Exclusive content
Buy This News Paper
Unlock credits cost: 1
Available credits: N/A
Franceમાં હજારો ભારતીય નોકરી કરી રહ્યાં છે. તેમાંથી મોટાભાગનાં ભારતીય વર્કર્સ એવા છે, જે જોબ ઓફર લીધા બાદ જ ત્યાં નોકરી કરવા પહોંચી શક્યા છે. પરંતુ Franceમાં જોબનાં કેટલાંય રસ્તા એવાં છે, જેમાં જોબ ઓફરની જરૂર નથી પડતી.
ઉજ્જવલ ભવિષ્ય
ભારતીય પ્રોફેશનલ્સ કોઈપણ ફ્રેન્ચ જોબ ઓફર અથવા કંપની સ્પોન્સરશિપ વગર પણ France જઈ શકે છે. ફ્રાન્સ સરકાર ભારતીય પ્રોફેશનલ્સને ‘પ્રોફેશન લિબરલ વિઝા’ આપે છે. આ એક પ્રકારનાં લોન્ગ ટર્મ સ્ટે વિઝા છે, જેનાં દ્વારા પ્રોફેશનલ્સ ફ્રાન્સમાં પોતાનું કામ જાતે શરૂ કરી શકે છે અથવા તેને ચાલુ રાખી શકે છે. જો આપ પણ ફ્રાન્સ જઈને જોબ કરવા માંગો છો, તો ‘પ્રોફેશનલ લિબરલ વિઝા’ આપના માટે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.

‘પ્રોફેશન લિબરલ વિઝા’ ફ્રીલાન્સર, કન્સલ્ટન્ટ, ડિઝાઇનર, ટેક્નોલોજી પ્રોફેશનલ્સ, ક્રિએટિવ વર્કર તથા બિઝનેસ માલિકો માટે France જવા માટેનો સૌથી સરળ રસ્તો છે. બસ તેમણે એટલું સાબિત કરવાનું રહેશે કે તેમનું કામ અસલી છે અને આર્થિક રીતે ટકાઉ છે. વિઝા માટે અરજદારોએ એક ઉત્તમ પ્રોફેશનલ પ્લાન જમા કરાવવાનો રહેશે, યોગ્ય ફંડ દર્શાવવાનું રહેશે અને પોતાનાં પ્રોફેશન માટે ફ્રાન્સિસી નિયમોને પૂરા કરવા પડશે. આવો આ વિઝા અંગે વધુ જાણીએ.
લિબરલ પ્રોફેશન શું છે?
- લિબરલ પ્રોફેશન (સ્વતંત્ર વ્યાવસાયિક કાર્ય)માં ખાસ કરીને કોઈ પરંપરાગત કંપનીમાં કામ કરવા ઉપરાંત પોતાની પ્રોફેશનલ સર્વિસ આપવાનું સામેલ હોય છે.
- અરજદાર સીધા ગ્રાહકોને સર્વિસ આપી શકે છે અથવા ફ્રાન્સમાં સ્થાપિત કોઈ પ્રોફેશનલ એક્ટિવિટી દ્વારા કામ કરી શકે છે.
- તેનાં સચોટ નિયમો દરેક પ્રોફેશન પર આધાર રાખે છે. કેટલાંક કાર્યો માટે રેગ્યુલેશન છે અને તેના માટે ખાસ ડિપ્લોમા, લાઇસન્સ, પ્રોફેશનલ રજિસ્ટ્રેશન અથવા વિદેશી ડિગ્રીને વેરિફાઈ કરવાની જરૂર હોય છે.
ફ્રેન્ચ જોબ ઓફરની જરૂર નથી
આ વિઝાનો સૌથી મોટો ફાયદો એ છે કે, અરજદારે કોઈ ફ્રેન્ચ કંપની પાસેથી જોબ ઓફર લેવાની જરૂર નથી રહેતી. તે નીચે મુજબની વિગતો માટે ‘પ્રોફેશનલ લિબરલ વિઝા’ હેઠળ એપ્લાય કરી શકે છે.
- કોઈ નવું પ્રોફેશનલ કામ શરૂ કરવું
- ફ્રાન્સમાં સ્વતંત્ર રીતે કામ કરવું
- કોઈ ચાલુ કામમાં સામેલ થવું અને તેમાં ભાગ લેવો
- કોઈ લિબરલ પ્રોફેશનલ કામ કરવું
આનો અર્થ એ થાય છે કે, અરજદાર કોઈ એક ફ્રેન્ચ કંપની સાથે બંધાયેલ નથી હોતા. તે પોતાનું પ્રોફેશનલ કામ શરૂ કરી શકે છે, શરત માત્ર એટલી જ કે તેઓ Franceનાં રજિસ્ટ્રેશન, ટેક્સ અને પ્રોફેશનલ નિયમોનું પાલન કરે.
કંપની સ્પોન્સરશિપની પણ જરૂર નથી
પ્રોફેશનલ લિબરલ રૂટ સેલેરી વાળા વર્ક વિઝાથી અલગ છે. જે જોબ્સમાં સેલેરી મળે છે, તેના માટે જે વર્ક વિઝા મળે છે, તે ત્યારે જ મળે છે જ્યારે કંપનીની સ્પોન્સરશિપ હોય. આ સાથે એક એમ્પ્લોયમેન્ટ ઓફર અને વર્ક ઓથોરાઇઝેશનની પણ જરૂર પડે છે. ‘પ્રોફેશન લિબરલ વિઝા’નો સરળ નિયમ એ છે કે, અરજદારે પોતાનો પ્રોફેશન અથવા બિઝનેસ દર્શાવવાનો રહેશે. આ વિઝા એવા લોકો માટે સારા છે, જે પહેલાંથી જ ફ્રીલાન્સિંગ કરી રહ્યાં છે.
વિઝા માટે કોણ અરજી કરી શકે છે?
ભારતીય પ્રોફેશનલ્સ આ વિઝા માટે અરજી કરી શકે છે. કારણ કે આ રૂટ આ બિન યૂરોપિયન લોકો માટે ઉપલબ્ધ છે, જે ફ્રાન્સમાં સ્વતંત્ર રીતે કોઈ કામ કરવા માંગે છે. નીચેનાં લોકો આ વિઝા માટે અરજી કરી શકે છે.
- ફ્રીલાન્સર
- કન્સલ્ટન્ટ
- ડિઝાઇનર
- સોફ્ટવેર અને ટેક્નોલોજી પ્રોફેશનલ્સ
- માર્કેટિંગ અને કોમ્યુનિકેશન પ્રોફેસનલ્સ
- આર્ટિસ્ટ અને ક્રિએટિવ કામ કરનારા
- બિઝનેસનાં માલિક
- ખાસ પ્રકારની સર્વિસ આપનારા પ્રોફેશનલ્સ
આ કામ ફ્રાન્સનાં ‘સેલ્ફ એમ્પ્લોયડ’ (પોતાનું કામ કરનારા) અથવા ‘લિબરલ પ્રોફેશન’ (સ્વતંત્ર વ્યવાસિયક)નાં નિયમોમાં આવવા જોઈએ. આ વિઝા એક વર્ષ માટે મળે છે, જેને આગળ પણ વધારી શકાય છે. જોકે, એક્સટેન્શન દરમ્યાન એ દર્શાવવાનું રહેશે કે પ્રોફેશનલ્સનું કામ દેશ માટે કેવી રીતે ઉપયોગી છે.
વિઝા માટે કેવી રીતે અરજી કરવી?
ભારતીય અરજદાર સત્તાવાર France Visas Website પર ઓનલાઇન અરજી કરીને પોતાની પ્રક્રિયા શરૂ કરી શકે છે, જ્યાં તેમને સેલ્ફ-એમ્પ્લોયડ અથવા લિબરલ એક્ટિવિટી માટે લોન્ગ-સ્ટેનું સિલેક્શન કરવાનું રહેશે તથા જરૂરી દસ્તાવેજોની લિસ્ટ જોવા માટે વિઝા સહાયકનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ અરજદારે ભારતમાં કોઈ VFS Global કેન્દ્ર પર એપોઇન્ટમેન્ટ બુક કરાવવાની રહેશે, જ્યાં તે પોતાનાં દસ્તાવેજ તથા બાયોમેટ્રિક માહિતી જમા કરાવી શકે છે. જોકે VFS Global માત્ર અરજી ફોર્મ એકઠાં કરે છે. પરંતુ વિઝા આપવા કે નહીં તેનો નિર્ણય વિઝા ઓફિસર જ કરે છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.


