Canadaમાં AIનો અભ્યાસ કરીને ડિગ્રી મેળવવી છે? એડમિશન ક્યાં લેવું?

Canadaમાં AIનો અભ્યાસ ખૂબજ લોકપ્રિય છે. અહીં એવી ઘણી ટોપ યૂનિવર્સિટીઝ છે, જ્યાંથી વિદેશી વિદ્યાર્થીઓ સરળતાથી ડિગ્રી મેળવી શકે છે અને પોતાની કારકિર્દી બનાવી શકે છે.

0
149
AI
AI

Canadaમાં AIનો અભ્યાસ ખૂબજ લોકપ્રિય છે. અહીં એવી ઘણી ટોપ યૂનિવર્સિટીઝ છે, જ્યાંથી વિદેશી વિદ્યાર્થીઓ સરળતાથી ડિગ્રી મેળવી શકે છે અને પોતાની કારકિર્દી બનાવી શકે છે.

ઉજ્જવલ ભવિષ્ય

Canadaમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલા પ્રોફેશનલ્સની માંગ ખૂબજ વધુ છે. અહીં સારી સ્કિલવાળા લોકોની અછત છે અને કંપનીઓ એઆઈ એક્સપર્ટ્સને ખૂબજ સારું પગારધોરણ આપી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે આ એક ખૂબજ સારી તક છે, કેમકે અહીં AI સાથે જોડાયેલી ડિગ્રી મેળવીને ખૂબજ સરળતાથી નોકરી મેળવી શકાય છે. લેબર માર્કેટ રિપોર્ટ્સ જોવાથી ખબર પડે છે કે, Canadaમાં આગામી કેટલાંક વર્ષોમાં હેલ્થકેરથી લઈને ફાઈનાન્સ જેવા સેક્ટર્સમાં AI સાથે જોડાયેલાં હજારો કર્મચારીઓની જરૂર પડવાની છે.

AI
Canadaમાં AIનો અભ્યાસ ખૂબજ લોકપ્રિય છે. અહીં એવી ઘણી ટોપ યૂનિવર્સિટીઝ છે, જ્યાંથી વિદેશી વિદ્યાર્થીઓ સરળતાથી ડિગ્રી મેળવી શકે છે અને પોતાની કારકિર્દી બનાવી શકે છે.

હવે અહીં સવાલ એ ઉભો થાય છે કે, જો કોઈને Canadaમાં AI સાથે જોડાયેલા કોર્સમાં અભ્યાસ કરવો હોય, તો તેણે ક્યાં એડમિશન લેવું? આનો જવાબ આપણને QS સબ્જેક્ટ રેન્કિંગ 2026થી મળે છે. જેમાં એ દર્શાવવામાં આવ્યું છે કે, અલગ-અલગ વિષયો માટે કઈ-કઈ ટોપ યૂનિવર્સિટીઝ છે. આ રેન્કિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સાથે જોડાયેલી ટોચની સંસ્થાઓ અંગે પણ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. QS રેન્કિંગમાં જ કેનેડાની એ સંસ્થાઓની લિસ્ટ આપવામાં આવી છે, જ્યાં એઆઈ સાથે જોડાયેલ અભ્યાસ કરી શકાય છે. આ સંસ્થાઓનું રેન્કિંગ દુનિયાભરમાં સૌથી વધુ છે.

AIની ટોપ યૂનિવર્સિટીઝ

  • ટોરેન્ટો યૂનિવર્સિટી
  • બ્રિટિશ કોલંબિયા યૂનિવર્સિટી
  • વાટરલૂ યૂનિવર્સિટી
  • મૈક્ગિલ યૂનિવર્સિટી
  • મોન્ટ્રિયલ યૂનિવર્સિટી
  • સાઇમન ફ્રેસર યૂનિવર્સિરી
  • અલ્બર્ટા યૂનિવર્સિટી

આ તમામ યૂનિવર્સિટીઓ ટોપ-100માં સામેલ છે. ટોરેન્ટો યૂનિવર્સિટીને તો ટોપ-20 રેન્કિંગમાં સ્થાન મળ્યું છે. કેનેડાને હાલમાં મશીન લર્નિંગ એન્જીનિયર, એઆઈ એથિક્સ એન્ડ પોલિસી કન્સલ્ટન્ટ, ડેટા સાયન્ટિસ્ટ, રોબોટિક્સ સ્પેશ્યાલિસ્ટની જરૂર છે. જો કોઈ આ યૂનિવર્સિટીમાં ડિગ્રી લે છે, તો તેની પાસે સારી જોબ મેળવવાની તક છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.