Job કરીને 1 વર્ષમાં 51 લાખ કમાવા છે? ભારતીય વર્કર્સ માટે યૂરોપમાં છે સારી તક

જો આપ વિદેશમાં Job શોધી રહ્યાં હો તો તેના માટે ઘણાં ઓપ્શન છે. પરંતુ તે દેશને પસંદ કરવો ખૂબજ જરૂરી હોય છે, જ્યાં વર્કર્સને સારો પગાર મળે. યૂરોપમાં એક દેશ એવો પણ છે, જ્યાં ખૂબ સારી સેલેરી મળે છે.

0
390
Job
Job

જો આપ વિદેશમાં Job શોધી રહ્યાં હો તો તેના માટે ઘણાં ઓપ્શન છે. પરંતુ તે દેશને પસંદ કરવો ખૂબજ જરૂરી હોય છે, જ્યાં વર્કર્સને સારો પગાર મળે. યૂરોપમાં એક દેશ એવો પણ છે, જ્યાં ખૂબ સારી સેલેરી મળે છે.

ઉજ્જવલ ભવિષ્ય

ભારતમાંથી દર વર્ષે લાખો લોકો વિદેશમાં નોકરી માટે જાય છે. તેઓનું એકજ સપનું હોય છે કે તેઓ સારા પગારવાળી નોકરી મેળવે અને તે પૈસાથી પોતાની દરેક તકલીફોને દૂર કરે. એવું કરવા માટે ભારતીયો ઘણીવાર એવા દેશમાં પણ જતાં રહે છે, જ્યાં નોકરી કરવી ખૂબજ મુશ્કેલ હોય છે. આ પ્રકારની તકલીફોનો સામનો ખાસ કરીને એવા લોકોને કરવો પડે છે, જેમનામાં સ્કીલની ઉણપ હોય છે. પરંતુ તેમની પાસે સારી સ્કીલ છે, તેમની ડિમાન્ડ તો લગભગ દરેક દેશમાં હોય છે.

Job
જો આપ વિદેશમાં Job શોધી રહ્યાં હો તો તેના માટે ઘણાં ઓપ્શન છે. પરંતુ તે દેશને પસંદ કરવો ખૂબજ જરૂરી હોય છે, જ્યાં વર્કર્સને સારો પગાર મળે. યૂરોપમાં એક દેશ એવો પણ છે, જ્યાં ખૂબ સારી સેલેરી મળે છે.

જો આપ હાઈ સ્કીલવાળા વર્કર્સ છો, જેમની પાસે સાયન્સ, ટેકનોલોજી, મેડિસીન જેવી ફીલ્ડમાં ડિગ્રી છે, તો પછી આપને એક એવા દેશમાં Job મળી શકે છે, જ્યાં આપ લાખો રૂપિયા મહીનાની સેલેરી મેળવી શકો છો. અહીં જે દેશની વાત થઈ રહી છે, તે યૂરોપમાં સ્થિત નેધરલેન્ડ છે. ફૂટબોલ, ટ્યુલિપના ખેતરો અને પવન ચક્કીઓ માટે પ્રસિદ્ધ નેધરલેન્ડમાં વર્કર્સનો એવરેજ વાર્ષિક પગાર 50 હજાર યૂરો (લગભગ 51 લાખ રૂપિયા) હોય છે, એટલે કે એક વર્ષની કમાણીમાં જ આપ લાખો રૂપિયાનું સેવિંગ કરી શકો છો.

નેધરલેન્ડમાં Job કરવાના ફાયદા શું છે?

યૂરોપના આ સુંદર દેશમાં Job કરવાનાં ઘણા ફાયદા છે. તેમાં સૌથી મોટો ફાયદો તો નેધરલેન્ડમાં મળનારી સેલેરી છે. અહીં વર્કર્સની એવરેજ વર્ષની સેલેરી 51 લાખ રૂપિયા છે. બીજો ફાયદો અહીંનું વર્ક લાઇફ બેલેન્સ છે. નેધરલેન્ડની ગણતરી એ ટોપ-10 દેશોમાં થાય છે, જ્યાં નોકરીની સાથે જિંદગીનું બેલેન્સ પણ ખૂબજ સારૂં છે. અહીં વર્કર્સને દર અઠવાડિયે લગભગ 36થી 40 કલાક જ કામ કરવાનું હોય છે. સામાન્ય રીતે શિફ્ટ સાંજે 5 વાગ્યે પૂરી થઈ જાય છે અને લોકો પોતાના ઘરે જવા રવાના થી જાય છે.

નેધરલેન્ડમાં વર્કિંગ અવર્સ બાદ ડિસ્કનેક્ટ થવાનો અધિકાર છે, જેનો મતલબ કે કામ પૂર્ણ થયા બાદ કંપની આપને સંપર્ક નથી કરી શકતી. અહીંની કંપનીઓ પણ કર્મચારીઓના સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખે છે. અહીં મળનારી સેલેરી અને વર્ક-લાઇફ બેલેન્સનું કોમ્બિનેશન આને Job માટે ખૂબ સારો દેશ બનાવે છે. આ પ્રકારે આપ નેધરલેન્ડમાં Job કરો છો, તો ન માત્ર આપ લાખો રૂપિયા બચાવી શકો છો, પરંતુ જીવનનો ભરપૂર આનંદ પણ માણી શકશો.

કયા સેક્ટર્સમાં Job મળી શકે?

ટેક, હેલ્થકેર, ફાઈનાન્સ, એન્જીનિયરિંગ અને રિસર્ચ સેક્ટર્સમાં હાલમાં વર્કર્સની સૌથી વધુ માંગ છે. અહીંની કંપનીઓ સતત આ પોસ્ટ માટે હાયરિંગ કરી રહી છે. ભારતીયોની પાસે અહીં જોબ માટે સારા વિઝા ઓપ્શન ‘હાઈલી સ્કિલ માઇગ્રેન્ટ વિઝા’ છે. તે મેળવવા માટે આપે માત્ર કંપનીમાં જોબ માટે એપ્લાય કરવું પડશે. નોકરી મળ્યા બાદ આપને ઓફર લેટર મળી જશે, જેના આધાર પર આપ વિઝા માટે એપ્લાય કરી શકો છો. વિઝા પ્રોસેસ પણ ખૂબજ સરળ છે.

સોફ્ટવેર ડેવલપર્સ, ડેટા એનાલિસ્ટ, આઈટી એન્જીનિયર્સ તથા મેડિકલ પ્રોફેશનલ્સ જેમ કે, નર્સ અને ડોક્ટર્સની પણ ખૂબ માંગ છે. આ હોદ્દા પર કામ કરનાર વર્કર્સ દેશની એવરેજ સેલેરી કરતાં પણ વધુ સેલેરી મળી શકે છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.