AI માત્ર સામાન્ય જીવનમાં જ નહીં, પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં પણ ફેરફાર લાવી રહ્યું છે. ભારતની 30 મોટી શિક્ષણ સંસ્થાઓ (HEI) પર કરવામાં આવેલા સર્વેમાં આ તારણ બહાર આવ્યું છે.
ઉજ્જવલ ભવિષ્ય
ભારતની શિક્ષણ સંસ્થાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની અસર ખૂબજ ઝડપથી વધી રહી છે. સ્કૂલ-કોલેજમાં AI ચેટબોટ તથા નવી ટ્યુશન સિસ્ટમથી અભ્યાસ શરૂ થઈ ગયો છે. હાલમાં જ સામેલ આવેલ એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, 50%થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્ટડી મટીરિયલ્સ બનાવવા માટે જનરેટિવ એઆઈનો ઉપયોગ કરી રહી છે.

કેટલી બદલાઈ ભારતની એજ્યુકેશન સિસ્ટમ
અન્સર્ટ એંડ યંગ-પાર્થેનન તથા FICCIનાં રિપોર્ટ મુજબ, ભારતની ઉચ્ચ શિક્ષણ સંસથાઓ AIનાં ઉપયોગમાં ઘણી આગળ નીકળી ગઈ છે. 30 મોટી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEI)નાં સર્વે પર આધારિત એક નવા રિપોર્ટ મુજબ, ભારતમાં 50%થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEI) ટીચિંગ મટીરિયલ્સ બનાવવા માટે જનરેટિવ AIનો ઉપયોગ કરી રહી છે, જ્યારે 60% સંસ્થાઓએ તો વિદ્યાર્થીઓને એઆઈ ટૂલ્સ અને ગેઝેટ્સનો ઉપયોગ કરવાની છૂટ આપી દીધી છે.
શિક્ષણની નવી પદ્ધતિ
સ્ટડી મટીરિયલ્સ તૈયાર કરવાની સાથે-સાથે વિદ્યાર્થીઓને ભણાવવા માટે પણ એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે. AIનાં આ યુગમાં શિક્ષણની પદ્ધતિ એ હદ સુધી બદલાઈ ગઈ છે કે, 56%થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ પહેલાંથી જ એઆઈ સંબંધિત પોલિસી લાગૂ કરી દીધી છે. 40%એ એઆઈ દ્વારા સંચાલિત ટ્યુશન સિસ્ટમ અને ચેટબોટ તૈયાર કર્યા છે. તો 39%એ એડેપ્ટિવ લર્નિંગ પ્લેટફોર્મ અપનાવ્યા છે અને 38% સંસ્થાઓ પરીક્ષાની કોપીઓની ચકાસણી માટે Automated Gradingનો ઉપયોગ કરી રહ્યાં છે.
એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં પર્સનલ અને સ્માર્ટ લર્નિંગ સિસ્ટમ, પ્લેજરિઝમ ડિટેક્શન એટલે કે નકલ પકડવાની ટેકનિક, કેરિયર ગાઇડેન્સ, પાઠ્યક્રમ તૈયાર કરવો, AI આધારિત ચેટબોટ્સ જે વિદ્યાર્થીઓના સવાલોના તરત જ જવાબ આપે વગેરે માટે AIનો ઉપયોગ કરી શકે છે.
Privacyની ચિંતા
શિક્ષણ સંસ્થાઓમાં વધતા એઆઈના ઉપયોગે ડેટા પ્રાઇવેસીને લઈને ચિંતા ઉભી કરી દીધી છે. કેમકે એઆઈ સિસ્ટમ સામાન્ય રીતે વિદ્યાર્થીઓની માહિતી જેમ કે સબમિશન ડેટા, બાયોમેટ્રિક માહિતી અને ઓનલાઇન એક્ટિવિટીને સ્ટોર કરે છે. તેનાથી ડેટા લીક અને પ્રાઇવેસીનો ભંગ થવાનો ખતરો વધી જાય છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘એવા ડેટાનો ખૂબજ વ્યાપકપણે થઈ રહેલો ઉપયોગ પ્રાઇવેસીમાં દખલ, ડેટા લીક તથા પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે.’
AI નો ફાયદો જોઈએ તો આટલા પગલાં લેવા પડશે
રિપોર્ટમાં એવી ભલામણ કરવામાં આવી છે કે દરેક અભ્યાસક્રમને AI Literacy સાથે જોડવા જોઈએ. આ ઉપરાંત સાયન્સ, ટેકનોલોજી, એન્જીનિયરિંગ અને મેથ્સ (STEM)નાં વિદ્યાર્થીઓને મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ તથા રોબોટિક્સ જેવા એડવાન્સ ટોપિક્સ પણ શીખવવાની સલાહ આપવામાં આવી છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જો ભારતે એઆઈનો ફાયદો ઉઠાવવો હોય, તો શિક્ષણના દરેક તબક્કામાં તેને સામેલ કરવું જોઈએ. ડિઝિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે, ટીચર્સને એઆઈ ટૂલ્સની ટ્રેનિંગ આપવી પડશે તથા ગવર્નેન્સ ફ્રેમવર્ક બનાવવા જેવા કામો પર ધ્યાન આપવું પડશે. આ પગલાંથી ભારતનાં હાયર એજ્યુકેશન સિસ્ટમને દુનિયાભરના એઆઈ સ્કિલ નોલેજ તથા ઇનોવેશનની સરખામણીએ શ્રેષ્ઠ બનાવવામાં મદદ મળશે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

