જર્મનીમાં કેટલીય એવી સંસ્થાઓ છે, જે દુનિયાભરમાંથી રિસર્ચર્સને બોલાવે છે. એવી જ એક સંસ્થા અલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ ફાઊન્ડેશન છે, જે ભારતીય રિસર્ચર્સને German Fellowship ઓફર કરી રહ્યું છે. આવો તે અંગે વિગતે જાણીએ…
ઉજ્જવલ ભવિષ્ય
જર્મનીમાં રિસર્ચ પર ખૂબજ ફોકસ કરવામાં આવે છે. તેનો અંદાજ આ એ જ વાતથી લગાવી શકો છો કે, અહીં યૂનિવર્સિટીની સાથે-સાથે ઘણાં ફાઉન્ડેશન પણ રિસર્ચર્સને Fellowship આપીને બોલાવી રહ્યાં છે. આ જ શ્રેણીમાં અલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ ફાઉન્ડેશન દ્વારા હમ્બોલ્ટ રિસર્ચ Fellowshipની જાહેરાત કરવામાં આવી છે, જેનાં દ્વારા ભારતીયો પણ અરજી કરી શકે છે. આ ફેલોશિપ તેમને જર્મની આવીને જર્મન સંસ્થાઓમાં રિસર્ચ કરવાની તક આપશે.

ભલે આપનું PhD પૂર્ણ થઈ ચૂક્યું હોય કે, આપ નવી રિસર્ચ કરવા માંગો છો, આપને આ ફેલોશિપ દ્વારા જર્મની જવાની તક મળી શકે છે. આ ફેલોશિપ આંતરરાષ્ટ્રીય સહયોગની સાથે-સાથે સારું ફંડિંગ અને શ્રેષ્ઠ નેટવર્કિંગની પણ તક આપે છે. આવો હમ્બોલ્ટ રિસર્ચ ફેલોશિપ અંગે વધુ જાણીએ અને સમજીએ કે તેમાં કોણ અરજી કરી શકે છે.
હમ્બોલ્ટ રિસર્ચ Fellowship શું છે?
હમ્બોલ્ટ રિસર્ચ Fellowship માત્ર એક ગ્રાંટ નથી, પરંતુ તે એ રસ્તો છે, જેનાં દ્વારા કીપણ રિસર્ચર હમ્બોલ્ટિયન નેટવર્કનો ભાગ બની શકે છે. તેને મેળવનાર રિસર્ચરને આર્થિક સહાયતા તો મળે જ છે, સાથેસાથે એક એવું વાતાવરણ પણ મળે છે, જેમાં તે શ્રેષ્ઠ રિસર્ચ કરી શકે. અલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ ફાઉન્ડેશન મહિલા વૈજ્ઞાનિકો તથા ઓછા પ્રતિનિધિત્વવાળા સમૂહો દ્વારા કરવામાં આવેલી અરજીનું વિશેષ રૂપથી સ્વાગત કરે છે.
જર્મનીની Fellowshipમાં કોણ અરજી કરી શકે છે?
હમ્બોલ્ટ રિસર્ચ ફેલોશિપ માટે અરજદારોને બે શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે. દરેક કેટેગરીની પોત-પોતાની શરતો છે. સૌથી પહેલાં આપણે પોસ્ટડોક્ટોરલ રિસર્ચર્સ માટેની શરતોને સમજીએ. ત્યારબાદ અનુભવી રિસર્ચર્સ માટે રાખવામાં આવેલી શરતોને સમજીએ.
પોસ્ટડોક્ટરલ રિસર્ચર્સ માટેની શરતો
- લાયકાતઃ અરજદારે છેલ્લાં 4 વર્ષમાં PhD પૂર્ણ કરી હોવી જોઈએ. જો PhD પૂર્ણ થવાની હોય તો પણ અરજી કરી શકાય છે. શરત માત્ર એટલી જ રહેશે કે, સિલેક્શનમાં બેસતા પહેલાં તે ડિગ્રી પૂર્ણ હોવી જોઈએ.
- અપેક્ષાઃ અરજદાર પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તેનો પબ્લિકેશન રેકોર્ડ સારો હોય, જો તે આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રમાણે હોય તો તે વધુ સારું રહેશે.
- ફેલોશિપ સ્ટાઇપેન્ડઃ ફેલોશિપ મેળવનાર રિસર્ચરને દર મહિને 3000 યૂરો (લગભગ 3.34 લાખ રૂપિયા) આપવામાં આવશે.
- ફેલોશિપનો સમયગાળોઃ ફેલોશિપ 6થી 24 મહિના સુધી ચાલશે.
અનુભવી રિસર્ચર્સ માટેની શરતો
- લાયકાતઃ અરજદારે છેલ્લાં 12 વર્ષોમાં પોતાનું ડોક્ટરેટ પૂર્ણ કરેલ હોવું જોઈએ.
- લીડરશિપઃ અરજદાર પાસે આસિસ્ટન્ટ પ્રોફેસર, લેક્ચરર અથવા કોઈ રિસર્ચ ગ્રુપનાં વડા હોવાનો અનુભવ હોવો જોઈએ.
- પબ્લિકેશન રેકોર્ડઃ અરજદારની પાસે મહત્વપૂર્ણ રિસર્ચ પેપરનો વિસ્તૃત રેકોર્ડ હોવો જોઈએ.
- ફેલોશિપ સ્ટાઇપેન્ડઃ રિસર્ચરને 3600 યૂરો (લગભગ 4 લાખ રૂપિયા) પ્રતિ માસ આપવામાં આવશે.
- ફેલોશિપનો સમયગાળોઃ ફેલોશિપ 6થી 18 મહિના સુધી ચાલશે.
- અરજી માટેની લિંકઃ Humboldt Research Fellowship
હમ્બોલ્ટ રિસર્ચ માટેનાં જરૂરી ડોક્યુમેન્ટ્સ
- CV
- રિસર્ચ આઉટલાઇન
- પબ્લિકેશનનું લિસ્ટ
- અસલી રિસર્ચ પેપર
- ડોક્ટરેટ સર્ટિફિકેટ
- લેંગ્વેજ સર્ટિફિકેટ
- બે નિષ્ણાતોનાં સમીક્ષા પત્રો
- હોસ્ટ સ્ટેટમેન્ટ
Fellowship માટેની અરજી પ્રક્રિયાને સમજો
2024થી જ આ Fellowship માટે મોટી સંખ્યામાં અરજીઓ આવી રહી છે. તેને જોતાં દર વર્ષે ત્રણ વાર અરજી કરવાની તક આપવામાં આવે છે. દરેક રાઉન્ડમાં વધુમા વધુ 800 લોકો જ અરજી કરી શકે છે. હાલમાં જે રાઉન્ડ શરૂ થવાનો છે, તેના માટેની અરજીઓ 15 જુલાઈથી શરૂ થઈ જશે. ત્યાં સુધી આપ પોતાના બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી શકો છો. આ રીતે આપના માટે અરજી કરવી સરળ રહેશે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

