વિદેશમાં રિસર્ચ કરવા માટે એવી ઘણી તકો રહેલી છે, જે બાબતે વિદ્યાર્થીઓને ખબર નથી હોતી. Spain સહિત કેટલાંક દેશોમાં એવાં પણ રિસર્ચનાં ઓપ્શન છે, જેમાં સારૂં સ્ટાઇપેન્ડ પણ મળી રહે છે. આવો આવા જ કેટલાંક સારા ઓપ્શન વિશે જાણીએ.
ઉજ્જવલ ભવિષ્ય
શું આપ અંડરગ્રેજ્યુએટ કે માસ્ટર્સનાં વિદ્યાર્થી છો અને યૂરોપની કોઈ વર્લ્ડક્લાસ સંસ્થામાં પ્રેક્ટિકલ રિસર્ચનો અનુભવ લેવાનું સ્વપ્ન જોઈ રહ્યાં છો? જો આપનો જવાબ હા છે, તો આપના માટે એક ગુડ ન્યૂઝ છે. Spainનાં એક ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટર ‘સેન્ટર ફોર જીનોમિક રેગ્યુલેશન’ (CRG)એ 2026-27નાં શૈક્ષણિક વર્ષ માટે ખૂબ સારી ફેલોશિપની તક આપી રહ્યું છે. આ તક આપે બિલકુલ ન છોડવી જોઈએ.

ભારતીય વિદ્યાર્થીઓ માટે વિશ્વનાં શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો સાથે કામ કરવા, એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવા તથા ભવિષ્યમાં સાયન્ટિફિક કેરિયર બનાવવા માટેની એક શ્રેષ્ઠ તક છે. CRG દ્વારા કુલ 10 ફેલોશિપ ઓફર કરવામાં આવી રહી છે, જે અલગ-અલગ રિસર્ચ પ્રોજેક્ટ્સથી જોડાયેલી છે. જો આપ પણ યૂરોપમાં જઈને રિસર્ચ પ્રોજેક્ટ્સ પર કામ કરવા માંગો છો, તો આ ફેલોશિપ આપના માટે સૌથી શ્રેષ્ઠ છે.
CRG ફેલોશિપ શું છે?
સેન્ટર ફોર જીનોમિક રેગ્યુલેશન (CRG)નો હેતુ છે કે, અંડરગ્રેજ્યુએટ તથા માસ્ટર્સનાં વિદ્યાર્થીઓને CRGમાં રિસર્ચ કરવાની તક આપવામાં આવે. તેમનો હેતુ દરેક દેશનાં વિદ્યાર્થીઓને સાયન્ટિફિક કેરિયર બનાવવા માટે પ્રોત્સાહન આપવાનો છે, જેથી તેમને ઇન્ટરનેશનલ લેબમાં કામ કરવાનો અનુભવ મળી શકે અને તેમની સ્કિલ વધુ સારી બની શકે. દર વર્ષે 10 ફેલોશિપ આપવામાં આવે છે, જે અલગ-અલગ 10 રિસર્ચ પ્રોજેક્ટ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
ફેલોશિપ હેઠળ શું મળશે?
- ફેલોશિપ મેળવનારા રિસર્ચર્સને 700 યૂરો (લગભગ 77 હજાર રૂપિયા) આપવામાં આવશે.
- Spain આવવા-જવા માટેની એરટિકિટ આપવામાં આવશે.
- ફ્લાઇટ ટિકિટ માટે 1000 યૂરો આપવામાં આવશે.
- આંતરરાષ્ટ્રીય લેબમાં શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની તક મળશે.
અરજી કોણ કરી શકે?
- અરજદાર કોઈપણ યૂનિવર્સિટીમાંથી અંડરગ્રેજ્યુએટ અથવા માસ્ટર (MSc) ડિગ્રી પ્રોગ્રામમાં સત્તાવાર રીતે એનરોલ થયેલ હોવો જોઈએ.
- તેમની સ્થાનિક યૂનિવર્સિટી અને CRG વચ્ચે સત્તાવાર લર્નિંગ એગ્રીમેન્ટ/ઇન્ટર્નશિપ કોન્ટ્રાક્ટ પર સાઇન હોવી જોઈએ.
- આ તક માત્ર એવા નવા વિદ્યાર્થીઓ માટે છે, જેઓ પહેલાંથી CRGમાં અભ્યાસ કે કામ નથી કરી રહ્યા.
- ફેલોશિપ 2026-2027 શૈક્ષણિક વર્ષ દરમ્યાન પૂર્ણ હોવી જોઈએ.
અરજી કેવી રીતે કરવી?
ફેલોશિપ માટે અરજી કરતા પહેલાં સૌથી પહેલાં CRGની વેબસાઇટ પર જાઓ. અહીં રિસર્ચ ગ્રુપ્સ અને લેબ જુઓ. પોતાની પસંદગી મુજબનાં પ્રોજેક્ટ સુપરવાઇઝર અથવા ગ્રુપ લીડરને પસંદ કરો અને તેમનો ઇમેલ દ્વારા સીધો સંપર્ક કરો. પોતાનાં અરજી ફોર્મની સાથે ચાર મુખ્ય દસ્તાવેજો મોકલવાનું ન ભૂલોઃ પોતાનાં મોટિવેશન અને કારકિર્દીનાં લક્ષ્યને દર્શાવનારું કવર/મોટિવેશન લેટર, પોતાનાં એકેડમિક બેકગ્રાઉન્ડ અને પ્રોજેક્ટ્સને દર્શાવનાર CV (બાયોડેટા), આપની ક્ષમતાને સાબિત કરનારા પ્રોફેસરનાં રેફરન્સ લેટર તથા આપની કોલેજનાં માર્ક્સનો સત્તાવાર રેકોર્ડ એટલે કે યૂનિવર્સિટી ટ્રાન્સક્રિપ્ટ્સ.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

