દુનિયાના સૌથી ખુશ દેશ Finlandમાં ભણવાનો ખર્ચ કેટલો આવે?

વિશ્વનાં કેટલાંક દેશો એવા છે, જે પોતાની શ્રેષ્ઠ એજ્યુકેશન સિસ્ટમ માટે ઓળખાય છે. આની પાછળનું મુખ્ય કારણ ત્યાંનું વાતાવરણ છે. આજે અમે વાત કરીએ છીએ Finlandની, જે વિશ્વનો સૌથી ખુશ દેશ કહેવાય છે.

0
90
Finland
Finland

વિશ્વનાં કેટલાંક દેશો એવા છે, જે પોતાની શ્રેષ્ઠ એજ્યુકેશન સિસ્ટમ માટે ઓળખાય છે. આની પાછળનું મુખ્ય કારણ ત્યાંનું વાતાવરણ છે. આજે અમે વાત કરીએ છીએ Finlandની, જે વિશ્વનો સૌથી ખુશ દેશ કહેવાય છે.

ઉજ્જવલ ભવિષ્ય

શું આપને ખબર છે, દુનિયાનો સૌથી ખુશ દેશ કયો છે? આપને જાણીને નવાઈ લાગશે કે, જે દેશને આ ખિતાબ મળ્યો છે, તેની વસ્તી માત્ર 56 લાખ છે અને ત્યાં ખૂબજ ઠંડી પડે છે. તેમ છતાં પણ ત્યાંના લોકો ખૂબજ ખુશ છે. વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ અનુસાર, યૂરોપમાં સ્થિત Finland વિશ્વનો સૌથી ખુશ દેશ ગણાય છે. છેલ્લાં 9 વર્ષથી સતત તે પહેલાં સ્થાન પર બિરાજમાન છે.

Finland
વિશ્વનાં કેટલાંક દેશો એવા છે, જે પોતાની શ્રેષ્ઠ એજ્યુકેશન સિસ્ટમ માટે ઓળખાય છે. આની પાછળનું મુખ્ય કારણ ત્યાંનું વાતાવરણ છે. આજે અમે વાત કરીએ છીએ Finlandની, જે વિશ્વનો સૌથી ખુશ દેશ કહેવાય છે.

હવે આપને થશે કે જો Finland વિશ્વનો સૌથી ખુશ દેશ હશે, તો ત્યાંનો અભ્યાસ પણ ખૂબજ સારો હશે. આ વાત સાચી છે, કેમકે Finlandની એજ્યુકેશન સિસ્ટમ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. હવે અહીં સવાલ એ આવે છે કે, જો કોઈ ભારતીયને Finlandમાં અભ્યાસ કરવો હોય, તો કેટલાં પૈસા ખર્ચ કરવા પડશે? ચાલો એ બાબતે વધુ જાણીએ અને સાથે જ ત્યાંની ટોપ યૂનિવર્સિટીઝ બાબતે પણ ચર્ચા કરીએ.

Finlandની ટોપ યૂનિવર્સિટીઝ

  • હેલ્સિંકી યૂનિવર્સિટીઃ પાટનગર હેલ્સિંકીમાં સ્થિત ફિનલેન્ડની આ સૌથી જૂની અને સૌથી મોટી યૂનિવર્સિટી છે, જેની સ્થાપના 1640માં થઈ હતી.
  • આલ્ટો યૂનિવર્સિટીઃ 2010માં ત્રણ યૂનિવર્સિટીઓને મર્જ કરીને આ યૂનિવર્સિટી બનાવવામાં આવી હતી. જેને ઇનોવેશનનું હબ માનવામાં આવે છે.
  • યૂનિવર્સિટી ઓફ તુર્કૂઃ 1920માં સ્થાપિત આ ફિનલેન્ડની બીજી સૌથી મોટી યૂનિવર્સિટી છે. ત્યાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.
  • યૂનિવર્સિટી ઓફ જિવેસ્ક્યુલાઃ આ યૂનિવર્સિટીને ટીચર્સ ટ્રેનિંગ માટે ઓળખવામાં આવે છે. અહીં 15 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.
  • યૂનિવર્સિટી ઓફ ઇસ્ટર્ન ફિનલેન્ડઃ આ યૂનિવર્સિટીને 2010માં જોએંસુ અને કુઓપિયો યૂનિવર્સિટીઝનો વિલય કરીને બનાવવામાં આવી હતી.
  • અન્ય મુખ્ય યૂનિવર્સિટીઓઃ લપેંરાંતા યૂનિવર્સિટી ઓફ ટેકનોલોજી, યૂનિવર્સિટી ઓફ ઓઉલુ, ટેમ્પરે યૂનિવર્સિટી ઓફ ટેકનોલોજી તથા યૂનિવર્સિટી ઓફ ટેમ્પરે.

ફિનલેન્ડમાં ટ્યૂશન ફી કેટલી હોય છે?

જો આપ નોન યૂરોપિયન દેશનાં નાગરિક છો, તો ફિનલેન્ડમાં અભ્યાસ કરવા માટે આપે ટ્યૂશન ફી આપવાની રહેશે. આનો અર્થ એ થયો કે ભારતીય વિદ્યાર્થીઓએ પણ બેચલર્સ અથવા માસ્ટર્સનાં અભ્યાસ માટે ટ્યૂશન ફી આપવી પડે છે. સ્ટડી ઇન ફિનલેન્ડ પ્રમાણે, અહીં ટ્યુશન ફી 8000 યૂરો (લગભગ 8.91 લાખ રૂપિયા)થી 20000 યૂરો (લગભગ 22 લાખ રૂપિયા)ની વચ્ચે છે, જે યૂનિવર્સિટી તેમજ કોર્સ પર આધારિત હોય છે. PhD માટે કોઈ ફી નથી લેવામાં આવતી, પછી ભલે તમે ગમે તે દેશનાં નાગરિક કેમ ન હોવ.

Finlandમાં રહેવાનો ખર્ચ કેટલો થાય છે?

Finlandમાં અભ્યાસ દરમ્યાન ટ્યુશન ફીની સાથે-સાથે રહેવા-ખાવાનો ખર્ચ પણ જાતે જ ઉઠાવવો પડે છે. ફિનલેન્ડ રહેવા માટે મોંઘો દેશ છે. આમ તો સરકારે ત્યાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે જે જરૂરી પૈસા બતાવ્યા છે, તે 800 યૂરો (લગભગ 89 હજાર રૂપિયા) માસિક છે. પરંતુ આ લોકેશનનાં હિસાબે 900 યૂરો (લગભગ 1 લાખ રૂપિયા)થી 1200 યૂરો (લગભગ 1.30 લાખ રૂપિયા)ની વચ્ચે રહે છે. આમાં રહેવા, ખાવા તથા ટ્રાવેલ ત્રણેયનો ખર્ચ સામેલ છે.

સ્ટુડન્ટ યૂનિયન અને હેલ્થકેર ફી

વિદેશી વિદ્યાર્થીઓને અહીં દર વર્ષે 50 યૂરો (લગભગ 5500 રૂપિયા)થી 70 યૂરો (લગભગ 7700 રૂપિયા) માત્ર સ્ટુડન્ટ યૂનિયન ફી તરીકે આપવાનાં હોય છે. તેનો ફાયદો પણ મળે છે, કેમકે તે ફી ભરીને વિદ્યાર્થી રેસ્ટોરેન્ટ તથા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જો આપ બેચલર્સ અથવા માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યાં છો, તો ફિનિશ સ્ટુડન્ટ હેલ્થ સર્વિસ (FSHS)ની સેવાઓનો ઉપયોગ કરવા માટે આપે વાર્ષિક સ્ટુડન્ટ હેલ્થકેર ફી ભરવાની રહેશે. વર્તમાન સમયમાં તે લગભગ 35 યૂરો (લગભગ 3900 રૂપિયા) પ્રતિ સેમિસ્ટર છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.