USAમાં ઇમિગ્રેશન સાથે જોડાયેલાં એટલાં બધા ફેરફારો થઈ રહ્યાં છે કે, તેનાં કારણે ત્યાં રહેનારા ભારતીય વર્કર્સે એ વાતનું સતત ધ્યાન રાખવું પડે છે. આવો જ એક ફેરફાર 18 સપ્ટેમ્બરથી Green Card બાબતે થઈ રહ્યો છે. આવો તે અંગે વધુ જાણીએ.
ઉજ્જવલ ભવિષ્ય
USAમાં Green Card મેળવવાની તૈયારી કરી રહેલાં ભારતીય વર્કર્સને આ નવા નિયમો અંગે પણ માહિતી હોવી જોઈએ. યૂએસ સિટીઝનશિપ એંડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) 18 સપ્ટેમ્બરથી Green Card માટે એપ્લાય કરનારા લોકોની તપાસ વધુ સઘન કરવા જઈ રહી છે. USCIS તરફથી ગ્રીનકાર્ડ અરજદારો માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં કેટલાંય નિયમો બતાવવામાં આવ્યાં છે, જે 18 સપ્ટેમ્બરથી લાગૂ થઈ રહ્યાં છે.

આ નિયમો હેઠળ એ તપાસવામાં આવે છે કે, અરજદાર ભવિષ્યમાં ક્યારેય સરકારી મદદ પર નિર્ભર તો નહીં થાય, જેને પબ્લિક ચાર્જ કહેવામાં આવે છે. આ ફેરફાર હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ (DHS)નાં તે નિયમ બાદ આવ્યો છે, જેણે 2022નાં પબ્લિક ચાર્જ નિયમોને રદ્દ કરી દીધાં છે. અપડેટેડ ગાઇડલાઇન્સ 18 સપ્ટેમ્બર કે તે પછી જમા કરાવવામાં આવનારા ગણતરીનાં ફોર્મ I-485 અરજીઓ પર લાગૂ થશે.
18 સપ્ટેમ્બરથી શું બદલાશે?
- નવી ગાઇડલાઇન્સ પ્રમાણે, USCIS અધિકારી તે વાતની ચોકસાઈ કરશે કે અરજદાર ભવિષ્યમાં ‘પબ્લિક ચાર્જ’ તો નહીં બની જાય ને? એટલે કે તે સરકાર પર તો નિર્ભર નહીં થઈ જાય ને?
- USCIS અધિકારી આ ચોકસાઈ કરવા માટે મુખ્ય 5 વાતો પર વિચાર કરશે. જેમાં ઉંમર, સ્વાસ્થ્ય, પરિવારની સ્થિતિ, સંપત્તિ, ફાઈનાન્સિયલ સ્થિતિ અને સ્કિલ તથા શિક્ષણ સામેલ છે.
- અધિકારી આ 5 ફેક્ટર્સ ઉપરાંત અન્ય ચીજોને પણ ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે કે ગ્રીનકાર્ડ મળવું જોઈએ કે નહીં.
- USCIS 18 સપ્ટેમ્બર કે તે પછી મળનારા ઘણાં પ્રકારનાં સરકારી લાભોને પણ જોશે.
- જેમાં રોકડ સહાય, આવાસ સહાય તથા ફૂડ સહાય જેવી ચીજો સામેલ હોઈ શકે છે.
જો કોઈ વ્યક્તિને સરકારી મદદ મળી રહી છે, તો તેનો મતલબ એવો જરાય નથી થતો કે, ગ્રીનકાર્ડની તેની અરજી સીધી જ રિજેક્ટ થઈ જશે. USCIS પહેલાં અરજદારની સ્થિતિનું અવલોકન કરશે અને ત્યારબાદ નિર્ણય કરશે. 18 સપ્ટેમ્બર પહેલાં મળેલાં તમામ લાભોનાં કિસ્સામાં અધિકારી માત્ર આવક માટે મળનારી સરકારી રોકડ સહાય તથા સરકારી ખર્ચ પર લાંબા સમય સુધી હોસ્પિટલ અથવા દેખરેખ કેન્દ્રમાં રહેવાની સ્થિતિ પર વિચાર કરી શકે છે.
ભારતીય વર્કર્સે શું ધ્યાન રાખવાનું રહેશે?
USCISનાં નવા ફેરફારો તે ભારતીય વર્કર્સ માટે મહત્વનાં હશે, જેઓ ગ્રીન કાર્ડ માટે અરજી કરી ચૂક્યાં છે, પરંતુ પબ્લિક ચાર્જ હેઠળ આવે છે. નોકરીનાં આધાર પર ગ્રીન કાર્ડ માટે અરજી કરી રહેલાં લોકો માટે USCIS નાણાંકીય સ્થિતિ, એજ્યુકેશન, સ્કિલ, કામનો ઇતિહાસ તથા ભવિષ્યની નોકરીની શક્યતાઓ વગેરે જેવાં ફેક્ટર્સને પણ ધ્યાનમાં રાખી શકે છે.
જ્યાં નિયમ લાગૂ થઈ શકે છે, ત્યાં USCIS ‘એફિડેવિટ ઓફ સપોર્ટ’ એટલે કે ફોર્મ I-864 પર પણ વિચાર કરી શકે છે. કેટલાંક કિસ્સાઓમાં, જો કોઈ અરજદારને માત્ર એટલા માટે અયોગ્ય ઠેરવવામાં આવે છે કે, તેનાં ભવિષ્યમાં પબ્લિક ચાર્જ બનવાની શક્યતા છે, તો તેને પબ્લિક ચાર્જ બોન્ડ જમા કરાવવાની તક આપવામાં આવી શકે છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

