Exclusive content
Buy This News Paper
Unlock credits cost: 1
Available credits: N/A
Greenland હાલમાં દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલો ટાપુ છે, કેમકે અમેરિકાએ તેની પર કબજો જમાવવાની પોતાની ઇચ્છા દર્શાવી છે. Greenlandમાં રહેનારા લોકોએ આ બાબતે અમેરિકાનો વિરોધ પણ દર્શાવ્યો છે.
ઉજ્જવલ ભવિષ્ય
હાલમાં જ્યારથી અમેરિકાએ Greenland પર પોતાનો કબજો જમાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે, ત્યારથી આ નાનકડો ટાપુ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રીનલેન્ડ એ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે, અને તેનાં પર સારી જોબ્સ શોધનાર માટે પણ ઘણી સંભાવનાઓ છે. તો આવો આના વિશે વિગતવાર માહિતી મેળવીએ.

Greenland એ દુનિયાનો સૌથી મોટો ટાપુ છે, જેનો 80% વિસ્તાર બરફથી ઘેરાયેલો છે. જેને રહેવા માટે દુનિયાની સૌથી મુશ્કેલ જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. આમ છતાં પણ અહીં એવી કેટલીય ઇન્ડસ્ટ્રીઝ છે, જે વિકાસ પામી રહી છે. આ ઇન્ડસ્ટ્રીઝમાં હંમેશા વિદેશી વર્કર્સની હાયરિંગ થાય છે. Greenland ભલે હંમેશા બરફથી ઘેરાયેલો રહેતો ટાપુ હોય, પરંતુ ત્યાં રહેતાં લોકોની એવરેજ સેલેરી લાખોમાં છે. આનું મૂળ કારણ એ છે કે, ગ્રીનલેન્ડનાં લોકો કેટલીક સૌથી મહત્વની ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યાં છે.
જો આપ પણ Greenlandમાં જોબ કરવા માંગો છો, તો આપના માટે ગુડ ન્યૂઝ છે. અહીં વિદેશી વર્કર્સની હાયરિંગ પણ થાય છે. ગ્રીનલેન્ડ ડેન્માર્કનો હિસ્સો છે, પરંતુ તેને સ્વાયત્તતા મળેલી છે. આ કારણથી અહીં ડેન્માર્કના ઇમિગ્રેશન નિયમો જ લાગૂ પડે છે. વિદેશી વર્કર્સને એ જ રીતે વિઝા લેવાનાં હોય છે, જે રીતે તેમણે ડેન્માર્કમાં જોબ માટે એપ્લાય કરતી વખતે લેવા પડે છે. તો આવો જાણીએ કે ડેન્માર્કમાં કેવી રીતે જોબ મેળવી શકાય છે.
Greenlandની પોપ્યુલર ઇન્ડસ્ટ્રીઝ કઈ છે?
- ખાણકામ અને ખનિજ સંશોધનઃ ગ્રીનલેન્ડમાં ઝિંક, લિથિયમ અને સોના સહિત કેટલીય કિંમતી ખનિજ મળે છે. આ જ કારણથી ત્યાં ખાણકામ એક ખૂબ મોટું સેક્ટર છે, જ્યાં વિદેશી વર્કર્સ પણ આવીને કામ કરી શકે છે. જિયોલોજિસ્ટ, એન્જીનિયર્સ, હેવી ઇક્વિપમેન્ટ ઓપરેટર્સ વગેરેની અહીં ખૂબ હાયરિંગ થાય છે.
- માછલી પકડવી અને સીફૂડ પ્રોસેસિંગઃ Greenland એક ટાપુ છે, જેથી માછલી પકડવી એ અહીં સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે. અહીં આપ માછલી પકડનારા જહાજ પર જોબથી લઈને સીફૂડ પ્રોસેસિંગથી જોડાયેલા કામ પણ કરી શકો છો. કેટલીક જોબ્સ માટે સર્ટિફિકેશનની પણ જરૂર પડે છે.
- પર્યટનઃ ગ્રીનલેન્ડ ખૂબજ સુંદર જગ્યા છે. અહીં ઘણાં દેશોનાં વિદેશી પર્યટકો ફરવા માટે આવે છે. આ કારણથી ગ્રીનલેન્ડમાં ટૂરિઝ્મ ઇન્ડસ્ટ્રી ખૂબજ ઝડપથી વિકાસ પામી રહી છે. એવામાં અહીં હોટલમાં કામ કરનાર વર્કર્સ, ટૂર ઓપરેટર, ગાઈડ અને હોસ્પિટાલિટી સાથે જોડાયેલી સર્વિસ આપનારા લોકોની જરૂરત વધુ છે.
- કન્સ્ટ્રક્શનઃ ગ્રીનલેન્ડમાં ઘણાં પ્રકારનાં ડેવલપમેન્ટ સાથે જોડાયેલાં પ્રોજેક્ટ્સ પણ ચાલી રહ્યાં છે. આ કારણથી અહીં હંમેશા કન્સ્ટ્રક્શન વર્કર્સ, પ્લમ્બર્સ અને સિવિલ એન્જિનિયર્સની ખૂબજ માંગ રહે છે. મોટાભાગના લોકોને સરકાર સાથે જોડાયેલાં પ્રોજેક્ટ્સ પર કામ કરવું પડે છે.
- રિસર્ચ અને સાયન્સઃ ગ્રીનલેન્ડ આર્કટિક રિસર્ચનું હબ છે. અહીં દુનિયાભરમાંથી સાયન્ટિસ્ટ અને રિસર્ચર્સ આવે છે, જે ગ્લોશિયોલોજી, જળવાયુ પરિવર્તન, મરીન બાયોલોજી અને જિયોલોજી જેવાં ફિલ્ડ્સમાં જોબ કરે છે. ખાસ કરીને ત્યાં એવા જ લોકોને જોબ મળે છે, જેમની પાસે એડવાન્સ્ડ ડિગ્રી છે.
Greenlandમાં જોબ કેવી રીતે શોધવી?
Greenland ભારતથી હજારો કિલોમીટર દૂર છે, જે કારણથી ત્યાં જોબ શોધવી એ કેટલાંય લોકોને મુશ્કેલ લાગે છે. સારી વાત એ છે કે, ભારતીય વર્કર્સ ઓનલાઇન જ નોકરી શોધી શકે છે. જે કારણથી તેમને ત્યાંનાં મુખ્ય જોબ પોર્ટલ્સ બાબતે માહિતી હોવી જોઈએ. સૌથી પહેલું પોર્ટલ suli.gl છે. જે સરકારી વેબસાઇટ છે. તેના પર ગ્રીનલેન્ડની સરકારી અને પ્રાઇવેટ નોકરીઓની ડિટેલ્સ પણ મળી જશે. Jobindex Greenland, sermitsiaq.ag, hireme.gl જેવાં પોર્ટલ પણ જોબ શોધવા માટે બેસ્ટ છે. ગ્રીનલેન્ડમાં જોબ શોધવા માટે આવનાર લોકોએ અંગ્રેજીની સાથે-સાથે ડેનિશ ભાષા પણ શીખી લેવી જોઈએ, જેથી લોકો સાથે હળવા-મળવામાં સરળતા રહે.
કયા વર્ક વિઝા લેવાનાં રહેશે?
ગ્રીનલેન્ડમાં જોબ માટે આપે સૌથી પહેલાં ત્યાં નોકરી માટેની ઓફર મેળવવી પડશે. એકવાર જો આપને જોબ મળી જશે, તો પછી આપ રેસિડેન્સ અને વર્ક પરમિટ માટે અરજી કર શકો છો. તેને ડેનિશ એજન્સી ફોર ઇન્ટરનેશનલ રિક્રૂટમેન્ટ એન્ડ ઇન્ટિગ્રેશન (SIRI) દ્વારા જારી કરવામાં આવે છે. વર્ક પરમિટ માટે જોબ ઓફર, પાસપોર્ટ, એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ્સ વગેરેની જરૂર પડે છે. ખાસ કરીને આ વર્ક પરમિટ બે વર્ષ માટે હોય છે. અને તેનાં દ્વારા આપ તે જ કંપનીમાં કામ કરી શકો છો, જેના માટે તેને જારી કરવામાં આવ્યા છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

