વિદેશમાં MBA કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધુ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ IIMને બદલે વિદેશી યૂનિવર્સિટીને એ માટે પસંદ કરે છે, જેથી તેમને સારી સેલેરી મળી શકે
ઉજ્જવલ ભવિષ્ય
શું આપે ક્યારેય વિચાર્યું છે કે, ભારતની ટોપ બિઝનેસ સ્કૂલમાં MBA કરવામાં અને દુનિયાની ટોપ બિઝનેસ સ્કૂલમાં ડિગ્રી લેવામાં કેટલો ખર્ચ આવે છે? ગ્રેજ્યુએશન બાદ બંને સંસ્થાઓમાંથી ક્યાં વધુ સેલેરી મળે છે? આ સવાલ દરેક વિદ્યાર્થીના મનમાં આવે છે, જે વિદેશ જઈને MBA કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. ભારતમાં MBA માટે શ્રેષ્ઠ સંસ્થા IIM અમદાવાદ છે, જ્યારે વિશ્વમાં આ ડિગ્રી લેવા માટે હાર્વર્ડને શ્રેષ્ઠ યૂનિવર્સિટી માનવામાં આવે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં આઈઆઈએમ અમદાવાદ અને હાર્વર્ડ યૂનિવર્સિટીમાંથી MBA કરનારા બે વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર દર્શાવવામાં આવ્યું છે. વીડિયોમાં સામેલ એક વિદ્યાર્થીએ હાર્વર્ડમાંથી MBA કર્યું છે. જ્યારે અન્ય એક વિદ્યાર્થીએ IIM અમદાવાદમાંથી MBA કર્યું છે. બંનેએ જણાવ્યું કે, કઈ સંસ્થાની કેટલી ફી છે. કોર્સ પૂર્ણ થવામા કેટલો સમય લાગે છે? ક્યાંથી અભ્યાસ કરવા પર કેટલી સેલેરી મળે છે? આ સવાલોના જવાબથી એ વિદ્યાર્થીઓને મદદ મળે છે, જેઓ એમબીએ કરવા માંગે છે.
IIM અમદાવાદ અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ
IIM અમદાવાદ ભારતની ટોચની બિઝનેસ સ્કૂલ છે. આ સૌથી જૂની સંસ્થાઓમાંથી એક પણ છે. તેની સ્થાપના 1961માં થઈ હતી. અને તેને ભારતની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ પણ કહેવામાં આવે છે. IIMનાં એલ્યુમિનીમાં રઘુરામ રાજન, કેવી કામથ જેવા લોકો સામેલ છે. બીજી તરફ હાર્વર્ડ યૂનિવર્સિટીની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ વિશ્વની સૌથી શ્રેષ્ઠ બિઝનેસ સ્કૂલ તરીકે ઓળખાય છે. ખાસ કરીને દુનિયાભરમાં પહેલાં અથવા બીજા નંબર પર જ રહે છે. અહીંથી ડાયલિયો, રાહુલ બજાજ, આનંદ મહિન્દ્રા જેવા લોકોએ ડિગ્રી મેળવી છે.
અહીંની ફી તથા પેકેજ કેટલું છે?
અહીં બંને બિઝનેસ સ્કૂલોને ઘણાબધા પેરામીટર્સ પર માપવામાં આવી છે. સૌથી પહેલાં અહીંથી ડિગ્રી લેવા માટેના ખર્ચની વાત કરવામાં આવી છે. હાર્વર્ડ યૂનિવર્સિટીમાંથી MBA કરવાનો ખર્ચ 2 લાખ ડોલર (લગભગ 1.8 કરોડ રૂપિયા) થાય છે. બીજી તરફ IIM અમદાવાદમાંથી આ જ ડિગ્રી લગભગ 25 લાખ રૂપિયામાં મળી જાય છે. જોકે, ગ્રેજ્યુએશન બાદ મળનારી સેલેરીમાં જમીન-આસમાનનો ફરક છે.
IIM અમદાવાદમાંથી MBA કરનાર વિદ્યાર્થીને એવરેજ 34 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળે છે. તેની સરખામણીએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીનું પેકેજ 2.5 લાખ ડોલર (લગભગ 2.25 કરોડ રૂપિયા) જેટલું હોય છે. ઇન્ટર્નશિપ દરમ્યાન IIM અમદાવાદનાં વિદ્યાર્થીઓ 2-3 લાખ રૂપિયા મેળવે છે, તો હાર્વર્ડ યૂનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ લગભગ 10 હજાર ડોલર (લગભગ 9 લાખ રૂપિયા) મેળવે છે.
હાર્વર્ડ અને IIM વચ્ચે સમાનતા
IIM અમદાવાદ અને હાર્વર્ડ યૂનિવર્સિટીની વચ્ચે ઘણીબધી સમાનતાઓ છે. બંને જગ્યાએ એમબીએનો અભ્યાસ બે વર્ષમાં પૂર્ણ થઈ જાય છે.બંને સંસ્થાઓમાંથી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પ્રાઇવેટ ઇક્વિટી, વેન્ચર, કેપિટલ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને એચઆર જેવા ફિલ્ડ્સમાં જોબ મળવાની શક્યતા વધુ રહે છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

