શું USAમાં પુરુષોના મુકાબલે વધુ કમાય છે મહિલાઓ? Salaryમાં કેટલું છે અંતર?

USAમાં મહિલાઓ અને પુરુષોને આપવામાં આવતી Salaryને લઈને ઘણો વિવાદ રહ્યો છે. આ એક એવો વિષય છે, જેની પર દાયકાથી ચર્ચા ચાલી રહી છે.

0
367
Salary
Salary

USAમાં મહિલાઓ અને પુરુષોને આપવામાં આવતી Salaryને લઈને ઘણો વિવાદ રહ્યો છે. આ એક એવો વિષય છે, જેની પર દાયકાથી ચર્ચા ચાલી રહી છે.

ઉજ્જવલ ભવિષ્ય

USAને નવી તકોનો દેશ કહેવામાં આવે છે, જો ત્યાં કોઈ મહેનત કરનાર વ્યક્તિ છે, તો તેને જરૂરથી સફળતા મળશે. આ જ કારણ છે કે, દુનિયાભરના લોકો પોતાની આંખોમાં નવા સપના લઈને પોતાના ઘરબાર, વતન, પરિવાર છોડીને અમેરિકા ચાલ્યા જાય છે. ખુદ ભારતમાંથી જ અમેરિકામાં હજારો લોકો જોબ માટે જાય છે. માત્ર એટલું જ નહિ, પરંતુ હાયર એજ્યુકેશન મેળવવા માટે પણ અમેરિકા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા લાખોમાં છે.

Salary
USAમાં મહિલાઓ અને પુરુષોને આપવામાં આવતી Salaryને લઈને ઘણો વિવાદ રહ્યો છે. આ એક એવો વિષય છે, જેની પર દાયકાથી ચર્ચા ચાલી રહી છે.

શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, બધા USA જ શા માટે જવા માંગે છે? આખરે અમેરિકામાં એવું શું છે? તો આનો જવાબ છે કે, અમેરિકા દુનિયાના એવા દેશોમાં સામેલ છે જ્યાં સૌથી વધુ Salary આપવામાં આવે છે. યૂરોપિયન દેશ પણ સારી Salary આપવા માટે પ્રખ્યાત છે. પરંતુ જે Salary USAમાં આપવામાં આવે છે, જેનો મુકાબલો કોઈ ન કરી શકે. હવે એવામાં એ સવાલ ઉઠે છે કે, શું અમેરિકામાં પુરુષો અને મહિલાઓની સેલેરી સમાન છે? કે પછી પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ સેલેરી મેળવે છે? તો આવો આ વાત વિગતે જાણીએ.

અમેરિકામાં મહિલા-પુરુષની Salaryમાં અંતર

USA ભલે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને સૌથી આધુનિક દેશ છે, પરંતુ આ દેશમાં પણ મહિલાઓ પુરુષોની સરખામણીએ વધુ કમાય છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના મત અનુસાર, મહિલાઓની સરેરાશ કમાણી પુરુષોની તુલનામાં 85% હતી. અમેરિકી સેન્સસ બ્યૂરોનાં મતાનુસાર, અમેરિકામાં જો કોઈ મહિલા અને પુરુષ ફુલ ટાઇમ વર્કર તરીકે કામ કરે છે, તો ત્યાં પુરુષને 1 ડોલર આપવામાં આવી રહ્યો છે, તો તેની સરખામણીએ મહિલાને માત્ર 81 સેન્ટ જ મળે છે.

સેન્સસ બ્યૂરોનાં મતાનુસાર, 2024માં Salary વચ્ચેનું અંતર વધ્યું. કેમકે, પુરુષોની સેલેરીમાં વધારો થયો, જ્યારે મહિલાઓની Salary એ જ રહી. ફુલટાઇમ કામ કરનાર પુરુષોની સરેરાશ આવક 2024માં 71,090 ડોલર હતી, જે તેનાથી પહેલાનાં વર્ષની સરખામણીએ 3.7% વધુ હતી. તેની સરખામણીએ મહિલાઓની આવક 52,520 રહી, જે 2023ની સરખામણીએ ઓછી છે. યુએસ બ્યુરો ઓફ લેબર સ્ટેટિક્સનાં મતાનુસાર, અમેરિકામાં 12 કરોડથી વધુ લોકા કામ કરી રહ્યાં છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.