ્ચિત કરે છે તથા એવા ભવિષ્યનાં લીડર્સ તૈયાર કરે છે જે પોતાનાં ક્ષેત્રોમાં પ્રભાવી સાબિત થઈ શકે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

