Job શરૂ કરવા માટેની યોગ્ય ઉંમર કઈ છે? આ રહી રિપોર્ટ…

Job નાની ઉંમરે શરૂ કરી દેવી જોઈએ કે નહીં? જો આપ પણ આ જ મૂંઝવણમાં છો કે, પોતાની પહેલી જોબ કઈ ઉંમરે શરૂ કરવી જોઈએ... તો આ આર્ટિકલ આપને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે.

0
371
Job
Job

Job નાની ઉંમરે શરૂ કરી દેવી જોઈએ કે નહીં? જો આપ પણ આ જ મૂંઝવણમાં છો કે, પોતાની પહેલી જોબ કઈ ઉંમરે શરૂ કરવી જોઈએ… તો આ આર્ટિકલ આપને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે.

ઉજ્જવલ ભવિષ્ય

કોલેજ પૂરી થઈ ગઈ છે, હવે Job કરી લેવી જોઈએ? કે થોડી રાહ જોવી જોઈએ અને આગળનો અભ્યાસ કરવો જોઈએ? અથવા તો ગ્રેજ્યુએશન તો ઠીક… સ્કૂલ બાદ જ નોકરી શરૂ કરી લેવી જોઈએ? આખરે જમાનો અનુભવનો છે. નાના-નાના બાળકો પોતાનો બિઝનેસ શરૂ કરી રહ્યાં છે.

Job

તો હેંડ્સ-ઓન ટ્રેનિંગ માટે નાની ઉંમરથી જ Job શરૂ કરી દો અથવા તો હાયર સ્ટડીઝ પર ફોકસ કરીને તમારો એકેડમિક રેકોર્ડ સારો બનાવો. આખરે પહેલી Job શરૂ કરવા માટે કયો સમય શ્રેષ્ઠ હોય છે? આવા ઘણાબધા સવાલો લોકોને મૂંઝવતા હોય છે. આ મુદ્દા સાથે જોડાયેલી કેટલીક સ્ટડી રિપોર્ટ્સ પણ વર્લ્ડ બેંક, ઇંડિયા લેબર સર્વે સહિત કેટલીય સંસ્થાઓએ રજૂ કરી છે. તે શું કહે છે? એક્સપર્ટ્સ શું કહે છે? આવો જાણીએ…

પહેલી નોકરી બાબતે શું વિચારે છે Gen-Z?

મલ્ટીનેશનલ કંપની ડેલોઇટની એક સ્ટડીમાં સામે આવ્યું કે, દુનિયાભરમાંથી 53% Gen-Zને લાગે છે કે, જ્યારે તેમણે પોતાની પહેલી Job શરૂ કરી ત્યારે તેઓ પૂરી રીતે તૈયાર નહોતા. ભારતની વાત કરીએ તો આ સર્વેમાં ભાગ લેનારા 26% Gen-Z એવા પણ હતા, જે પોતાના અભ્યાસની સાથે-સાથે નોકરી પણ કરી રહ્યાં હતા. જે આ વાત તરફ ઇશારો કરે છે કે, નવી જનરેશન નાની ઉંમરથી જ લેબર માર્કેટમાં એન્ટર થઈ રહી છે.

વર્લ્ડ બેંકની રિપોર્ટ શું કહે છે?

જૂન-2025માં આવેલી વર્લ્ડ બેંકની ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ દર્શાવે છે કે, કેવી રીતે જલ્દીથી ઓછી સ્કિલવાળી નોકરીમાં એન્ટર કરનારા યુવાઓને ઘણીવાર લાંબા સમય સુધી ફસાયેલા અથવા અટકેલા કેરિયરનો સામનો કરવો પડે છે. આગળ વધવાના, પ્રગતિના રસ્તા ઓછા અથવા તો બંધ નજરે પડે છે. પરંતુ જો શિક્ષણનો પાયો મજબૂત હોય, તો ભવિષ્યમાં પ્રગતિનાં રસ્તા ખુલ્લા રહે છે.

વહેલી સફળતાની કિંમત!

એપ્રિલ-2025માં આવેલ ભારતનાં પીરિયોડિક લેબર સર્વે (PLFS)ની રિપોર્ટ બતાવે છે કે, અભ્યાસની સાથે-સાથે પાર્ટ ટાઇમ Job કરનારાઓની સંખ્યા ઘણી વધી છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં. એક્સપર્ટ્સ કહે છે કે, જલ્દીથી કમાણી શરૂ કરવાનું પ્રેશર બની રહ્યું છે. આ ઉત્સાહ વધારનારી વસ્તુ લાગી શકે છે, નોર્મલ લાગી શકે છે. પરંતુ એની પાછળ ક્લાસીસ છૂટવા, ઊંઘ પૂરી ન થવી, સતત બીજા સાથે થઈ રહેલી સરખામણી પણ છે.

માતાપિતાની અપેક્ષા

માર્ચ 2025માં આવેલી પીઈડબલ્યૂ રિસર્ચ સ્ટડી દર્શાવે છે કે, બીજા દેશોની સરખામણીમાં ભારતના લોકોનું માનવું છે કે, કામ/નોકરી જેવી ચીજોની શરૂઆત જલ્દી એટલે કે નાની ઉંમરથી કરી લેવી જોઈએ. આ અપેક્ષા પરિવારથી જ શરૂ થાય છે. માતા-પિતા ઇચ્છે છે કે,તેમના બાળકોનું રેઝ્યુમ બિલકુલ પરફેક્ટ હોય. જલ્દીથી ઇંટર્નશિપ, ઘણાંબધા સર્ટિફિકેટ્સ, લીડરશિપવાળી ભૂમિકાઓ… વગેરે બધું જ ગ્રેજ્યુએશનની પહેલાં જ મળી જાય.

તો શું કરશો?

નોકરી શરૂ કરવાની કોઈ યોગ્ય ઉંમર તો નથી હોતી, પરંતુ સારી તૈયારી જરૂર હોય છે. આપ તેના માટે પૂરી રીતે તૈયાર છો કે નહીં? ક્યાંક આપ કોઈના દબાણમાં આવીને અથવા જલ્દીથી પૈસા કમાવા, આત્મનિર્ભર થવાના ચક્કરમાં, બીજાની બરાબરી કરવા માટે તો જોબ શરૂ નથી કરી રહ્યાં ને? કેમકે તૈયારી સમજણથી આવે છે, દબાણથી નહીં.

પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને એક્સપીરિયન્સ માટે કેટલાંક નાના પ્રોજેક્ટ અને ઇન્ટર્નશિપ વગેરે કરી શકાય છે. તે આપને શિસ્ત, આત્મવિશ્વાસ અને ટાઇમ મેનેજમેન્ટ શીખવે છે. પરંતુ તેમાં પોતાને પૂરી રીતે સમર્પિત કરીને અભ્યાસ સાથે સમાધાન કરવું યોગ્ય નથી. બહુ જલ્દીથી, નાની ઉંમરમાં ફૂલટાઇમ જોબ શરૂ કરવી નુકસાનદાયક પણ સાબિત થઈ શકે છે. કારણ કે, આપે આગળ વધવા માટે તૈયાર થવાનું છે, માત્ર પિસાતા રહેવા માટે નહીં.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.