Workplace પર Stress મેનેજ કરવા દરરોજ છેલ્લી 10 મિનિટમાં કરો આ કામ

શું આપ જાણો છો કે Workplace પર છેલ્લી 10 મિનિટ પણ Work Stress દૂર કરીને આપના રૂટીનને વધુ સારો બનાવી શકે છે? બીજા દિવસની શરૂઆત, કામમાં ફોકસ અને પ્રોડક્ટિવ રહેવા માટે દરરોજની આદતોમાં આ 6 નાની ચીજોને સામેલ કરી લો, જેનાંથી આપને ફાયદો થશે.

0
132
Workplace
Workplace

શું આપ જાણો છો કે Workplace પર છેલ્લી 10 મિનિટ પણ Stress દૂર કરીને આપના રૂટીનને વધુ સારો બનાવી શકે છે? બીજા દિવસની શરૂઆત, કામમાં ફોકસ અને પ્રોડક્ટિવ રહેવા માટે દરરોજની આદતોમાં આ 6 નાની ચીજોને સામેલ કરી લો, જેનાંથી આપને ફાયદો થશે.

ઉજ્જવલ ભવિષ્ય

શું તમને Workplace પર Stress મેનેજ કરવા માટેનો આ રામબાણ ઇલાજ ખબર છે? દિવસભર ઈમેલ, કોલ્સ, મીટિંગ્સ અને ટારગેટ્સ સેટ કરતા-કરતા જ્યારે ઘરે જવાનો સમય થાય છે, ત્યારે મોટાભાગના લોકો ઘરે જવાની જલદીમાં હોય છે. જોકે, દરરોજ Workplace પર આપના કામની છેલ્લી 10 મિનિટ આપને આગલા દિવસની તૈયારીમાં મદદ કરી શકે છે. દરરોજ ઓફિસથી નીકળતા પહેલાં છેલ્લી 10 મિનિટમાં સમજી વિચારીને કેટલાંક પગલાં ભરવાથી આપનું આગલા દિવસનું કામ વધુ ઓર્ગેનાઇઝ્ડ, ફોકસ્ડ અને પ્રોડક્ટિવ બની શકે છે. આ માટે આપે આ મહત્વપૂર્ણ સમયમાં 6 કામ કરવાનાં છે. જેને કરીને આપ પોતાનો Work Stress ઓછો કરી શકો છો, અને આવતીકાલ માટે પોતાને તૈયાર કરી શકો છો.

Workplace
શું આપ જાણો છો કે ઓફિસની છેલ્લી 10 મિનિટ પણ Work Stress દૂર કરીને આપના રૂટીનને વધુ સારો બનાવી શકે છે? બીજા દિવસની શરૂઆત, કામમાં ફોકસ અને પ્રોડક્ટિવ રહેવા માટે દરરોજની આદતોમાં આ 6 નાની ચીજોને સામેલ કરી લો, જેનાંથી આપને ફાયદો થશે.

આજે જ કરી લો આગલા દિવસની તૈયારી

જો Workplaceથી નીકળતાં પહેલાં આપ એ ક્લિયર કરી લેશો કે, આપે આગલા દિવસે કયા-કયા કામો પર ફોકસ કરવાનું છે, તો સવારનો અડધો સ્ટ્રેસ તો એમ જ દૂર થઈ જશે. એક નાની એવી ટૂ-ડૂ લિસ્ટ (To Do Task List), જરૂરી કામોને પહેલાં મૂકવા અને અગત્યની મીટિંગ્સનું રિમાઇન્ડર આપને બીજા દિવસે કોઈપણ જાતની મૂંઝવણ વગર કામ શરૂ કરવામાં મદદ કરે છે. તેનાથી પછીનાં દિવસે વધુ સારી રીતે કામ થઈ શકશે. આ આદત આપને એક જવાબદાર પ્રોફેશનલ બનાવે છે.

પોતાની જાતને ઇમાનદારીથી રિવ્યૂ આપવો જરૂરી

Workplace પર છેલ્લી 10 મિનિટ પોતાને ઇમાનદારીથી એક સવાલ પૂછવાનો યોગ્ય સમય છે કે, આજે શું મેળવ્યું, ક્યાં અટક્યો અને શા માટે? આ કોઈને રિપોર્ટ આપવાનો સમય નથી, પરંતુ પોતાની જાતને વધુ સારી રીતે સમજવાનો મોકો છે. દિવસનો નાનો એવો રિવ્યૂ પણ આપને એ નક્કી કરવામાં મદદ કરે છે કે, કાલે શું ફરીથી કરવાનું છે અને કઈ ભૂલોથી બચવાનું છે? જેનાથી આપનો પછીનો દિવસ વધુ અસરકારક બની શકે.

ફોકસ બનાવી રાખો અને ઉતાવળમાં ભૂલ ન કરો

જેવો સાંજે ઓફિસનો સમય પૂરી થવા આવે છે, મોટાભાગનાં લોકો માનસિક રૂપથી કામથી અલગ થઈ જાય છે. પરંતુ આ જ એ સમય હોય છે, જ્યારે ધ્યાન રાખવું સૌથી વધુ જરૂરી હોય છે. ઉતાવળમાં કોઈ મેલ છૂટી જઈ શકે છે, ફાઈલ સેવ કરવાનું ભૂલી શકાય છે અથવા કોઈ જરૂરી મેસેજનો રિપ્લાય આપવાનું બાકી રહી શકે છે. છેલ્લી કેટલીક મિનિટો સુધી ફોકસ બનાવી રાખવું સૌથી જરૂરી હોય છે. આ આપનાં પ્રોફેશનલ એટિટ્યુટને દર્શાવે છે, અને તે સાથે જ નાની-મોટી ભૂલોથી બચાવે છે.

ઘરે જતાં પહેલાં માઈન્ડને આરામ આપો

Workplace પર સમય પૂર્ણ થવા સાથે જ દિમાગને કામના પ્રેશરમાંથી ફ્રી કરવું જરૂરી છે. જો દિવસ થોડો તણાવગ્રસ્ત રહ્યો હોય તો તે ચિંતાને ઘરે ન લઈ જાઓ. પોતાને એ યાદ દેવડાવો કે કાલે એક નવો દિવસ છે, અને આજનો બાકીનો સમય હવે આપની પર્સનલ લાઇફ માટે છે. આ જ માનસિક સંતુલન આપને બર્નઆઉટથી બચાવે છે તથા પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વચ્ચેનું બેલેન્સ બનાવી રાખે છે. આ માટે સૌથી જરૂરી છે કે, Workplace પરનો કોઈપણ તણાવ ઘરે ન લઈ જાઓ.

થેન્કયુ બોલવું પણ પ્રોફેશનલ સ્કિલ

ઓફિસમાં સફળતા માત્ર આપના કામથી જ નહીં, પરંતુ લોકોની સાથે આપના વ્યવહારથી પણ નક્કી થાય છે. જો કોઈ સહકર્મીએ દિવસ દરમ્યાન આપની મદદ કરી હોય કે, આપના કામને સરળ બનાવ્યું હોય તો જતાં-જતાં થેન્ક્યુ બોલવું પણ સંબંધોને મજબૂત બનાવે છે. આ નાની-નાની આદતો કામકાજનાં સ્થળે સકારાત્મક વાતાવરણ ઊભું કરે છે અને ટીમવર્કને શ્રેષ્ઠ બનાવે છે. જેનો ફાયદો લાંબા ગાળે તમને જ મળે છે.

ઓફિસથી નીકળતી વખતે ક્લીન કરો ડેસ્ક, થશે ફાયદો

Workplace પર છેલ્લી કેટલીક પળોમાં પોતાની ડેસ્કને વ્યવસ્થિત કરવું એ માત્ર સફાઈ નથી, પરંતુ માનસિક તૈયારી પણ છે. ફેલાયેલા કાગળો, નકામી ફાઈલો અને કોમ્પ્યુટર સ્ક્રીન પર ખુલેલા બિનજરૂરી ટેબ્સ દિમાગને પણ મૂંઝવણમાં નાંખે છે. જ્યારે આપ દિવસ પૂર્ણ થતાં પહેલાં તેને સોર્ટ કરી લો છો, તો પછીની સવારે એક સાફ વર્કપ્લેસની સાથે કામ શરૂ થાય છે, જેનાંથી ફોકસ વધે છે અને કામમાં ગતિ આવે છે. આને આદતમાં સામેલ કરવાથી કારકિર્દીને સારી રીતે આગળ વધારવામાં મદદ મળે છે.

બીજા દિવસની શરૂઆત છે, રોજ ઓફિસની છેલ્લી 10 મિનિટ

સફળતા હંમેશા મોટા નિર્ણયો અથવા અચાનક મળનારી તકોથી નથી આવતી, પરંતુ રોજ પૂર્ણ કરવામાં આવતી નાની-નાની આદતોથી આવે છે. એ જાણી લો કે રોજ ઓફિસની છેલ્લી 10 મિનિટથી માત્ર દિવસ પૂર્ણ નથી થતો, પરંતુ નવા દિવસની શરૂઆત થાય છે. જો આપ આ સમયને ગંભીરતાથી લેવા લાગશો, તો ધીરે-ધીરે પોતાની જાતે જ દરેક દિવસ સારો અને વધુ સફળ થતો જશે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.