H-1B વર્કર્સ માટે નવી આફત! કંપનીમાં ઘુસીને થઈ રહી છે ચેકિંગ, ઇમિગ્રેશન એક્સપર્ટે કર્યા એલર્ટ

અમેરિકામાં જોબ માટે H-1B વિઝા ખૂબજ લોકપ્રિય છે. આ વિઝાને લઈને છેલ્લાં કેટલાંક મહિનાઓથી ખૂબજ વધુ વિવાદ જોવા મળી રહ્યો છે.

0
132
V VisaH-1B
V VisaH-1B

અમેરિકામાં જોબ માટે H-1B વિઝા ખૂબજ લોકપ્રિય છે. આ વિઝાને લઈને છેલ્લાં કેટલાંક મહિનાઓથી ખૂબજ વધુ વિવાદ જોવા મળી રહ્યો છે.

ઉજ્જવલ ભવિષ્ય

અમેરિકામાં H-1B વિઝા પર જોબ કરી રહેલાં વર્કર્સ માટે તકલીફો ઓછી થવાનું નામ જ લેતી નથી. હાલના દિવસોમાં અમેરિકન ઇમિગ્રેશન અધિકારીઓ કંપનીમાં જઈને વિદેશી વર્કર્સનું ચેકિંગ કરી રહ્યાં છે. હ્યૂસ્ટન સ્થિત ઇમિગ્રેશન એક્સપર્ટ ડેનિયલ રામિરેઝે ચેતવણી આપતા જણાવ્યું છે કે, કંપનીઓની ફાઈલો પણ ઓડિટ કરવામાં આવી રહી છે, જેથી H-1બી હાયરિંગનો હિસાબ જોઈ શકાય. કાંઈપણ ગરબડ મળલા પર મામલાને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (ICE) ને મોકલવામાં આવી રહ્યો છે, જેથી યોગ્ય એક્શન લઈ શકાય.

V VisaH-1B
અમેરિકામાં જોબ માટે H-1B વિઝા ખૂબજ લોકપ્રિય છે. આ વિઝાને લઈને છેલ્લાં કેટલાંક મહિનાઓથી ખૂબજ વધુ વિવાદ જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર પણ કેટલાંય H-1B વર્કર્સે આ બાબતે સમય-સમય પર જણાવ્યું છે. અમેરિકામાં ભારતીય વર્કર્સની એક મોટી સંખ્યા છે, જે H-1B વિઝા પર જોબ કરી રહ્યાં છે. સાન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક સિટી સહિત ઘણાં બધા મોટા શહેરોમાં ભારતીય વર્કર્સ જોબ કરી રહ્યાં છે. એક અગ્રણી ઇમિગ્રેશન એક્સપર્ટે જણાવ્યું હતું કે, ટેક્સાસનાં હ્યુસ્ટન શહેરમાં USCIS અધિકારીઓ કંપનીઓમાં જઈને ચેકિંગ કરી રહ્યાં છે. જો તેમને કોઈ પ્રકારની ગરબડ જોવામાં આવે છે, તો તરત જ મામલાને ICEને ટ્રાન્સફર કરવામાં આવે છે. આને લીધે ઘણાં લોકોને ડિપોર્ટ થવાનો ખતરો પણ છે.

ઇમિગ્રેશન એક્સપર્ટે શું જણાવ્યું?

અગ્રણી ઇમિગ્રેશન એક્સપર્ટે તેની લિંક્ડઇન પોસ્ટમાં જણાવ્યું કે, ‘H-1B વર્કર્સને કામ આપનારી કંપનીઓ એલર્ટ થઈ જાય. અમને AILA જેવી ઇમિગ્રેશન લીગલ કોમ્યુનિટી દ્વારા ખબર પડી કે, USCIS ની ફ્રોડ ડિટેક્શન ડિવીઝને આ મહીનામાં હ્યુસ્ટનમાં મોટાપાયે H-1B વર્કર્સને હાયર કરનારી કંપનીઓમાં તપાસ કરી છે. આ તપાસ ફેબ્રુઆરીમાં પણ ચાલુ રહેવાની છે.

તેમણે આગળ જણાવ્યું કે, ‘આ ચેકિંગ કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વગર કરવામાં આવી રહી છે. અને તેનો હેતુ એ તપાસવાનો છે કે, કંપની સરકારને આપવામાં આવેલા H-1B અરજીનું અનુપાલન કરે છે કે નહીં. આમાં એ ચેક કરવું પણ સામેલ છે કે, શું કંપની જરૂરી સેલેરીની ચૂકવણી કરી રહી છે, અને કર્મચારી શું તે જોબ કરી રહ્યો છે, જેના માટે તેની હાયરિંગ થઈ છે. જો USCISને કોઈ ગરબડ ધ્યાનમાં આવે છે, તો તે મામલાને આગળની કાર્યવાહી માટે ICEને સોંપી દેશે.’

H-1B વર્કર્સ શું કરે?

આમ તો અમેરિકન સરકાર દ્વારા આ તપાસને લઈને કોઈ સાર્વજનિક બયાન આપવામાં આવ્યું નથી. તેમ છતાં પણ H-1B વર્કર્સે સાવધાન રહેવાની જરૂર છે. તેમણે પોતાના સમગ્ર ડોક્યુમેન્ટ્સ સંભાળીને રાખવા પડશે, જેમાં પેસ્લિપ, પાસપોર્ટ અને જોબ સાથે જોડાયેલ તમામ માહિતી આપનારા દસ્તાવેજો સામેલ છે. કર્મચારીઓને આ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે, તેઓ કોઈપણ પ્રકારનાં અપરાધમાં સંડોવાયેલા ન હોવા જોઈએ. તેમણે અમેરિકન ઇમિગ્રેશન નિયમોનું પાલન કરવાનું રહેશે.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.