ચીનની Gaokao પરીક્ષા, જેલમાં બને છે વિશ્વની સૌથી અઘરી પરીક્ષાનું પેપર

ચીને 7 અને 8 જૂન, 2026નાં રોજ યૂનિવર્સિટીમાં પ્રવેશ માટે ગાઓકાઓ (Gaokao) પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ વર્ષે આ પરીક્ષામાં 1.3 કરોડ વિદ્યાર્થીઓ હાજર રહ્યા. ભારતમાં સ્થિત ચીની દૂતાવાસે જણાવ્યું કે, આ પરીક્ષા કોઈપણ વિઘ્ન વિના પૂર્ણ થઈ છે.

0
72
Gaokao
Gaokao

ચીને 7 અને 8 જૂન, 2026નાં રોજ યૂનિવર્સિટીમાં પ્રવેશ માટે ગાઓકાઓ (Gaokao) પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ વર્ષે આ પરીક્ષામાં 1.3 કરોડ વિદ્યાર્થીઓ હાજર રહ્યા. ભારતમાં સ્થિત ચીની દૂતાવાસે જણાવ્યું કે, આ પરીક્ષા કોઈપણ વિઘ્ન વિના પૂર્ણ થઈ છે.

ઉજ્જવલ ભવિષ્ય

વિચાર કરો કે, આજે તમારી એક્ઝામ છે અને ઘરની બહાર પગ મૂકતાં જ એક ચકચકિત ટેક્સી તમારી રાહ જોઈ રહી છે. રસ્તાઓ પર ટ્રાફિક જામ ન હોય. કોઈ VIPની માફક સમગ્ર રસ્તા પર આપના માટે ખાસ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હોય. કોઈપણ તકલીફ વગર પરીક્ષાકેન્દ્ર પર પહોંચાડવા માટે સેના લાગેલી હોય. પરીક્ષા આપતી વખતે કોઈપણ ડિસ્ટ્રેકેશન ન હોય, આ માટે સમગ્ર વાતાવરણ શાંત હોય. ગાડીનો એક હોર્ન પણ ન વાગે. કારણ કે, આપને જ દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. કોઈપણ વિદ્યાર્થીને આ ટ્રીટમેન્ટ કોઈ સુંદર સપના જેવું લાગે. પરંતુ આવું આવું આ વિશ્વનાં એક ખૂણામાં કેટલાંય વર્ષોથી થતું આવ્યું છે. આવો જાણીએ વિશ્વની સૌથી અઘરી પરીક્ષા ગોઓકાઓ (Gaokao) બાબતે, જે પરીક્ષા દર વર્ષે એક કરોડથી વધુ વિદ્યાર્થીઓ આપે છે.

Gaokao
ચીને 7 અને 8 જૂન, 2026નાં રોજ યૂનિવર્સિટીમાં પ્રવેશ માટે ગાઓકાઓ (Gaokao) પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ વર્ષે આ પરીક્ષામાં 1.3 કરોડ વિદ્યાર્થીઓ હાજર રહ્યા. ભારતમાં સ્થિત ચીની દૂતાવાસે જણાવ્યું કે, આ પરીક્ષા કોઈપણ વિઘ્ન વિના પૂર્ણ થઈ છે.

શું છે Gaokao એક્ઝામ?

Gaokaoનું ફુલ ફોર્મ નેશનલ કોલેજ એન્ટ્રન્સ એક્ઝામ (NCEE), જેને ચીની ભાષામાં ગાઓકાઓ કહેવામાં આવે છે. આ ચીનની રાષ્ટ્રીય સ્તરની વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા છે.

Gaokao વિશ્વની સૌથી અઘરી પરીક્ષા શા માટે છે?

આ પરીક્ષા વિશ્વની સૌથી અઘરી અને સૌથી મોટી પરીક્ષા માનવામાં આવે છે. આ વિદ્યાર્થીઓની માત્ર લાયકાત જ નથી ચકાસતી, પરંતુ તેમની સહનશક્તિ તથા નિરંતરતાની પણ પરીક્ષા લે છે. તે આવી કેટલીક બાબતોને લીધે વિશ્વની સૌથી અઘરી પરીક્ષાની શ્રેણીમાં આવે છે.

  • એક કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓની મોટી સંખ્યા
  • ટફ કોમ્પિટિશન
  • મર્યાદિત બેઠકો
  • ખૂબજ લાંબો અને ડિટેલ્ડ સિલેબસ
  • એકજ પરીક્ષા પર સમગ્ર ભવિષ્યનો આધાર હોય છે. કેમકે મેડિકલ માટે NEET અથવા એન્જીનિયરિંગ માટે JEE જેવી અલગ-અલગ એન્ટ્રન્સ એક્ઝામ નથી હોતી.

કહેવાય છે કે, આ એન્ટ્રન્સ એક્ઝામની પ્રિપેરેશન માટે વિદ્યાર્થીઓ વર્ષો સુધી મિલિટરીવાળા ડિસિપ્લિન ફોલો કરે છે, જ્યાં 12-12 કલાક સુધીનો અભ્યાસ થાય છે. વિદ્યાર્થીઓને ન માત્ર પેરેન્ટ્સ બલ્કે સમગ્ર સમાજની આશાઓ પર ખરા ઉતરવાનું હોય છે. આ પરીક્ષા બેથી ત્રીસ દિવસ સુધી ચાલે છે, જેનો કુલ સમય લગભગ 9 કલાકનો હોય છે.

કોણ આપી શકે છે Gaokao પરીક્ષા?

ચીનમાં Gaokao પરીક્ષા ધોરણ 12નાં વિદ્યાર્થીઓ અથવા તેની સમકક્ષ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ આપી શકે છે. ચીનની કોઈપણ પ્રતિષ્ઠિત યૂનિવર્સિટીમાં એડમિશન મળશે કે નહીં, આ સમગ્ર રીતે ગાઓકાઓનાં સ્કોર પર આધાર રાખે છે. વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા તેમનાં 12 વર્ષનાં સ્કૂલનાં શિક્ષણ તથા સખત મહેનતનું આખરી પરિણામ હોય છે.

ખાસ કરીને આ પરીક્ષા જૂનનાં પહેલાં અઠવાડિયામાં લેવામાં આવે છે. આમાં ત્રણ ફરજિયાત વિષયો – ચીની, ગણિત અને એક વિદેશી ભાષા હોય છે. આ ઉપરાંત સ્ટ્રીમ મુજબ સાયન્સ તથા હ્યુમેનિટીઝ તથા આર્ટ્સ વૈકલ્પિક વિષય તરીકે હોય છે.

Gaokao પરીક્ષા કોણ આયોજિત કરે છે?

ચીનનું શિક્ષણ મંત્રાલય નેશનલ લેવલ પર ગાઇડલાઇન્સ જારી કરીને પ્રાંતની સરકારો સાથે મળીને આ પરીક્ષાનું આયોજન કરે છે. આ પરીક્ષાને પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને તેમનાં સ્કોરનાગં આધાર પર દેશની ટોપ યૂનિવર્સિટીઝ જેમકે સિંધુઆ અને પેકિંગ યૂનિવર્સિટી (જેને ચીનની MIT તથા હાર્વર્ડ પણ કહેવામાં આવે છે.)માં મનપસંદ કોર્સમાં એડમિશન મળી જાય છે. એવું માનવામાં આવે છે કે, ગાઓકાઓનો સ્કોર બાળકોનાં ભવિષ્ય, કારકિર્દી તથા સામાજિક સ્તરને હંમેશા માટે બદલી શકે છે, આ માટે તેને ‘લાઇફ-ડિફાઇનિંગ’ પરીક્ષા કહેવામાં આવે છે.

જેલોમાં બને છે Gaokaoનાં ‘ટોપ સિક્રેટ’ પેપર

ગાઓકાઓ એન્ટ્રન્સ એક્ઝામનાં ક્વેશ્ચન પેપર્સને ‘ટોપ સિક્રેટ’નો દરજ્જો આપવામાં આવ્યો છે. સાયન્સ ડેલીની એક રિપોર્ટ મુજબ, પેપર બનાવનાર ટીચર્સની તપાસ થાય છે. પેપર બનાવનારી એક્સપર્ટ્સની ટીમ દ્વારા ગોપનીયતા કરાર પર હસ્તાક્ષર કરાવવામાં આવે છે અને આ સિક્રેટ બનાવી રાખવા માટે તેમને કડક ટ્રેનિંગ આપવામાં આવે છે.

  • પેપર બનાવનારા માટે કડક નિયમોઃ પ્રશ્નપત્રો તૈયાર કરવા દરમ્યાન, ટીમને કોઈપણ કોમ્યુનિકેશન ગેઝેટનો ઉપયોગ કરવા પર કડક પ્રતિબંધ હોય છે. તેઓ માત્ર લેન્ડલાઇનનો ઉપયોગ કરી શકે છે, તે પણ જરૂરત હોવા પર. જામર લગાવીને મોબાઇલ સિગ્નલને રોકવામાં આવે છે.
  • પેપર સેટ કરનારાઓનું ‘લોકડાઉન’: પેપર બનાવનારા એક્સપર્ટ્સને ત્યાં સુધી બહાર નથી આવવા દેવાતા, જ્યાં સુધી વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને સેન્ટરથી બહાર ન નીકળી જાય. એટલે કે પેપર બનાવવાથી માંડીને પરીક્ષા થવા સુધી તમામ ટીચર્સ ‘લોકડાઉન’માં દુનિયાથી કપાયેલા રહે છે.
  • ઘણ લેયરથી તપાસઃ પ્રશ્નપત્રોનું કેટલાંય લેયર્સથી એસેસમેન્ટ કરવામાં આવે છે, જ્યાં સુધી એ સ્પષ્ટ ન થઈ જાય કે એક્સપર્ટ્સની વચ્ચે કોઈ અસહમતિ નથી અને માર્કેટમાં ઉપલબ્ધ અલગ પ્રેક્ટિસ સ્ટડી મટીરિયલ્સમાં આપેલાં કોઈ સવાલોનું કોઈ પુનરાવર્તન કે કોઈ મહત્વપૂર્ણ રીતે સરખામણી નથી, ત્યાં સુધી પ્રશ્નપત્રોને ફાઇનલ કરવામાં આવતા નથી.
  • જેલોમાં પ્રિન્ટિંગઃ આ પેપર ખૂબજ સુરક્ષિત તથા એવા મિલિટ્રી બેસ અથવા તો કડક સલામતીવાળી જેલોમાં પ્રિન્ટ કરવામાં આવે છે, જેની માહિતી મોટાભાગે ગુપ્ત રાખવામાં આવે છે. પ્રિન્ટિંગ પ્રોસેસ દરમ્યાન ત્યાં હાજર સૈન્ય કમાન્ડર તથા સુરક્ષા ગાર્ડ્સની જવાબદારી હોય છે કે, પ્રિન્ટિંગ પ્રેસનાં કર્મચારી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી બહારની દુનિયાથી તમામ રીતે કપાયેલાં રહે.
  • હથિયારોથી સજ્જ સેનાનાં જવાનો પહોંચાડે છે પેપરઃ પ્રશ્નપત્રોને હથિયારોથી સજ્જ સેનાનાં જવાનો બખ્તરબંધ ગાડીઓમાં પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડે છે. પ્રિન્ટિંગ પ્રેસથી માંડીને પરીક્ષા કેન્દ્રો સુધી જીપીએસ સેટેલાઇટ દ્વારા નજર રાખવામાં આવે છે. રિમોટ વીડિયો મોનિટરિંગ સિસ્ટમ લાગેલી હોય છે.

બે-ત્રણ દિવસ માટે થંભી જાય છે સમગ્ર ચીન

Gaokaoની પરીક્ષા દરમ્યાન સમગ્ર ચીનમાં લોકડાઉન જેવી સ્થિતિ રહે છે. પરીક્ષાઓને જોતાં ભારે વરસાદ અને પૂર જેવી કટોકટીની પરિસ્થિતિની તૈયારી યુદ્ધસ્તર પર કરવામાં આવે છે.

  • પરીક્ષા કેન્દ્રની આસપાસનાં ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવે છે.
  • વિદ્યાર્થીઓ માટે ખાસ કોરિડોર બનાવવામાં આવે છે.
  • પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઘણા દૂર સુધી ગાડીઓનાં હોર્ન વગાડવા પર પ્રતિબંધ હોય છે. નિયમ તોડવા પર આકરો દંડ લગાવવામાં આવે છે.
  • કેટલાંય શહેરોમાં પરીક્ષા કેન્દ્રોની તરફ જનારા રસ્તાઓને સામાન્ય લોકો માટે પૂરી રીતે બંધ કરી દેવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા આપતી વખતે ગાડીઓનાં અવાજની કોઈ તકલીફ ન પડે.
  • આસપાસની ફેક્ટરીઓનું કામ રોકીને તેને બંધ કરવામાં આવે છે.
  • જો કોઈ બિલ્ડિંગમાં કામ ચાલી રહ્યું હોય તો તેને અનિવાર્ય રીતે બંધ કરવામાં આવે છે.
  • કેટલાંય ક્ષેત્રોમાં લોકોને સવારે અથવા રાત્રિનાં સમયે લાઉડસ્પીકર વગાડવા પર રોક લગાવવામાં આવે છે.
  • સલામતી તથા હાઈટેક નકલને રોકવા માટે એક્ઝામ સેન્ટર્સની આસપાસ ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવે છે. ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ લગાવાય છે.
  • જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય છે, અથવા એડમિટ કાર્ડ ભૂલી જાય છે, તો પોલીસ બાઇકર્સ હુટર વગાડતા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે વિદ્યાર્થીઓની મદદ કરે છે.
  • ટેક્સી ડ્રાઇવરોને કડક નિર્દેશ આપવામાં આવે છે કે, તેઓ ગાઓકાઓ એસ્પિરેન્ટ્સને પ્રાથમિકતા આપે. કેટલાંય શહેરોમાં વિદ્યાર્થીઓ પાસેથી ભાડું પણ નથી વસૂલવામાં આવતું.
  • પરીક્ષા કેન્દ્રની બહાર એમ્બ્યુલન્સ તથા ડોક્ટર્સની ટીમ હાજર હોય છે, જેથી કોઈપણ વિદ્યાર્થીની તબિયત ખરાબ થવા પર તેને તરત જ તબીબી સુવિધા આપી શકાય.

પેપર લીક કરવું અથવા તો નકલ કરવાને ખૂબજ ગંભીર ગુનો માનવામાં આવે છે. પકડાવા પર સાત વર્ષની જેલ તથા અન્ય દંડની પણ જોગવાઈ છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.