અમેરિકા એક એવો દેશ છે, જ્યાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એવા છે, જેમને આવનારા સમયમાં દેશની નાગરિકતા મળી શકે છે. આના માટે US Dream Act સંસદમાં રજૂ થઈ શકે છે.
ઉજ્જવલ ભવિષ્ય
અમેરિકામાં છેલ્લાં બે દાયકાથી US Dream Act ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે. ઇલિનોઇસ રાજ્યના સાંસદ ડિક ડર્બન 2026માં રિટાયર થઈ રહ્યાં છે અને તેઓ 2001થી US Dream Actને રજૂ કરી રહ્યાં છે. અમેરિકી કોંગ્રેસ છોડીને જતાં પહેલાં તેઓ ઇચ્છે છે કે, ડ્રીમ એક્ટ પાસ થઈ જાય. આ બિલમાં જે પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જે હેઠળ અમેરિકામાં ઉછરેલાં હજારો ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાની નાગરિકતા મળી શકે છે. હાલમાં તેમને વિઝાની અડચણોને લીધે નાગરિકતા નથી મળી રહી.

Dream Actમાં શું પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે?
‘ડેવલપમેન્ટ, રિલીફ એન્ડ એજ્યુકેશન ફોર એલિયન માઇનર્સ એક્ટ’ જેને ડ્રીમ એક્ટ (Dream Act) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એ લોકોને નાગરિકતા પામવાનો રસ્તો ખોલે છે, જેઓ અમેરિકામાં કોઈ સુરક્ષિત ઇમિગ્રેશન સ્ટેટસ વગર બાળક તરીકે આવ્યા હતા. આના લીધે તેમને કેટલીક જરૂરી શરતો પૂરી કરવા પર કંડીશનલ પરમેનન્ટ રેસિડેન્સી મળી જશે. જો તેઓ સતત દેશમાં રહે છે અને અભ્યાસ, મિલિટરી સર્વિસ અથવા જોબ જેવી પ્રોસેસને પૂર્ણ કરે છે, તો તેઓ પરમેનન્ટ રેસિડેન્સી હાંસલ કરીને આગળ નાગરિકતા પણ મેળવી શકે છે.
‘ડ્રીમર્સ’ કોણ છે?
આ બિલને લીધે જે યુવાઓને ફાયદો મળવાનો છે, તેમને ‘ડ્રીમર્સ’ એટલે કે સ્વપ્ન જોનારા તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં તેમને ‘ડેફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઇવલ’ (DACA) હેઠળ ડિપોર્ટ નથી કરી શકાતા. જોકે, DACA દ્વારા તેમને સીધી રીતે નાગરિકતા પણ નથી મળતી. હજારો ભારતીય બાળકો એવા છે, જે અમેરિકામાં ઉછર્યા છે અને તેમણે અહીંની સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કર્યો છે. તેમણે પોતાની જિંદગી અહીં વિતાવી છે, પરંતુ ટેમ્પરરી સ્ટેટસ પર રહે છે.
ડોક્યુમેન્ટવાળા વિદ્યાર્થીઓને પણ ફાયદો
આ વર્ષે જે બિલ લાવવામાં આવી રહ્યું છે, જેમાં કેટલાંક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. તેમાં ‘ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સ’ નામથી એક ગ્રુપને પણ સામેલ કરવામાં આવ્યું છે. જેમાં એ બાળકો સામેલ છે, જેમના પેરેન્ટ્સની પાસે H-1B, L-1 વિઝા જેવા નોન ઇમિગ્રન્ટ વિઝા છે. તેમનું અમેરિકામાં રહેવું તેમનાં પેરેન્ટ્સની જોબ પર આધાર રાખે છે. 21 વર્ષનાં થતાં જ આ બાળકોએ કાં તો અમેરિકા છોડવું પડે છે અથવા તો તેઓ સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરે છે. ભારતીય પરિવારો માટે આ નિયમ ખૂબજ ટેન્શન આપનારો રહ્યો છે.
ગ્રીનકાર્ડના બેકલોગ પણ મોટી સંખ્યામાં
રોજગારના આધારે મળનારા ગ્રીનકાર્ડના બેકલોગ પણ ખૂબ મોટી સંખ્યામાં છે. EB-2 અને EB-3 સ્કિલ વર્કર કેટેગરી માટે ભારતીય અરજદારોના બેકલોગ 10 લાખથી વધુ છે. એક લાખથી વધુ બાળકો એવા છે, જે એવા ભારતીય પરિવારોમાંથી આવે છે, જેમને ગ્રીનકાર્ડ જ્યાં સુધી મળશે, ત્યાં સુધીમાં તો બાળકો જ 21 વર્ષથી ઉપરના થઈ જશે. ગ્રીન કાર્ડમાં બેકલોગનું મુખ્ય કારણ એ છે કે, દર વર્ષે માત્ર એક દેશનાં માત્ર સાત ટકા અરજદારોને જ તે આપવામાં આવે છે. જેનાથી ભારતીય વિદ્યાર્થીઓને નુકસાન થાય છે.
બિલમાં શું કહેવામાં આવ્યું છે?
Dream Act હેઠળ ડ્રીમર્સ અને ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સને કંડીશનલ પરમેનન્ટ રેસિડેન્સી આપવામાં આવશે, જે આઠ વર્ષ સુધી માન્ય રહેશે. જે તેમને ડિપોર્ટ થવાથી બચાવશે, તેમને કાયદાકીય રીતે જોબ કરવાની છૂટ મળશે અને તેઓ અમેરિકાથી બહારની મુસાફરી પણ કરી શકે છે. તેનો ફાયદો લેવા માટે તેમણે એ સાબિત કરવું પડશે કે તેઓ 18 વર્ષની ઉંમર પહેલાં અમેરિકા આવ્યા હતા અને તેઓ છેલ્લાં ચાર વર્ષથી અમેરિકામાં રહે છે. તેમણે બેકગ્રાઉન્ડ તેમજ મેડિકલ ચેક પણ પૂર્ણ કરવા પડશે. તેમણે ટેક્સ વગેરેની ડિટેલ્સ પણ આપવાની રહેશે.
પરમેનન્ટ રેસિડેન્સી અને નાગરિકતાનો રસ્તો
ભારતીય પરિવારોમાંથી આવનારા વિદ્યાર્થીઓને પરમેનન્ટ રેસિડેન્સી ત્યારે જ મળશે, જ્યારે તેઓએ અમેરિકામાં અભ્યાસ કર્યો હશે, બે વર્ષ અમેરિકી સેનામાં સર્વિસ આપી હશે અથવા ત્રણ વર્ષ કાયદાકીય રીતે જોબ કરી હશે. જેનાથી એ ખબર પડશે કે તેઓ લાંબા સમયથી દેશમાં રહે છે અને તેમને આગળ પણ એવું કરવાની ઇચ્છા છે. તેઓ બતાવશે કે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા માં ન માત્ર ભણવા માંગે છે, પરંતુ જોબ કરવાનો પણ ઇરાદો રાખે છે.
યુનિવર્સિટી કેમ કરી રહી છે સપોર્ટ?
આ બિલને અમેરિકન યુનિવર્સિટીઝનો પણ સપોર્ટ મળ્યો છે. ‘પ્રેસિડેન્ટ અલાયન્સ ઓન હાયર એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશન’, જે 600થી વધુ કોલેજો અને યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે પણ આ બિલને સપોર્ટ કર્યો છે. યુનિવર્સિટીઓએ હંમેશા એ તકલીફ આવે છે કે, વિદ્યાર્થીઓ વિઝાના પ્રોબ્લેમ્સને લીધે અભ્યાસ વચ્ચે જ છોડી જાય છે. તેનો સૌથી વધુ ખતરો એ લોકોને હોય છે, જેમની ઉંમર 21 વર્ષ થવા જઈ રહી છે. યુનિવર્સિટીઓ એવા વિદ્યાર્થીઓને દેશમાં રોકવા માંગે છે.
ભારતીય પરિવારો માટે આનું શું મહત્વ છે?
ખાસ કરીને ભારતીય પરિવારો માટે, ડ્રીમ એક્ટ એ તકલીફને દૂર કરે છે, જે ગ્રીન કાર્ડની લાઈનો લાંબી થવાને લીધે સતત વધી રહી છે. તે પેન્ડિંગ અરજીઓને તો દૂર નથી કરતા, પરંતુ તે બાળકો માટે સ્થિરતા પ્રદાન કરે છે, જેમણે અમેરિકાની સ્કૂલોમાં અભ્યાસ કર્યો છે, સ્થાનીય સમુદાયોમાં ભાગ લીધો છે અને પુખ્ત થયા બાદ પણ તે દેશમાં જ રહેવા માંગે છે. જે લોકો અંતતઃ નાગરિકતા ઇચ્છે છે તેમને એક એવો રસ્તો આપે છે, જે ઘણાં વર્ષોથી ગાયબ રહ્યો છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

