મહેનત કરવા છતાં નથી થઈ રહ્યું પ્રમોશન? આ રીતે ઉઠાવો AIથી ફાયદો

AI અભ્યાસ, કારકિર્દી અને જોબમાં શિક્ષક, ગાઇડ અને ઘણીવાર એક સારા મિત્રના રૂપમાં નજરે પડે છે. હવે તેનાથી આપ પોતાની સ્કીલ શોધીને પ્રમોશન અથવા સેલેરી હાઇકમાં પણ તેની મદદ લઈ શકો છો. AI અપરસ્કેલિંગ માટે એક મહત્વપૂર્ણ ટૂલ બનીને બહાર આવ્યું છે. આવો જાણીએ કેવી રીતે...

0
363
AI
AI

AI અભ્યાસ, કારકિર્દી અને જોબમાં શિક્ષક, ગાઇડ અને ઘણીવાર એક સારા મિત્રના રૂપમાં નજરે પડે છે. હવે તેનાથી આપ પોતાની સ્કીલ શોધીને પ્રમોશન અથવા સેલેરી હાઇકમાં પણ તેની મદદ લઈ શકો છો. AI અપરસ્કેલિંગ માટે એક મહત્વપૂર્ણ ટૂલ બનીને બહાર આવ્યું છે. આવો જાણીએ કેવી રીતે…

ઉજ્જવલ ભવિષ્ય

જો આપના કામ કરવાની પદ્ધતિમાં કેટલીક ખામીઓ છે, કાંઈ એવું છે જેમાં સુધારો કરી શકાય છે, આપ એ સ્કિલ શીખવા માંગો છો, જે આપની કારકિર્દીને નવી ઉંચાઈ પર લઈ જાય, તો આ તમામ પ્રશ્નનો એકજ જવાબ છે અને એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જે આ તમામ કામ કરવા માટે પૂરી રીતે સક્ષમ છે.

AI
AI અભ્યાસ, કારકિર્દી અને જોબમાં શિક્ષક, ગાઇડ અને ઘણીવાર એક સારા મિત્રના રૂપમાં નજરે પડે છે. હવે તેનાથી આપ પોતાની સ્કીલ શોધીને પ્રમોશન અથવા સેલેરી હાઇકમાં પણ તેની મદદ લઈ શકો છો. AI અપરસ્કેલિંગ માટે એક મહત્વપૂર્ણ ટૂલ બનીને બહાર આવ્યું છે. આવો જાણીએ કેવી રીતે…

AI ટૂલ આપને અપસ્કિલ કરીને સારું રિઝલ્ટ આપી શકે છે. પરંતુ આ થાય છે કેવી રીતે? આ થાય છે પર્સનલાઇઝ્ડ લર્નિંગ એક્સપીરિયન્સ, અડેપ્ટિવ કન્ટેન્ટ અને રિયલ ટાઇમ ફીડબેકથી. આ રીતે આપ ઇન્ડસ્ટ્રીમાં થનારા બદલાવો માટે તૈયાર રહો છો. પછી જ્યારે ગ્રોથનો ઓપ્શન આપની સામે આવે છે તો પ્રમોશન અને આગળ વધવાની યોગ્યતામાં તમે સારી રીતે પાર ઉતરો છો. એઆઈને હજી સારી રીતે સમજીએ…

કઈ સ્કિલ છે જરૂરી?

અપરસ્કેલિંગ પ્રોગ્રામનું સૌથી પહેલું પગથિયું વર્તમાન સ્કિલની માહિતી એકઠી કરવાનું હોય છે. આ તપાસે છે કે હાલમાં ઇન્ડસ્ટ્રીમાં કઈ સ્કિલને જરૂરી માનવામાં આવે છે? આ ટૂલ કંપનીના એમ્પ્લોઈમાં સ્કિલની ઉણપને જજ કરે છે. ત્યારબાદ એ નક્કી કરે છે કે, કઈ-કઈ સ્કિલ શીખવી જોઈએ? અથવા કંપનીમાં કોઈ ખાસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ માટે ભરતી થઈ રહી છે, તો તે આ લેંગ્વેજને શીખવાની પણ સલાહ આપે છે.

પર્સનલાઇઝ્ડ લર્નિંગ

AIનું અલ્ગોરિધમ કર્મચારી સાથે જોડાયેલા ડેટાનું એનાલિસિસ કરે છે. તેમની સ્કિલની સરખામણી એ સ્કિલ સાથે કરવામાં આવે છે જે કંપનીની જરૂરિયાત છે. AI દ્વારા દરેક વ્યક્તિની વ્યક્તિગત જરૂરિયાત મુજબ લર્નિંગ મટિરિયલ્સ સહેલાઈથી મળી જાય છે. જેનાંથી અપસ્કેલિંગ થઈ શકે છે.

બદલાતી પસંદ

બદલતા સમય અને પરિસ્થિતિનાં હિસાબથી દરેક વ્યક્તિની પસંદ પણ બદલાતી રહે છે. AI તેની પર પૂરી નજર રાખે છે. તેના હિસાબથી જ લર્નિંગની પદ્ધતિ અને મુદ્દાઓમાં ફેરફાર કરતું રહે છે. કર્મચારી કેટલી જલ્દીથી શીખી રહ્યો છે તેનું ધ્યાન પણ AI રાખે છે.

કન્ટેન્ટ ક્યુરેશન

AI સાથે કન્ટેન્ટ ક્યુરેશન પણ કરી શકાય છે. મતલબ કે કોઈ કર્મચારીને એક સ્કિલ આવડે છે, પરંતુ જો તે બીજી સ્કિલની સાથે મેળવવામાં આવે તો વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો AI તેની પણ ભલામણ કરે છે. જે AI પાવર કન્ટેન્ટ, ઓનલાઇન કોર્સ, વીડિયો અને ટ્યુટોરિયલ્સ દ્વારા લઈ શકાય છે.

વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ અને ચેટબોક્સ

AIનાં વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ અને ચેટબોક્સ ઘણાબધા ટાસ્કને મેનેજ કરે છે. જેનાંથી એક-બે નહીં પરંતુ અનેક લોકોની મદદ થઈ શકે છે. વર્ચ્યુઅલ એસેસમેન્ટ અને સર્વે પણ કરે છે. જનરેટિવ એઆઈ અને ચેટબોટ્સ ફીડબેક, કોચિંગ અને પ્રોત્સાહન પણ આપે છે. આ કામમાં નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ મદદ કરે છે, જે AIનો જ ભાગ છે.

ગેમિફિકેશન એક્ટિવિટી

કર્મચારીના લર્નિંગ એક્સપીરિયન્સને ગેમિંગની સાથે મજેદાર બનાવી શકાય છે. આ પ્રકારે તેમને તેમનું ફીડબેક તરત જ મળી જાય છે. એઆઈની આ ખાસ એક્ટીવિટીથી કર્મચારી માટે પ્રેક્ટિસ કરવી પણ સરળ થઈ જાય છે. અને તેમને તે વાત વધુ સારી રીતે સમજાય છે.

પ્રીડેક્ટિવ એનાલિસિસઆ એનાલિસિસ કંપનીને ભવિષ્યમાં જરૂરી સ્કિલ બાબતે વધુ માહિતી આપે છે. આ પ્રકારે HR માટે આ સ્કિલ અંગે સમજવું તથા ટ્રેનિંગની તૈયારી કરવી પણ એટલી અઘરી નથી રહેતી.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.