Rusaiaમાં ખૂબજ મોટી સંખ્યામાં ભારતીયો જોબ કરી રહ્યાં છે. રશિયા અને ભારતના સંબંધ પણ વરસોથી સારા છે. આ માટે Skill Visa લઈને રશિયા જવું ભારતીયો માટે ઘણું સરળ રહેશે.
ઉજ્જવલ ભવિષ્ય
શું આપ Russiaમાં જોબ કરવા માંગો છો? જો આપનો જવાબ હા છે, તો આપના માટે ગુડ ન્યૂઝ છે. રશિયા આવતા વર્ષે એપ્રિલમાં એક Skill Visa લોન્ચ કરી રહ્યું છે, જેના દ્વારા સ્કિલ વર્કર્સ દેશમાં આવીને જોબ કરી શકશે. Skill Visa દ્વારા ત્રણ વર્ષની ટેમ્પર રેસીડેન્સી અથવા કેટલીક ખાસ કેટેગરીમાં જોબ કરનાર લોકોને પરમેનન્ટ રેસિડેન્સી (PR) મળશે. આ એક એવી પહેલ છે, જેનાં દ્વારા ભારત અને રશિયા વચ્ચેનાં સંબધોને પણ વધુ ગાઢ બનાવશે.

એક રિપોર્ટ પ્રમાણે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શિખર સમ્મેલન માટે ભારતનાં પોતાના રાજકીય પ્રવાસ પહેલાં આ બાબતે એક આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. આ વિઝા પ્રોગ્રામ દ્વારા સાયન્ટિફિક, ઇકોનોમિક, ઇન્ડસ્ટ્રિયલ, એજ્યુકેશનલ, કલ્ચરલ, બિઝનેસ અને સ્પોર્ટ્સ જેવાં ફિલ્ડ સાથે જોડાયેલા વિદેશી નાગરિકો અને તેમના પરિવારોને કોઈપણ ઇમિગ્રેશન કોટા અથવા રશિયન ભાષાનો ટેસ્ટ પાસ કર્યા વગર જ ત્રણ વર્ષ માટે ટેમ્પરરી રેસિડેન્સી પામવા માટે Skill Visaથી અરજીનો મોકો મળી જશે.
કેવી રીતે કામ કરશે આ વિઝા પ્રોગ્રામ?
નવો પ્રોગ્રામ બે તબક્કાવાળી પ્રક્રિયા છે, જેમાં પહેલાં તબક્કામાં સ્થાપિત એજન્સીને અરજી કરવાની હોય છે. જો કોઈ વિદેશી નાગરિકને વિઝા પ્રોગ્રામ માટે યોગ્ય માનવામાં આવે છે, તો બીજા ચરણમાં ઇમિગ્રેશન અધિકારીઓને ટેમ્પરી અથવા પરમેનન્ટ રેસિડેન્સી માટે અરજી ફાઈલ કરવાની હોય છે. એજન્સી પાસેથી મળેલું એપ્રુવલ એક વર્ષ માટે માન્ય રહેશે અને આ દરમ્યાન વિદેશી નાગરિકે ઇમિગ્રેશન અધિકારીઓ સમક્ષ એક અરજી ફાઈલ કરવાની રહેશે.
એજન્સીને અરજી વિદેશી નાગરિકના પોતાના દેશમાંથી ડિઝિટલી ફાઈલ કરી શકાય છે. જો અરજદારને મંજૂરી મળી જાય છે, તો એવી સ્થિતિમાં વિદેશી નાગરિકો અને તેમના પરિવારનાં સભ્યોને રશિયામાં પ્રવેશ કરવા તથા દેશમાં ટેમ્પરરી અથવા પરમેનન્ટ રેસિડેન્સી માટે અરજી કરવા માટે એક વર્ષના બિઝનેસ વિઝા આપવામાં આવશે. જ્યાં સુધી તેમની અરજી પેન્ડિંગ રહે છે, ત્યાં સુધી વિદેશી નાગરિક અને તેમના પરિવારનાં સભ્યોને વર્ક પરમિટ વગર રશિયામાં જોબ કરવાની મંજૂરી પણ રહેશે. ખાસ કરીને 30 દિવસોની અંદર જ અરજી પ્રક્રિયા કરી દેવામાં આવશે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

