Canadaમાં Engineering કે ભારતમાં ટિયર-2થી BTech?

ભારતમાં Engineeringનો ક્રેઝ ખૂબજ વધુ છે, તેથી જ દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ JEE Mainની પરીક્ષા આપે છે. કેટલાંક એવા વિદ્યાર્થીઓ હોય છે, જેઓ એન્જીનિયરિંગ કરવા વિદેશ પણ જાય છે.

0
96
Engineering
Engineering

ભારતમાં Engineeringનો ક્રેઝ ખૂબજ વધુ છે, તેથી જ દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ JEE Mainની પરીક્ષા આપે છે. કેટલાંક એવા વિદ્યાર્થીઓ હોય છે, જેઓ એન્જીનિયરિંગ કરવા વિદેશ પણ જાય છે.

ઉજ્જવલ ભવિષ્ય

ભારતની ટોપ Engineering સંસ્થાઓમાં એડમિશન મળવું ખૂબજ મુશ્કેલ હોય છે, કેમકે અહીં સ્પર્ધા ખૂબજ હોય છે તથા સીટોની સંખ્યા મર્યાદિત હોય છે. IIT-Bombay, IIT-Madras, IIT-Delhi જેવી ટોચની સંસ્થાઓમાં એડમિશન ત્યારે જ મળે છે, જ્યારે પહેલાં JEE Main ક્લિયર કર્યું હોય તથા બાદમાં JEE Advancedમાં પણ સારા માર્ક્સ હોય. કેટલાંક એવાં પણ વિદ્યાર્થીઓ હોય છે, જે આ ટોચની સંસ્થાઓથી ઓછી પ્રતિષ્ઠિત એન્જીનિયરિંગ કોલેજોમાં એડમિશન મેળવે છે.

Engineering
ભારતમાં Engineeringનો ક્રેઝ ખૂબજ વધુ છે, તેથી જ દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ JEE Mainની પરીક્ષા આપે છે. કેટલાંક એવા વિદ્યાર્થીઓ હોય છે, જેઓ એન્જીનિયરિંગ કરવા વિદેશ પણ જાય છે.

પરંતુ, કેટલાંક એવા પણ વિદ્યાર્થીઓ હોય છે, જેઓની JEE Main તો ક્લિયર થઈ ગઈ હોય છે, તેમ છતાં પણ તેઓ ભારતને બદલે વિદેશમાં Engineering કરવા માટે જાય છે, જ્યાં એન્જીનિયરિંગ માટે ઘણી સારી યૂનિવર્સિટી હાજર છે. ભારતીય વિદ્યાર્થીઓને કેનેડા જવા પર ગ્લોબલ એજ્યુકેશન તો મળે જ છે, પરંતુ સાથે જ તેમને વિદેશમાં કારકિર્દી બનાવવાની પણ તક મળે છે.

પરંતુ આ બધી બાબતોની વચ્ચે એક સવાલ એ ઉભો થાય છે કે, જો કોઈને ભારતની ટોચની સંસ્થામાં એડમિશન નથી મળતું, પરંતુ ટિયર 2 યૂનિવર્સિટીમાં પ્રવેશ મળી જાય છે, એવા વિદ્યાર્થીએ શું ભારતમાં જ BTech કરવું જોઈએ કે તેમણે કેનેડા જઈને એન્જીનિયરિંગની ડિગ્રી લેવી જોઈએ? એક અગ્રણી સ્ટડી અબ્રોડ એક્સપર્ટનું કહેવું છે કે, ભારતમાં એન્જીનિયરિંગ ગ્રેજ્યુએટ્સની પાસે નોકરીની તકો ઓછી હોય છે, પરંતુ કેનેડામાં નોકરીની તકો વધુ મળે છે.

ટિયર 2 એન્જીનિયરિંગ યૂનિવર્સિટીઝ કઈ છે?

ભારતમાં ટિયર 2 એન્જીનિયરિંગ યૂનિવર્સિટીની કેટેગરીમાં તે સંસ્થાઓ આવે છે, જ્યાં એજ્યુકેશન ક્વોલિટી સારી હોય છે. આ સાથે જ વિદ્યાર્થીઓને સારું એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા પ્લેસમેન્ટ પણ મળે છે. પરંતુ આ યૂનિવર્સિટીઓની ટિયર 1 સંસ્થાઓ જેમકે IIT-Bombay, IIT Madras જેવી જૂની અને જાણીતી કોલેજોની સરખામણીમાં પ્રતિષ્ઠા ઓછી હોય છે. આમ તો કોલેજોનાં ટિયરને લઈને કોઈ સત્તાવાર રેન્ક આપવામાં આવતા નથી, પરંતુ વિદ્યાર્થીઓની વચ્ચે પ્રતિષ્ઠાનાં આધાર પર તેની ધારણા બનેલી હોય છે.

ટિયર 2 યૂનિવર્સિટીઝની લિસ્ટમાં ખાસ કરીને એ સંસ્થાઓ સામેલ હોય છે, જે નેશનલ લેવલ પર પ્રતિષ્ઠિત તો છે જ, પરંતુ એ સાથે ત્યાં પ્લેસમેન્ટનો પણ સારો ઓપ્શન મળી રહે છે. NIT પટના, NIT દુર્ગાપુર, NIT જમશેદપુર તથા NIT વગેરેને ખાસ કરીને ટિયર 2 કેટેગરીમાં મૂકવામાં આવે છે. આ જ પ્રકારે IIT અલાહાબાદ તથા IIT દિલ્હી જેવી સંસ્થાઓ પણ ટિયર 2નો ભાગ માનવામાં આવે છે.

ટિયર 2 યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો ફાયદો શું છે?

ભારતમાં ટિયર 2 Engineering સંસ્થાઓ પણ ખૂબજ પ્રતિષ્ઠિત હોય છે તથા ત્યાં પણ એડમિશન માટે સ્પર્ધા જોવા મળે છે. નિમ્નલિખિત મુદ્દાઓ દ્વારા એ સમજી શકાય છે કે ટિયર 2 યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો ફાયદો શું છે?

  • અભ્યાસનો ઓછો ખર્ચઃ ટિયર 2 એન્જીનિયરિંગ યૂનિવર્સિટીઝમાં અભ્યાસ કરવાનો ખર્ચ વિદેશી યૂનિવર્સિટીની સરખામણીએ ઘણો ઓછો હોય છે. આ જ કારણથી મિડલ ક્લાસ પરિવારમાંથી આવનારા વિદ્યાર્થીઓ આરામથી ત્યાં અભ્યાસ કરી શકે છે.
  • મજબૂત નેટવર્કઃ ટિયર 2 Engineering કોલેજોની પ્રતિષ્ઠા વર્ષોથી શ્રેષ્ઠ મનાય છે. અહીંનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સારી કંપનીઓમાં કામ કરતાં હોય છે. જેથી ત્યાંનાં વિદ્યાર્થીઓને મજબૂત નેટવર્ક બનાવવાની તક મળે છે.
  • સ્થાનિક ઇન્ડસ્ટ્રીની સાથે સંપર્કઃ ભારતની મોટાભાગની ટિયર 2 કોલેજોનું લોકેશન એવી જગ્યાએ છે, જ્યાં સ્થાનિક કંપનીઓ ખૂબજ એક્ટિવ છે. આ જ કારણથી કેમ્પસ પ્લેસમેન્ટ ખૂબજ સારું થાય છે તથા વધુ વિદ્યાર્થીઓને જોબ મળી જાય છે.
  • કારકિર્દીનાં ઓપ્શનઃ જો કોઈ વિદ્યાર્થીએ એવું ઇચ્છે છે કેતે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારતમાં જ જોબ કરે અથવા કોઈ MNC-સ્ટાર્ટઅપમાં કારકિર્દીની શરૂઆત કરે, તો તેની પાસે આવું કરવાનો ઓપ્શન રહે છે.

કેનેડામાં એન્જીનિયરિંગનાં શું ફાયદા છે?

જો કોઈ વિદ્યાર્થી કેનેડામાં Engineering કરવા માટે જાય છે, તો તે ઘણીબધી ચીજોની ગણતરી કર્યા બાદ જ આ નિર્ણય લઈ રહ્યો હોય છે. કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે ખૂબજ પ્રખ્યાત દેશ છે, કેમકે વિદ્યાર્થીઓ એવી માનસિકતા સાથે ત્યાં અભ્યાસ કરવા માટે જાય છે કે, તેમને જોબ પણ મળી જાય અને સાથે જ પરમેનન્ટ રેસિડેન્સી (PR) પણ મળી શકે. આવો જાણીએ કે કેનેડામાં Engineeringના શું ફાયદા છે?

  • વૈશ્વિક માન્યતાઃ કેનેડાની યૂનિવર્સિટીમાંથી જો ડિગ્રી મળે છે, તો તેને દુનિયાભરમાં માન્યતા આપવામાં આવે છે. અહીં અભ્યાસ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર CV તેમજ Profile ખૂબજ મજબૂત થઈ જાય છે.
  • પ્રેક્ટિકલ એજ્યુકેશનઃ કેનેડાની એજ્યુકેશન સિસ્ટમ ‘એપ્લાઇડ સાયન્સિઝ’ તથા ઇન્ડસ્ટ્રી રેડી સ્કિલ પર વધુ કેન્દ્રિત હોય છે. અહીં આપને ક્લાસરુમની સાથે વર્ક-ઇન્ટીગ્રેટેડ લર્નિંગની તકો પણ મળી રહે છે.
  • કામની તકઃ અભ્યાસ દરમ્યાન તથા પૂર્ણ કર્યા બાદ કેનેડામાં કામ કરવાની તક ભારતીય વિદ્યાર્થીઓને આર્થિક તેમજ વ્યાવસાયિક રીતે વધુ આત્મનિર્ભર બનવાની તક આપે છે.
  • રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટઃ જો કેનેડામાંથી અભ્યાસને કારકિર્દીનાં વિકાસ તથા રોજગારની નજરે જોવામાં આવે તો ત્યાં અભ્યાસ કરવો એ ખૂબજ સારું રોકાણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે આપને સ્કોલરશિપ મળી જાય.

કેનેડા કે ભારત, ક્યાંથી કરાય Engineering? જાણો એક્સપર્ટની સલાહ

એક અગ્રણી એજ્યુકેશન કન્સલ્ટન્ટનાં મત મુજબ, ‘કેટલીક અસાધારણ ટિયર 2 સંસ્થાઓને છોડીને, જેમણે આધુનિક પ્રોગ્રામિંગ તથા સંશાધનોમાં ખાસ્સું રોકાણ કર્યું છે, ભારતની એક ટિયર 2 બીટેક ડિગ્રી તથા કેનેડાની ટિયર 1 યૂનિવર્સિટી સાથે કોઈ સરખામણી ન થઈ શકે. જ્યાં સુધી ઓછા ખર્ચની વાત આવે છે, તો ભારતની ઘણી ખાનગી ટિયર 2 સંસ્થાઓ ઓછી મોંઘી નથી તથા ત્યાં પણ એડમિશન મેળવવા માટે ભારે ડોનેશન જેવાં કેટલાંય ખર્ચ તથા પડકારો હોય છે.’

તેમણે જણાવ્યું કે, ‘સૌથી મહત્વની વાત પરિણામની છે. કેટલાંક વર્ષો પહેલાં ભારતમાં કંપનીઓ પર એક સંશોધન કરવામાં આવ્યું હતું, જેનું સ્પષ્ટ તારણ એ હતું કે, 70%થી 80% ભારતીય Engineering ગ્રેજ્યુએટ્સ નોકરીને લાયક નથી. તેનો મતલબ એ થાય છે કે, આપણો દેશ દુનિયામાં સૌથી વધુ એન્જીનિયર તો પેદા કરી રહ્યો છે, પરંતુ તેમાંથી 80% નોકરીને લાયક નથી. આ માટે, આ માટે બજેટનો નિર્ણય નથી; જો આપ ભારતની ટિયર 1 એન્જીનિયરિંગ સંસ્થામાં નથી, તો નોકરી મેળવવાની સ્પર્ધામાં આપની સ્થિતિ ઘણી નબળી પડી શકે તેમ છે.’

તેમણે જણાવ્યું કે, ‘કેટલાંક અપવાદોને બાદ કરતાં જે સમય, ઉર્જા તથા પૈસા લગાવીને પોતાનાં પ્રોગ્રામને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતનાં હિસાબથી બદલી રહ્યાં છે, જેમકે AI તથા અન્ય અત્યાધુનિક ટેકનોલોજીને સામેલ કરવી. બાકી ટિયર 2 કોલેજોની સરખામણી કેનેડાની એન્જીનિયરિંગ કોલેજો સાથે ન થઈ શકે, ખાસ કરીને જો તે કેનેડાની U15 યૂનિવર્સિટીઝની લિસ્ટમાં હોય.’ જેનાં મુખ્ય બે કારણ છે.

  • આપને કેનેડામાં વૈશ્વિક અનુભવ મળે છે.
  • સરકારોની વચ્ચે હાલનો તણાવ તથા વિઝા સંબંધિત પડકારો છતાં, કેનેડા આજે પણ અમેરિકાની સરખામણીએ લાંબા સમય સુધી રહેવા તથા કારકિર્દી બનાવવા માટેનાં વધુ વિકલ્પો આપે છે.

કેનેડા તથા ભારતમાં એન્જીનિયરિંગનો ખર્ચ?

આમ તો નિષ્ણાંતોએ સ્પષ્ટ જણાવ્યું છે કે, Engineering માટે કેનેડા જ બેસ્ટ છે, પરંતુ અહીં અભ્યાસનો ખર્ચ કેટલો હોય છે, તે પણ જાણી લઈએ. IDP અનુસાર, કેનેડામાં Engineering કોર્સની વાર્ષિક ફી 31,000 કેનેડિયન ડોલર (લગભગ 21.50 લાખ રૂપિયા)થી લઈને 95,000 કેનેડિયન ડોલર (લગભગ 66.50 લાખ રૂપિયા) સુધી હોઈ શકે છે. અહીં પણ એન્જીનિયરિંગની ડિગ્રી ચાર વર્ષમાં મળે છે. દા.ત. વાટરલૂ યૂનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનાં કોર્સની વાર્ષિક ફી 73,000 કેનેડિયન (લગભગ 5 લાખ રૂપિયા) હોય છે.

જો ભારતની ટિયર 2 સંસ્થાઓની વાત કરીએ તો અહીં ફી ઓછી હોય છે. વાર્ષિક ફી 2 લાખથી માંડીને 10 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. દા.ત. IIT-દિલ્હીમાં પ્રથમ વર્ષની ફી 4.50 લાખ રૂપિયા છે. સારી વાત એ છે કે, અહીં આપને સ્કોલરશિપ પણ મળી જશે. જેથી અહીં અભ્યાસ કરવાનો ખર્ચ ઘણો ઓછો થઈ જાય છે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.