MBBS કરવું દુનિયાભરમાં ખૂબજ મોંઘું છે, જેના લીધે દરેક વિદ્યાર્થી ડોક્ટર બનવાનું નથી વિચારી શકતો. જો આપ ભારતને બદલે કેનેડામાં MBBS કરવાનું વિચારી રહ્યાં હો તો કહી દઈએ કે, કેનેડામાં પણ મેડિકલનો અભ્યાસ ખૂબ જ મોંઘો છે.
ઉજ્જવલ ભવિષ્ય
હાયર એજ્યુકેશન માટે જ્યારે કોઈ પોપ્યુલર દેશન વાત ચાલી રહી હોય, તો તેમાં કેનેડાનો ઉલ્લેખ તો કરવો જ પડે. અહીં ચાર લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી રહ્યાં છે. મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં એન્જીનિયરિંગ, મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર સાયન્સથી જોડાયેલા કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે. જોકે, કેનેડા મેડિકલના અભ્યાસ માટે પણ એક ખૂબજ પ્રખ્યાત સ્થળ છે, કેમ કે અહીં ઘણીબધી ટોપ મેડિકલ યુનિવર્સિટી આવેલી છે.
આમ તો ભારતમાં મેડિકલનો અભ્યાસ કરવો પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમ છતાં દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ MBBS કરવા માટે વિદેશ જાય છે. જોકે, અહીં સૌથી પહેલો સવાલ એ આવે છે કે, કેનેડાની ટોપ મેડિકલ યૂનિવર્સિટી અને ભારતની ટોપ મેડિકલ સંસ્થા બંનેમાંથી ક્યાં મેડિકલનો અભ્યાસ કરવો વધુ મોંઘો છે. બંને જગ્યાએ ફીમાં કેટલું અંતર છે. આ ઉપરાંત ભારત અને કેનેડા, બંનેમાંથી ક્યાં ડોક્ટરની સેલેરી વધુ છે. આવો આ બાબતે જાણીએ…

કેનેડા અને ભારતના મેડિકલ એજ્યુકેશનમાં ફરક
ભારતમાં ધોરણ-12 બાદ NEET ક્લિયર કરીને સીધા ‘બેચલર ઓફ મેડિસિન, બેચલર ઓફ સર્જરી’ (MBBS) માં એડમિશન લઈ શકાય છે. ડોક્ટર બનવા માટે જરૂરી આ ડિગ્રી 5.5 વર્ષમાં પૂર્ણ થઈ જાય છે, જેમાં એક વર્ષની ફરજિયાત ઇન્ટર્નશિપ પણ સામેલ છે. આથી ઉલટું, કેનેડામાં ડોક્ટર બનવા માટે પહેલાં ધોરણ-12 બાદ ચાર વર્ષનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરવું પડે છે. ત્યારબાદ MCAT નામની એક એન્ટ્રન્સ એક્ઝામ આપવાની રહે છે. ત્યારબાદ ‘ડોક્ટર ઓફ મેડિસીન’ (MD)નાં કોર્સમાં એડમિશન મળશે. MD ડિગ્રી મળવામાં 4 વર્ષનો સમય લાગે છે. ભારતનાં MBBS અને કેનેડાનાં MDની ડિગ્રી લગભગ એક સમાન માનવામાં આવે છે.
QS World University Ranking by Subjectમાં મેડિકલના અભ્યાસ માટે કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટીને દેશની નંબર વન સંસ્થા માનવામાં આવી છે. ટોરેન્ટો યુનિવર્સિટીનાં ટેમર્ટી ફેકલ્ટી ઓફ મેડિસીન રિસર્ચ અને ઇનોવેશનમાં સૌથી આગળ છે. QS Rankingમાં ‘ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સેઝ’ (AIIMS-Delhi)ને ભારતની નંબર વન મેડિકલ કોલેજ હોવાનું સમ્માન મળ્યું છે. આપની સ્થાપના 1956માં થઈ હતી અને ત્યારથી તેમાં MBBSનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.
ટોરેન્ટો યુનિવર્સિટીમાં મેડિકલ કોર્સની ફી
ટોરેન્ટો યુનિવર્સિટીની વેબસાઇટ પ્રમાણે, એકેડમિક યર 2025-26માં ટેમર્ટી ફેકલ્ટી ઓફ મેડિસીનમાં MDનો કોર્સ કરવા આવનાર વિદ્યાર્થીએ એક વર્ષની ફી તરીકે 1 લાખ કેનેડિયન ડોલર (લગભગ 63.50 લાખ રૂપિયા)ની ચૂકવણી કરવાની રહેશે. આમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ફી પણ સામેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પુસ્તકો અને રિસોર્સ માટે વાર્ષિક 1000 કેનેડિયન ડોલર (લગભગ 6.30 લાખ રૂપિયા) અને રહેવા-જમવા માટે 17,577 ડોલર (લગભગ 11 લાખ રૂપિયા) ખર્ચ કરવા પડશે.
આ રીતે અહીં એક વર્ષના અભ્યાસનો ખર્ચ લગભગ 81 લાખ રૂપિયા છે. MDનો કોર્સ ચાર વર્ષનો હોય છે, જેનો મતલબ કે, એક વિદ્યાર્થીને અહીં ડોક્ટર બનવા માટે ચાર વર્ષમાં લગભગ 3.24 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
AIIMS દિલ્હીમાં MBBSની ફી
હવે અહીં સવાલ એ ઉઠે છે કે, જો કોઈને AIIMS દિલ્હીમાંથી MBBS કરવું હોય તો તેનો કેટલો ખર્ચ આવશે? AIIMS દિલ્હીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, જો એકેડમિક ફીની વાત કરીએ તો તેમાં રજિસ્ટ્રેશન ફી 25 રૂપિયા, કોશ મની 100 રૂપિયા, ટ્યુશન ફી 1350 રૂપિયા, લેબ ચાર્જ 90 રૂપિયા અને સ્ટુડન્ટ યુનિયન ફી 63 રૂપિયા છે. આ રીતે ટોટલ એકેડમિક ખર્ચ 1628 રૂપિયા થાય છે.
જો હોસ્ટેલ અને અન્ય ફીની વાત કરીએ તો તેમાં હોસ્ટેલ ફી 900 રૂપિયા, જિમખાના ફી 220 રૂપિયા, પોટ ફંડ 1320 રૂપિયા, ઇલેક્ટ્રિસિટી ચાર્જ 198 રૂપિયા, મેસ સિક્યોરિટી (રિફંડેબલ) 500 રૂપિયા, હોસ્ટેલ સિક્યોરિટી (રિફંડેબલ) 1000 રૂપિયા છે. આ રીતે ટોટલ ફી 4228 રૂપિયા થાય છે. આ રીતે કેનેડાની સરખામણીમાં AIIMS દિલ્હીમાં ભણવું ખૂબજ ફાયદાકારક છે.
ભારત અને કેનેડામાં ડોક્ટરની સેલેરી
જોબ બેન્કનાં મત પ્રમાણે, કેનેડામાં ડોક્ટર્સનો એવરેજ વાર્ષિક પગાર 1.43 કરોડ રૂપિયા છે, જ્યારે એન્ટ્રી લેવલ પર ડોક્ટર્સ હર વર્ષે 54 લાખ રૂપિયા કમાય છે. એ જ પ્રમાણે અનુભવી ડોક્ટર 2.77 કરોડ રૂપિયા વાર્ષિક કમાય છે. આનાથી ઉલટું ભારતમાં એન્ટ્રી લેવલ પર MBBS ગ્રેજ્યુએટ્સને 25 હજારથી 70 હજાર રૂપિયાનો મહિનાનો પગાર મળે છે. અનુભવી ડોક્ટર 1.5 લાખ રૂપિયા મહિના સુધી કમાઈ શકે છે. આ પ્રકારે સિનિયર ડોક્ટરનો પગાર 3 લાખ રૂપિયા મહિના સુધી હોય છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

