JEE Mains, Advancedની પરીક્ષા આપનારાઓ માટે એક ખૂબજ મહત્વનાં સમાચાર છે. આ વખતે દેશની એક મોટી એન્જીનિયરિંગ IISc બેંગ્લોરમાં પણ જોસા કાઉન્સેલિંગ દ્વારા બીટેકમાં એડમિશન થશે. વેબસાઇટ jeeadv.ac.in પર આની જાહેરાત કરવામાં આવી છે.
ઉજ્જવલ ભવિષ્ય
જો આપ આ વખતે જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન મેન (JEE Mains) આપી રહ્યાં છો અને JEE Advancedની તૈયારી કરી રહ્યાં છો, તો આ સમાચાર તમારા માટે ખૂબજ મહત્વનાં છે. કેમકે JEEનાં માર્ક્સ પર બીટેકમાં એડમિશન ઇચ્છનારા વિદ્યાર્થીઓ માટે એક મોટું અપડેટ આવ્યું છે. ભારતની ટોપ એન્જીનિયરિંગ કોલેજોની લિસ્ટમાં સામેલ એક શિક્ષણ સંસ્થાએ હવે જોસા કાઉન્સેલિંગ દ્વારા બીટેક પ્રવેશ લેવાનો નિર્ણય કર્યો છે. તેનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (IISc), બેંગ્લોર.

આ સૂચના જેઈઈ એડવાન્સ્ડની ઓફિશિયલ વેબસાઇટ jeeadv.ac.in પર જાહેર કરવામાં આવી છે. અહીં જરૂરી જાહેરાતોની કેટેગરીમાં JoSAA 2026માં આઈઆઈએસસી બેંગ્લોરનું નામ સામેલ થવાની વાત કહેવામાં આવી છે. સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે, એકેડમિક સેશન 2026-27 માટે આઈઆઈએસસી બેંગ્લોરમાં બીટેક કોર્સિસમાં એડમિશન જોસા 2026 દ્વારા જેઈઈ એડવાન્સ્ડ 2026ની રેન્કનાં આધાર પર લેવામાં આવશે.
JoSAA શું છે?
JoSAAનું ફુલ ફોર્મ થાય છે – જોઇન્ટ સીટ એલોકેશન ઑથોરિટી. આ એક એવી બોડી છે જે બીઈ, બીટેક જેવાં એન્જીનિયરિંગનાં યૂજી કોર્સિસમાં એડમિશન માટે કાઉન્સેલિંગની પ્રક્રિયા આયોજિત કરે છે. જોકે જોસા કાઉન્સેલિંગ દ્વારા માત્ર તે સીટો પર એડમિશન થાય છે, જે ઓલ ઇન્ડિયા કોટા હેઠળ આવે છે. તેમાં માત્ર એ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે, જેમણે જેઈઈ મેઇન અથવા જેઈઈ એડવાન્સ્ડ આપી હોય અ જેઈઈ મેન્સમાં કટઓફ માર્ક્સ મેળવ્યા હોય અથવા એડવાન્સ્ડ મેરિટ લિસ્ટમાં જગ્યા બનાવી હોય.
IISc બેંગ્લોર BTechમાં એડમિશન કેવી રીતે થાય છે?
આ પહેલાં 2025 સુધી આઈઆઈએસસી બેંગ્લોરમાં બીટેક જેવા કોર્સિસમાં એડમિશન લેવાની પ્રક્રિયા સંસ્થા દ્વારા જ સંચાલિત કરવામાં આવતી હતી. જોકે એડમિશન ત્યારે પણ JEE Advancedનાં સ્કોર પર જ થતું હતું. પરંતુ ત્યાં વિદ્યાર્થીઓને એડમિશન માટે આઈઆઈએસસી દ્વારા બહાર પાડવામાં આવતા ફોર્મ ભરવા પડતા હતા. જે માટે અલગથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેતું હતું અને તેની અલગ પ્રક્રિયા પૂરી કરવી પડતી હતી. હવે આ આખી પ્રોસેસ જોસા દ્વારા એક જ જગ્યાએથી થઈ શકશે.
IIScમાં કયા યૂજી કોર્સ હોય છે?
હમણાં સુધી Indian Institute of Science બે પ્રકારનાં યૂજી કોર્સ ઓફર કરતું હતું.
- બીટેક ઇન મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ
- બીએસ ઇન રિસર્ચ
આ બંનેમાંથી બીટેક કોર્સમાં એડમિશન લેવા માટે JEE Advanced દ્વારા તથા બીએસ કોર્સમાં પ્રવેશ IAT (આઈઆઈએસઈઆર એડમિશન ટેસ્ટ) નાં સ્કોર પર મળતો હતો. ઉલ્લેખનીય છે કે, 2026માં જેઈઈ મેઇન્સ સેશન-1ની પરીક્ષા પૂર્ણ થઈ ચુકી છે, સેશન-2 એપ્રિલમાં થશે. જ્યારે જેઈઈ એડવાન્સ્ડ 2026ની પરીક્ષાની તારીખ 17 મે રાખવાની ભલામણ કરવામાં આવી છે. આ માટે રજિસ્ટ્રેશન (ભારતીય વિદ્યાર્થીઓ માટે) jeeadv.ac.in પર 23 એપ્રિલ, 2026થી શરૂ થશે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

