હવે માત્ર CA કરવું પૂરતું નથી! આ 5માંથી કોઈ એક કોર્સ કરી લો

CA મે-2026નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. હજારો ઉમેદવારોએ આ અઘરી પરીક્ષાને પાસ કરી લીધી છે. CA બાદ પણ ઘણીવાર ઉમેદવારો આગળ અભ્યાસનાં વિકલ્પો વિશે વિચારતા હોય છે, જે તેમની ક્વોલિફિકેશન તો વધારે જ, પરંતુ સાથેસાથે તેમને જોબ માટેનાં નવા રસ્તા પણ ખોલી આપે.

0
117
CA
CA

CA મે-2026નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. હજારો ઉમેદવારોએ આ અઘરી પરીક્ષાને પાસ કરી લીધી છે. CA બાદ પણ ઘણીવાર ઉમેદવારો આગળ અભ્યાસનાં વિકલ્પો વિશે વિચારતા હોય છે, જે તેમની ક્વોલિફિકેશન તો વધારે જ, પરંતુ સાથેસાથે તેમને જોબ માટેનાં નવા રસ્તા પણ ખોલી આપે.

ઉજ્જવલ ભવિષ્ય

CAને દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે. અભ્યાસ, મહેનત અને શિસ્ત સાથે જે ઉમેદવાર સતત મહેનત કરતો રહે છે, તે જ અંતિમ પરિણામમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. CA ક્લિયર કરવું એ એક મોટી સિદ્ધિ છે, પરંતુ હવે AI ટેકનોલોજી અને જોબ માર્કેટનાં બદલતા ટ્રેન્ડને જોઈએ તો માત્ર CA કરવું જ પૂરતું નથી. જો આપને માર્કેટમાં ટકી રહેવું હોય અને પોતાની હાઈ વેલ્યુ રાખવી હોય તો CAની સાથે આપ આ કોર્સ પણ કરી શકો છો. તેનાંથી આપની વેલ્યુ તો વધશે જ, સાથેસાથે જોબનાં નવા રસ્તા પણ ખુલશે.

CA
CA મે-2026નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. હજારો ઉમેદવારોએ આ અઘરી પરીક્ષાને પાસ કરી લીધી છે. CA બાદ પણ ઘણીવાર ઉમેદવારો આગળ અભ્યાસનાં વિકલ્પો વિશે વિચારતા હોય છે, જે તેમની ક્વોલિફિકેશન તો વધારે જ, પરંતુ સાથેસાથે તેમને જોબ માટેનાં નવા રસ્તા પણ ખોલી આપે.

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા સીએ ફાઈનલ મે-2026નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. સ્કોરકાર્ડ ICAIની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકાય છે. એવામાં જો હાલમાં જ સીએ બન્યા છો, અને જેમણે પહેલાં પણ આ પરીક્ષા પાસ કરી છે, તેઓ પોતાની સ્કિલ અને ક્વોલિફિકેશનને વધારવા માટે અન્ય કેટલાંક સર્ટિફિકેટ કોર્સ કરી શકે છે.

CA ફાઈનલ બાદ કરો આ 5 સર્ટિફિકેટ કોર્સ

CA ફાઈનલની ગણતરી સૌથી અઘરી પરીક્ષાઓમાં થાય છે. પરંતુ ફાઈનાન્સ, ટેકનોલોજી અને ગ્લોબલ માર્કેટમાં નવા ફેરફારોને જોઈએ તો હવે આમાં ઘણી નવી ચીજોની પણ માંગ વધી ગઈ છે. સીએ બાદ જો આપ ઝડપથી પોતાની કારકિર્દીમાં આગળ વધવા માંગો છો અને માર્કેટમાં ટકી રહેવા માંગો છો તો આ સાથે તમારે અન્ય કેટલીક ક્વોલિફિકેશન પણ મેળવવી પડશે. 5 ડિગ્રી તથા સર્ટિફિકેટ કોર્સની વિગત આપ અહીં જોઈ શકો છો.

  • ચાર્ટર્ડ ફાઈનાન્સિયલ એનાલિસ્ટ (CFA) : જો આપ ઇન્વેસ્ટમેન્ટ, રિસર્ચ, પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં પોતાની કારકિર્દી બનાવવા માંગો છો,તો સીએની સાથે ચાર્ટર્ડ ફાઈનાન્સિયલ એનાલિસ્ટ (CFA) કરી શકો છો. સીએ તથા સીએફએ મળીને ફાઈનાન્સમાં એક ખૂબજ મોટી સિદ્ધિ મેળવે છે.
  • DISA/CISA : જો આપ આઈટી ઓડિટ, સિસ્ટમ ઓડિટ અથવા સાઇબર સિક્યોરિટી એડવાઈઝરીમાં જવા માંગો છો, તો ICAIમાંથી (DISA) (ડિપ્લોમા ઇન ઇન્ફર્મેશન સિસ્ટમ ઓડિટ) અથવા ઇન્ટરનેશનલ વર્ઝનમાં CISA (સર્ટિફાઇડ ઇન્ફર્મેશન સિસ્ટમ ઓડિટર) કોર્સ પણ કરી શકે છે.
  • એમબીએ (MBA): સીએની સાથે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) પણ ખૂબ સારું કોમ્બિનેશન છે. સીએ નંબર અને એકાઉન્ટ્સને સંભાળવાનું શીખવે છે, જ્યારે એમબીએમાં આપ મેનેજમેન્ટ, લીડરશિપ અને અન્ય સ્ટ્રેટેજી શીખો છો. કોર્પોરેટમાં લીડરશિપ રોલ માટે આ સીએની સાથે એમબીએ ખૂબ સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.
  • એલએલબી (CS+LLB): કોર્પોરેટ લોનાં ક્ષેત્રમાં જવા માંગો છો, તો સીએસની સાથે એલએલબી પણ કરી શકાય છે. કોર્પોરેટ ગવર્નન્સ, સેબી રેગ્યુલેશન્સ દ્વારા, મર્જર વગેરેમાં તેની ઘણી માંગ હોય છે.
  • FRM/CFP: સીએની સાથે ફાઈનાન્સિયલ રિસ્ક મેનેજર (FRM) અથવા સર્ટિફાઈડ ફાઈનાન્સિયલ પ્લાનર (CFP) બંને ઘણી સારી પસંદગી બની શકે છે. બેન્કિંગ તથા ટ્રેઝરી રિસ્ક રોલ માટે એફઆરએમ અને વેલ્થ મેનેજર એન્ડ ફાઈનાન્સિયલ એડવાઈઝરી માટે સીએફપી પણ કરી શકાય છે.

જો આપે ઉપર દર્શાવેલા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સમાંથી કોઈ એક કરી લીધો છે, તો આપની માર્કેટમાં વેલ્યુ ઘણી વધી જશે. આ સાથે જ નોકરી શોધવામાં પણ તમને સરળતા રહેશે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.