BSc Genetics સાયન્સનો કોર્સ છે. તે NEET વગર હેલ્થકેર સેક્ટરમાં કારકિર્દી બનાવવાનો રસ્તો આપે છે. અહીં આ કોર્સની ડિટેલ્સ, યોગ્યતા, જોબનાં સ્કોપ તથા તકો વગેરે બાબતે વિગતવાર જાણીએ.
ઉજ્જવલ ભવિષ્ય
દેશ-વિદેશમાં બાયોટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર રિસર્ચમાં Geneticsમાં પ્રોફેશનલ્સની માંગ વધી રહી છે. એવામાં જે વિદ્યાર્થીઓએ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી (PCB)માં પોતાનો ધોરણ-12નો અભ્યાસ પૂર્ણ કર્યો છે, તેઓ BSc Genetics કરી શકે છે. જોકે, આ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે NEETની જરૂર નથી. આવો, અહીં જાણીએ છીએ એ કોર્સ બાબતે, જે NEET કર્યા વગર હેલ્થકેર સેક્ટરમાં જવાનો રસ્તો છે.

BSc Genetics કોર્સ શું છે?
બેચલર ઓફ સાયન્સ ઇન જેનેટિક્સ BSc Genetics એક અંડર ગ્રેજ્યુએટ પોર્ગરામ છે. 3 વર્ષનો આ કોર્સ જીન, ક્રોમોસોમ, ડીએનએ સ્ટ્રક્ચર અને જેનેટિક બદલાવો વગેરેનાં અભ્યાસ પર ફોકસ કરે છે. તેનાં કરિક્યુલમમાં બાયોલોજી, સેલ બાયોલોજી, હ્યૂમન જેનેટિક્સ, પ્લાન્ટ અને એનિમલ જેનેટિક્સ તથા લેબોરેટરી રિસર્ચ ટેકનિક વગેરે વિષયો હોય છે. આ કોર્સ રિસર્ચ ઓરિએન્ટેડ છે.
NEET જરૂરી નથી, જાણો શું છે યોગ્યતા?
BSc Genetics કરવા માટે ઉમેદવારે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) આપવાની જરૂર નથી. આ કોર્સ માટેની લાયકાતમાં વિદ્યાર્થીએ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી (PCB) સાથે ધોરણ-12માં પાસ હોવું જરૂરી છે. જોકે, કોલેજ અને યૂનિવર્સિટીના આધાર પર ઓછામાં ઓછા 50થી 60 ટકા માર્ક્સનો મિનિમમ પાસિંગ ક્રાઇટેરિયા હોઈ શકે છે.
શું છે એડમિશન પ્રોસેસ?
વિદ્યાર્થીઓનું BSc Geneticsમાં એડમિશન ખાસ કરીને દર વર્ષે જૂન અને ઓગસ્ટ મહિનાની વચ્ચે હોય છે. વિદ્યાર્થી આ રીતે એડમિશન મેળવી શકે છે.
- મેરિટ બેસ્ડ એડમિશન : ધોરણ-12નાં માર્ક્સનાં આધારે
- એટ્રન્સ બેસ્ડ એડમિશન : કેટલીક યૂનિવર્સિટીઓ પોતાની એન્ટ્રન્સ એક્ઝામ કરાવે છે. સેન્ટ્રલ યૂનિવર્સિટીઓ માટે CUETનાં માધ્યમથી.
કેરિયર સ્કોપ અને જોબ પ્રોફાઇલ્સ
BSc Genetics કોર્સ બાદ પ્રાઇવેટ અને ગવર્નમેન્ટ હેલ્થકેર સેક્ટરમાં કારકિર્દીનાં સ્કોપ અને જોબ પ્રોફાઇલ્સ છે.
- જોબ સેક્ટરમાં રિસર્ચ સંસ્થાઓ : ICMR, CSIR, DRDO, સરકારી લેબ અને ડિપાર્ટમેન્ટ વગેરે.
- જોબ પ્રોફાઇલમાં જેનેટિક કાઉન્સિલર, લેબ ટેકનિશિયન, રિસર્ચ આસિસ્ટન્ટ, ક્લિનિકલ રિસર્ચ એસોસિએટ તથા બાયોટેકનોલોજી એક્ઝીક્યૂટીવ વગેરે.
BSc Genetics બાદ ઉચ્ચ અભ્યાસ
Geneticsમાં BSc પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે પણ જઈ શકે છે. વિદ્યાર્થીઓ જેનેટિક્સ, બાયોલોજી, મોલિક્યૂલર બાયોલોજી અને બાયોઇન્ફર્મેટિક્સમાં MSc કરી શકે છે. આ ઉપરાંત પીજી ડિપ્લોમા અને PhD માટે પણ એનરોલ થઈ શકે છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

