વિશ્વની શ્રેષ્ઠ યૂનિવર્સિટીઓમાંથી એક MIT પોતાનાં શ્રેષ્ઠ શિક્ષણ માટે પ્રખ્યાત છે. તેમાં ભણનારા વિદ્યાર્થીઓને જોબ મેળવવી ખૂબજ સરળ રહે છે.
ઉજ્જવલ ભવિષ્ય
જ્યારે અમેરિકામાં ભણવાન વાત આવે, તો વિદ્યાર્થીઓ એવી યૂનિવર્સિટી પસંદ કરે છે, જેમાં ભણ્યા બાદ તરત જ જોબ મળી જાય. આ જ કારણ છે કે, મોટાભાગના વિદ્યાર્થીઓને ‘મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી’ (MIT) વધુ પસંદ પડે છે. અહીં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ઘણી ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવા માટે સક્ષમ હોય છે. 3D પ્રિન્ટિંગ અને બાયોનિક પ્રોસ્થેસિસ જેવી મોટી શોધ કરનારા વિદ્યાર્થીઓ મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી જ અભ્યાસ કરતા હતા.

MITનાં પૂર્વ વિદ્યાર્થીઓમાં નોબેલ પુરસ્કાર વિજેતા, નેશનલ મેડિકલ ઓફ સાયન્સ હાંસલ કરનારા લોકો અને મેકઓથર ફેલો સામેલ છે. આ સંસ્થાને પોતાની રોજગારની ક્ષમતા માટે ઓળખવામાં આવે છે. QS World University Ranking મુજબ, એમ્પ્લોયર રેપ્યુટેશન અને એમ્પ્લોયમેન્ટ આઉટકમનાં મામલે MITને 100માંથી 100 ગુણ મળ્યા છે. આનાથી એ ખબર પડે છે કે, કંપનીઓ અહીંનાં ગ્રેજ્યુએટ્સને તેમનાં ટેકનિકલ નોલેજ, તકલીફોને પાર પાડવાની ક્ષમતા અને ક્રિએટિવ થિન્કિંગનાં આધાર પર જોબ ઓફર કરે છે.
MIT ગ્રેજ્યુએટ્સને શા માટે સરળતાથી મળી જાય છે જોબ?
હવે અહીં સવાલ એ ઉભો થાય છે કે, MIT ગ્રેજ્યુએટ્સને કંપનીઓ શા માટે સરળતાથી જોબ આપી દે છે? આખરે અહીં એવું તો શું ભણાવવામાં આવે છે કે, જેના લીધો તેઓ જોબ માર્કેટ માટે યૂનિવર્સિટીમાંથી તૈયાર થઈને જ બહાર આવે છે. આવો, કેટલાંક મુદ્દાઓ દ્વારા સમજીએ કે MIT ગ્રેજ્યુએટ્સની કંપનીઓમાં આટલી માંગ કેમ છે?
- પ્રેક્ટિકલ ટ્રેનિંગઃ MITમાં વિદ્યાર્થીઓને માત્ર થિયરી ભણાવવા પર જ ભાર મૂકવામાં નથી આવતો, પરંતુ તેમને લેબ્સ અને પ્રોજેક્ટ્સ દ્વારા વાસ્તવિક દુનિયાની તકલીફોને દૂર કરવાનું પણ શીખવવામાં આવે છે.
- પડકારોને ઝીલવાનો દ્રષ્ટિકોણઃ કંપનીઓનું માનવું છે કે, MITમાંથી ગ્રેજ્યુએટ થયેલાં વિદ્યાર્થીઓની પાસે મુશ્કેલથી મુશ્કેલ પડકારોને ઝીલવાની કાબેલિયત હોય છે. તેઓ ટેકનિકલ પડકારોને પણ ચપટીમાં સોલ્વ કરી શકે છે.
- મજબૂત નેટવર્કઃ MITમાંથી અભ્યાસ કરીને નીકળેલા વિદ્યાર્થીઓ ગૂગલ, એમેઝોન, મેકેન્ઝી જેવી કંપનીઓમાં જોબ કરી રહ્યાં છે. અહીંનું એલુમનાઈ નેટવર્ક ખૂબજ મજબૂત છે, જેનાં લીધે વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં તકલીફ નથી પડતી.
- ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપઃ મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં કોર્સિસને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓને બિઝનેસ અને ટેકનોલોજી બાબતે એક સાથે જ ભણાવી શકાય. આ જ કારણથી વિદ્યાર્થીઓ જોબ શોધવામાં કંપની બનાવવા માટે પણ તૈયાર થાય છે.
- દુનિયાભરમાં પ્રતિષ્ઠાઃ QS Rankingમાં MITને સતત પહેલું સ્થાન પ્રાપ્ત થતું રહ્યું છે. જેના લીધે અહીંથી મળનારી ડિગ્રીની વેલ્યુ ઘણી ઊંચી હોય છે. આ જ કારણથી જોબ માટે ઇન્ટરવ્યુ ખૂબજ સરળ રહેતો હોય છે.
વિદ્યાર્થીઓને કેટલું પેકેજ મળી રહ્યું છે?
Graduating Student Survey અનુસાર, મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી અભ્યાસ કરીને બહાર આવનાર વિદ્યાર્થીઓનો એવરેજ વાર્ષિક પગાર 1.45 લાખ ડોલર (લગભગ 1.33 કરોડ રૂપિયા) હોય છે. અહીંથી MBA કરનારા વિદ્યાર્થીઓનાં આંકડાથી જ ખબર પડી જાય છે કે વિદ્યાર્થીઓને કેટલાં પૈસા મળી રહ્યાં છે. 2025માં મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી MBA કરનારા વિદ્યાર્થીઓને 270થી વધુ કંપનીઓએ જોબ ઓફર કરી. કન્સલ્ટિંગ (32%), ટેકનોલોજી (23%), ફાઈનાન્સ (21%) અને હેલ્થકેર (8%) સેક્ટર્સ જોબ આપવામાં સૌથી આગળ રહ્યાં. MBA ગ્રેજ્યુએટ્સનો એવરેજ વાર્ષિક પગાર 1.58 કરોડ રૂપિયા સુધી છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

