USAમાં એડમિશનથી જોડાયેલી પ્રક્રિયાથી હેરાન છો? જાણો પ્રોસેસ

USAમાં સ્પ્રિંગ ઇન્ટેક એક પોપ્યુલર એડમિશન ટાઇમ છે. આ દરમ્યાન દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે અરજી કરે છે. આ ઉપરાંત એ વિદ્યાર્થીઓ પણ અરજી કરે છે, જેમને કોઈ કારણવશ ફોલ ઇન્ટેકમાં એડમિશન નથી મળ્યું.

0
120
Study in USA
Study in USA

USAમાં સ્પ્રિંગ ઇન્ટેક એક પોપ્યુલર એડમિશન ટાઇમ છે. આ દરમ્યાન દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે અરજી કરે છે. આ ઉપરાંત એ વિદ્યાર્થીઓ પણ અરજી કરે છે, જેમને કોઈ કારણવશ ફોલ ઇન્ટેકમાં એડમિશન નથી મળ્યું.

ઉજ્જવલ ભવિષ્ય

USAમાં જે રીતે ફોલ ઇન્ટેક એડમિશન માટે પ્રખ્યાત છે, તેવી જ રીતે સ્પ્રિંગ ઇન્ટેકમાં પણ એડમિશન માટે ખૂબજ અરજીઓ આવે છે. આ ઇન્ટેક ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો છે, જે USAમાં ફોલ ઇન્ટેકમાં એડમિશન લેવાથી ચૂકી ગયા છે, અથવા જેનો અભ્યાસ હાલમાં જ પૂર્ણ થયો છે અને તેઓ એડમિશન મેળવવા માંગે છે. સ્પ્રિંગ ઇન્ટેકમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ માટે વર્ગોની શરૂઆત જાન્યારીમાં થાય છે.

Study in USA
USAમાં સ્પ્રિંગ ઇન્ટેક એક પોપ્યુલર એડમિશન ટાઇમ છે. આ દરમ્યાન દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે અરજી કરે છે. આ ઉપરાંત એ વિદ્યાર્થીઓ પણ અરજી કરે છે, જેમને કોઈ કારણવશ ફોલ ઇન્ટેકમાં એડમિશન નથી મળ્યું.

જો આપ પણ USAમાં સ્પ્રિંગ ઇન્ટેકમાં એડમિશન લેવાનાં છો, તો ત્યારબાદ આપને ઘણાં પેપરવર્કમાંથી પસાર થવું પડશે. જે કેટલાંય લોકોને કન્ફ્યુઝ કરી દે છે. SEVIS, I-20, DS-160 જેવાં ઘણા ડોક્યુમેન્ટ્સ બાબતે આપને ઘણું સાંભળવા મળશે, જે કન્ફ્યુઝિંગ પણ લાગી શકે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ આ ડોક્યુમેન્ટ્સને સારી રીતે સમજી નથી શકતા અને યોગ્ય સમયે વિઝા વગેરે માટે અરજી કરવાથી રહી જાય છે. જેનાંથી તેમનુ એડમિશન પણ જોખમમાં આવી જાય છે.

એકવાર જ્યારે આપ સમજી જાઓ છો કે, દરેક ડોક્યુમેન્ટ્સ વાસ્તવમાં શું કામ કરે છે, તો સમગ્ર પ્રક્રિયા સમજમાં આવવા લાગે છે. આ વાસ્તવમાં એક ચેનની જેમ છે, એક ડોક્યુમેન્ટ સાથે આગળનું ડોક્યુમેન્ટ જોડાયેલું હોય છે. અને દરેક ડોક્યુમેન્ટનો હેતુ અમેરિકન સરકારને કોઈ ખાસ વાત સાબિત કરવાનો હોય છે. એવામાં આજે આપણે સ્ટેપ-બાય-સ્ટેપ આ ચેન બાબતે જાણીશું, જેથી આપને ખબર પડે કે, કયા ડોક્યુમેન્ટનું કામ શું હોય છે અ કેવી રીતે તેને લઈને કન્ફ્યુઝ થવાની જરૂર નથી.

ડોક્યુમેન્ટ્સની જરૂર શા માટે પડે છે?

વાસ્તવમાં, હવે અહીં સવાલ એ ઉભો થાય છે કે, USAમાં અભ્યાસ સાથે જોડાયેલાં આટલા બધા ડોક્યુમેન્ટ્સની જરૂર શા માટે પડે છે? અમેરિકન સરકાર આ ડોક્યુમેન્ટ્સ દ્વારા શું સમજવા માંગે છે? સરકાર આ બધા દસ્તાવેજો દ્વારા ત્રણ મુખ્ય બાબતો અંગે જાણવા માંગે છે.

  • શું આપ ખરેખર અભ્યાસ કરનાર છો અને યોગ્ય યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવો છો?
  • શું સરકારનાં ટ્રેકિંગ સિસ્ટમને એ ખબર છે કે, આપ એક વિદ્યાર્થી તરીકે અમેરિકામાં છો?
  • આપ કોણ છો અને શું આપ વિઝા નિયમોનું પાલન કરનારા છો?

ફોર્મ I-20 શું છે?

ફોર્મ I-20 એ સત્તાવાર રીતે ‘સર્ટિફિકેટ ઓફ એલિજિબિલિટી ફોર નોન-ઇમિગ્રન્ટ સ્ટુડન્ટ સ્ટેટસ’ કહેવાય છે. યૂનિવર્સિટી પહેલા જુએ છે કે, વિદ્યાર્થી પાસે અભ્યાસ કરવા માટે પૂરતા પૈસા છે અને તે કોર્સમાં એડમિશન લેવા માટે લાયક છે. ત્યારે જ I-20 ફોર્મ જારી કરે છે. I-20 ફોર્મ વગર કોઈપણ પ્રકારની આગળની પ્રોસેસ પૂરી થઈ શકતી નથી. ફોર્મ I-20 પર નીચે મુજબની ચીજો હોય છેઃ

  • SEVIS ID નંબર
  • કોર્સ સાથે જોડાયેલી વિગતો
  • યૂનિવર્સિટી કોડ
  • ફાઈનાન્સિયલ સર્ટિફિકેટ

SEVIS ફી (I-901)  શું છે?

SEVISનો મતલબ થાય છે, ‘સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઇન્ફોર્મેશન સિસ્ટમ.’ આ એક ડેટાબેસ છે, જેનો ઉપયોગ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દેશમાં દરેક વિદેશી વિદ્યાર્થીઓને ટ્રેક કરવા માટે કરે છે. આમાં એડમિશનનાં દિવસથી માંડીને ગ્રેજ્યુએશન બાદ સુધીની માહિતી સામેલ હોય છે. આપનું I-20 આપને આ સિસ્ટમમાં સામેલ તો કરી દે છે, પરંતુ આપનો રેકોર્ડ ત્યાં સુધી ઇનએક્ટિવ રહે છે, જ્યાં સુધી આપ તેને એક્ટિવ કરવા માટે ખાસ ફી નથી ભરતા.

અમેરિકામાં SEVIS ફી 350 ડોલર છે, જેને ઓનલાઇન ભરવી પડે છે. આ વિઝા ફીથી તદ્દન અલગ પેમેન્ટ છે. આ પેમેન્ટ કરવાથી અન્ય કશું કવર નથી થતું. ઘણાં વિદ્યાર્થીઓ આ બંનેમાં કન્ફ્યુઝ થઈ જાય છે અને ભૂલથી બે વાર પેમેન્ટ કરી દે છે અથવા ખોટી ફીનું પેમેન્ટ કરીને વિઝા ફી માટે પહોંચી જાય છે. આનું પેમેન્ટ સીધું યુએસ સરકારને જાય છે, ન કે USAમાં આપની યૂનિવર્સિટી કે અમેરિકન એમ્બેસીને. SEVIS ફી વિઝા ઇન્ટરવ્યુ પહેલાં ભરવાની હોય છે.

DS-160 શું છે?

DS-160ને નોન-ઇમિગ્રેન્ટ વિઝા એપ્લિકેશન ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ એ ફોર્મ છે, જેને ભરીને વિઝા માટે અરજી કરવામાં આવે છે. આ ફોર્મને યૂએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટની વેબસાઇટ દ્વારા જમા કરાવવામાં આવે છે. આનાં દ્વારા જ સત્તાવાર રીતે USAમાં F-1 વિઝા માટે અરજી કરવામાં આવે છે. વિઝા ઇન્ટરવ્યૂ દરમ્યાન મોટાભાગનાં સવાલો આ ફોર્મમાં ભરવામાં આવેલી માહિતીનાં આધારે જ પૂછવામાં આવે છે. ફોર્મમાં નીચે મુજબની માહિતી હોય છે.

  • પર્સનલ માહિતી (નામ, સરનામું, પરિવાર અંગેની માહિતી, પાસપોર્ટ અંગેની માહિતી)
  • ટ્રાવેલ પ્લાન અને મુસાફરીનો હેતુ
  • અભ્યાસનો ઇતિહાસ તથા તે કોલેજની માહિતી જ્યાં આપ અભ્યાસ કરશો. (આપનાં I-20માંથી લેવામાં આવેલ માહિતી)
  • કામનો ઇતિહાસ (જો હોય તો)
  • સલામતી સાથે જોડાયેલાં સવાલ

માત્ર DS-160 ફોર્મ ભરવાથી આપની વિઝા અરજીની પ્રક્રિયા પૂરી નથી થઈ જતી. આપે ભારત માટેનાં સત્તાવાર US વિઝા એપોઇન્ટમેન્ટ પોર્ટલ દ્વારા MRV ફી (મશીન રિડેબલ વિઝા ફી) પણ ભરવાની રહેશે. આ ફીથી આપ પોતાનો વિઝા ઇન્ટરવ્યુનો સ્લોટ બુક કરી શકો છો. આ ફી નોન-રિફંડેબલ હોય છે. એટલે કે જો આપનાં વિઝા રિજેક્ટ થઈ જાય છે, તો આપને આ પૈસા પરત નહીં મળે.

પેપરવર્કને લઈને શું ભૂલો કરે છે ભારતીય વિદ્યાર્થીઓ?

હવે આપને આ દસ્તાવેજો અંગે તમામ માહિતી મળી ચૂકી છે, જેની USAમાં એડમિશન બાદ જરૂર પડે છે. પરંતુ કેટલીય વાર એવું પણ થાય છે કે, વિદ્યાર્થી આ ડોક્યુમેન્ટ્સમાં કન્ફ્યુઝ રહે છે અને ભૂલ કરી બેસે છે.

વિદ્યાર્થીઓને SEVIS ફી પણ I-20 ફોર્મની ફાઈનલ નકલ મળ્યા બાદ જ ભરવી જોઈએ. તથા સમગ્ર પ્રક્રિયા દરમ્યાન તેની રસીદ પોતાની પાસે રાખવી જોઈએ. યોગ્ય ક્રમ આ રીતે છેઃ I-20 એપ્લિશન મેળવવી તથા તેને ચેક કરવી, SEVIS ફી ભરવી, DS-160 એપ્લિકેશનને યોગ્ય રીતે ભરવું, વિઝા માટે પેમેન્ટ કરવું, વિઝા ઇન્ટરવ્યુ માટે સમય નક્કી કરવો તથા જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.