US-UK નહીં, પરંતુ ડિગ્રી લેવા માટે ભારતીય Studentsને પસંદ આવી રહ્યું છે Dubai

Dubaiમાં મોટાભાગનાં લોકો જોબ કરવા માટે જાય છે, પરંતુ અહીં દુનિયાની કેટલીક શ્રેષ્ઠ યૂનિવર્સિટીઓ પણ હાજર છે. આ યૂનિવર્સિટીઝમાં ભણવા માટે ભારત સહિત વિશ્વનાં ખૂણે-ખૂણેથી વિદ્યાર્થીઓ આવે છે.

0
79
Dubai
Dubai

Dubaiમાં મોટાભાગનાં લોકો જોબ કરવા માટે જાય છે, પરંતુ અહીં દુનિયાની કેટલીક શ્રેષ્ઠ યૂનિવર્સિટીઓ પણ હાજર છે. આ યૂનિવર્સિટીઝમાં ભણવા માટે ભારત સહિત વિશ્વનાં ખૂણે-ખૂણેથી વિદ્યાર્થીઓ આવે છે.

ઉજ્જવલ ભવિષ્ય

સંયુક્ત આરબ અમિરાત (UAE)નાં Dubai શહેરનું નામ જ્યારે તમે સાંભળો છો, તો મનમાં તરત જ ઊંચી-ઊંચી ઇમારતોનો ખ્યાલ આવે છે. પરંતુ દુબઈ ઊંચી-ઊંચી ઇમારતો અને Job માટે એક બેસ્ટ ડેસ્ટિનેશન હોવા ઉપરાંત પણ ઘણું બધું છે. દુબઈ આજે હાયર એજ્યુકેશન માટે એક પોપ્યુલર ડેસ્ટિનેશન બન રહ્યું છે. અહીં બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વનાં ઘણાં દેશોની ટોપની યૂનિવર્સિટીઓ ઓછી કિંમતે ડિગ્રી આપી રહી છે.

Dubai
Dubaiમાં મોટાભાગનાં લોકો જોબ કરવા માટે જાય છે, પરંતુ અહીં દુનિયાની કેટલીક શ્રેષ્ઠ યૂનિવર્સિટીઓ પણ હાજર છે. આ યૂનિવર્સિટીઝમાં ભણવા માટે ભારત સહિત વિશ્વનાં ખૂણે-ખૂણેથી વિદ્યાર્થીઓ આવે છે.

ભારતીય વિદ્યાર્થીઓ પણ બ્રિટન, અમેરિકા, કેનેડા જેવા દેશોમાં અભ્યાસ કરવાને બદલે હવે દુબઈમાં ડિગ્રી લેવાનું પસંદ કરી રહ્યાં છે. આની પાછળનું એક મુખ્ય કારણ દુબઈનું ભારતથી નજીક હોવું છે, જેનાંથી આવવું-જવું ખૂબજ સરળ થઈ જાય છે. અહીં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જો કોઈને દુબઈમાં એડમિશન લેવું છે, તો તે કઈ રીતે લઈ શકે છે?

Dubaiમાં એડમિશન કેવી રીતે લેવામાં આવે છે?

યૂનિવર્સિટી ઓફ બર્મિંઘમ, Dubaiમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીને જ્યારે પૂછવામાં આવ્યું કે, Dubaiની યૂનિવર્સિટીમાં એપ્લાય કરનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝાની અસલ પ્રોસેસ કેવી હોય છે? કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે અને શું તેમને અચાનક કોઈ તકલીફનો સામનો કરવો પડ્યો હતો, જેનાં માટે ભારતીય વિદ્યાર્થીઓએ તૈયાર રહેવું જોઈએ?

આ અંગે તે વિદ્યાર્થી પાસેથી જાણવા મળ્યું કે, તેની એડમિશનની પ્રક્રિયા ખૂબજ સરળ રહી હતી. તેણે ધોરણ-12ની પરીક્ષાનું રિઝલ્ટ આવે તે પહેલાં જ એપ્લા કરી દીધું હતું. શરૂઆતમાં તેમને એક કંડીશનલ લેટર મળ્યો હતો, જેમાં શરત હતી કે તેમને મેથ્સમાં 85% માર્ક્સ લાવવાનાં રહેશે. જ્યારે તેનું ફાઈનલ રિઝલ્ટ આવ્યું ત્યારે તેણે તે શરતો પૂરી કરી લીધી હતી, તો થોડાંક દિવસ બાદ જ તેમને અનકંડીશનલ ઓફર લેટર મળી ગયો. ધોરણ-12નાં ગ્રેડ્સનાં આધાર પર તેમને 30% જેટલી સ્કોલરશિપ પણ મળી, જેનાંથી ટોટલ ખર્ચને વહન કરવો સરળ બની ગયું.

આવો જ અનુભવ યૂનિવર્સિટી ઓફ બર્મિંઘમમાં બીએસસી સાઇકોલોજીમાં અભ્યાસ કરતી એક ભારતીય વિદ્યાર્થીનીને થયો. તેણે જણાવ્યું કે, આ સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા માટે આપ કોઈ એક એવી એજન્સી દ્વારા અરજી કરી શકો છો, જે સીધી યૂનિવર્સિટી સાથે કામ કરતી હોય, પરંતુ જાતે એપ્લાય કરવું પણ ખોટું નથી. યૂનિવર્સિટી વિઝા તથા અન્ય બાબતોમાં તમારી મદદ કરે છે.

તેણે જણાવ્યું કે, અહીં વિઝા મળવામાં ઘણો લાંબો સમય લાગે છે. વિઝા મોડા આવવાને લીધે તેની પ્રવાસની ટાઇમલાઇન થોડી ડિસ્ટર્બ થઈ ગઈ. તેના કહેવા પ્રમાણે જો ભારતમાંથી આપ અરજી કરી રહ્યાં છો, તો જેટલાં જલ્દી થઈ શકે તેટલાં જલ્દી ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દો. આપ એવું જરાય નહીં ઇચ્છો કે, આપ ત્યાં જવા નીકળો ત્યાં સુધી તમને આ વાતની ચિંતા રહે.

દુબઈમાં અભ્યાસનાં ફાયદા શું છે?

Dubaiમાં અભ્યાસ કરવાનાં ઘણાં ફાયદા છે. અહીં ડિગ્રી લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, ભારત આવવું ખૂબજ સરળ રહે છે. વિદ્યાર્થીઓ રજામાં પણ આરામથી દુબઈથી ભારત આવી શકે છે, જે અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં ભણતાં વિદ્યાર્થીઓ માટે શક્ય નથી. એ ઉપરાંત અહીં રહેવાનો ખર્ચ પણ એ વાત પર આધાર રાખે છે કે આપની લાઇફસ્ટાઇલ કેવી છે.

વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, ‘મને અમેરિકા અને બ્રિટનની કેટલીક યૂનિવર્સિટીમાં એડમિશન મળી ગયું હતું. બ્રિટન અને અમેરિકાની સરખામણીએ દુબઈમાં ટ્યૂશન ફી લગભગ એટલી જ હતી, પરંતુ અમારા માટે નિર્ણય સેવામાં સૌથી મહત્વની ભૂમિકા યૂનિવર્સિટી ઓફ બર્મિંઘમ, દુબઈમાં મળેલી 40% સ્કોલરશિપે ભજવી. આનાંથી અમારા ઘણાં પૈસા બચી ગયા.

તેણે આગળ જણાવ્યું કે, રહેવાનાં ખર્ચમાં પણ ઘણું અંતર હતું. અમેરિકામાં રહેવાની જગ્યા શોધવી ઘણી ખર્ચાળ અને મુશ્કેલ છે. જ્યારે દુબઈમાં (એકેડમિક સિટીમાં કેએસકે હોમ્સ અથવા માયોરિયાડ જેવી હોસ્ટેલમાં) રહેવું ખૂબજ સરળ અને ઓછું તણાવપૂર્ણ છે, જ્યાં બજેટનાં હિસાબથી ઘણાં વિકલ્પ મળી જાય છે. રોજિંદા ખર્ચની વાત કરીએ તો, જો આપ થોડું સાચવીને ખર્ચ કરશો તો દુબઈ આપના માટે ખૂબજ ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. તેથી વિદ્યાર્થીઓ માટે દુબઈ પણ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે તેમ છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.