ખૂબજ ઝડપથી બદલાઈ રહેલાં Job માર્કેટમાં કંપનીઓમાં છટણી કરવાનો દોર સતત ચાલુ છે. મોટી-મોટી કંપનીઓએ છેલ્લાં એક વર્ષમાં હજારો લોકોને નોકરીમાંથી બરતરફ કર્યા છે અને કેટલીક કંપનીઓ છટણીની તૈયારી કરી રહી છે.
ઉજ્જવલ ભવિષ્ય
ખૂબજ ઝડપથી બદલાઈ રહેલાં Job માર્કેટમાં કંપનીઓમાં છટણી કરવાનો દોર સતત ચાલુ છે. મોટી-મોટી કંપનીઓએ છેલ્લાં એક વર્ષમાં હજારો લોકોને નોકરીમાંથી બરતરફ કર્યા છે અને કેટલીક કંપનીઓ છટણીની તૈયારી કરી રહી છે. એવામાં નોકરી બચાવવી એક એક મોટો ટાસ્ક છે. અમે આપને અહીં એવી 5 ટિપ્સ બતાવીએ છીએ, જેનાંથી આપની જોબ બચી જશે.

ટેક ઇન્ડસ્ટ્રીમાં છટણી એ એક સામાન્ય વાત બની ગઈ છે. TCS, Apple, HP જેવી ટેક કંપનીઓ બાદ હવે સ્વિસ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક UBS 10,000 લોકોને છૂટા કરવાની તૈયારી કરી રહી છે. Amazon ઓક્ટોબર માસમાં જ 14,000 કર્મચારીઓને છૂટા કરી ચૂકી છે. એવામાં નોકરી બચાવવી એ હવે સૌથી મોટો ટાસ્ક બની ગયો છે. જો તમારે નોકરીમાંથી છૂટા થવાથી બચવું હોય તો આપે ઝડપથી કોઈ પગલાં ભરવાની જરૂર છે. અહીં જણાવવામાં આવેલાં પાંચ પગલાં આપની નોકરી બચાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
મિડ-લેવલના કર્મચારીઓ બની રહ્યાં છે સરળ ટાર્ગેટ
Layoffs.fyiની રિપોર્ટનું માનીએ તો માત્ર 2025માં જ 1.20 લાખ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હોય કે કંપનીને થતું નુકસાન, છટણીના આ તબક્કામાં સૌથી વધુ ખતરો મિડ-લેવલનાં કર્મચારીઓ પર રહેલો છે. કેમકે ફ્રેશર્સને ટ્રેન્ડ કરવામાં ઓછો ખર્ચ આવે છે. તો સામે સિનિયર લેવલનાં કર્મચારીઓને લીડરશિપનાં રોલ માટે જરૂરી માનવામાં આવે છે. એવામાં મિડ-લેવલ કર્મચારીઓ છટણીનાં ભોગ બની જાય છે. તેઓ સરળ ટાર્ગેટ બનતા જઈ રહ્યાં છે. આ માટે ખાસ કરીને મિડ-લેવલનાં કર્મચારીઓએ છટણીથી બચવા માટે કેટલાંક જરૂરી પગલાં ભરવાની જરૂર છે.
અપસ્કિલ અને રીસ્કિલ
ઝડપથી બદલાઈ રહેલાં Job માર્કેટમાં જો ટકી રહેવું હોય તો જૂની સ્કિલ્સને ભૂલીને નવા જમાનાની સ્કિલ્સ શીખવી પડશે. પોતાની સેલેરીનો એક હિસ્સો નવી સ્કિલ્સ શીખવામાં લગાવવો પડશે. ખાસ કરીને એ વસ્તુ જે નવા ટ્રેન્ડ સાથે જરૂરી માનવામાં આવે છે. તેનાથી ન માત્ર આપની માર્કેટ વેલ્યુ વધશે, પરંતુ તે તેમને એક વેલ્યુએબલ એસેટ પણ બનાવી શકે છે. દા.ત. જો આપ મિડ-કેરિયર માર્કેટિંગ પ્રોફેશનલ છો, તો આપે ડેટા એનાલિટિક્સ, સોશિયલ મીડિયા સ્ટ્રેટેજી અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ અન્ય ક્ષેત્રનાં સર્ટિફિકેટ કોર્સ કરવા જોઈએ.
કંપનીનાં બિઝનેસ ટાર્ગેટને પોતાના સમજો
હવે માત્ર કામ કરવું જ જરૂરી નથી રહ્યું, પરંતુ કંપનીના હિતોને પોતાના હિત માનીને ચાલવું પડશે. કંપનીનાં ટાર્ગેટને હવે પોતાના ટાર્ગેટ બનાવવા પડશે. કામ કરવાની સ્ટ્રેટેજી, ટારગેટ અને વિઝન એવા હોવા જોઈએ જે સાબિત કરે કે આપનો રોલ કંપની માટે કેટલો મહત્વપૂર્ણ છે. પ્રોજેક્ટ્સ અને કંપનીની ગ્રોથ પર નજર રાખો. આ ઉપરાંત, પોતાની હાલની સફળતાઓ અને એચિવમેન્ટ્સની સાથે કંપનીની સફળતા પર પણ એટલી જ નજર રાખો. જેથી જરૂર પડ્યે આપ પોતાનું યોગદાન દર્શાવી શકો.
નવાં પરિવર્તન માટે તૈયાર રહો
AIનાં આવ્યા બાદ કામનાં સ્વરૂપમાં ખૂબજ ઝડપથી બદલાવ આવ્યો છે. એવામાં મિડ-લેવલ પ્રોફેશનલ્સને તેની સાથે પોતાને બદલવાની જરૂર છે. રિલેવન્ટ બન્યા રહેવા માટે આપ એવું દર્શાવો કે આપ દરેક પરિસ્થિતિ માટે તૈયાર છો. નવી જવાબદારીઓથી ગભરાવ નહીં, પરંતુ તેને સ્વીકારવાની પહેલ કરો. નવી સ્કિલ્સ શીખવાની ઉત્સુકતા દર્શાવો. આ ન માત્ર આપની એડેપ્ટિબિલિટીને વધારે છે, પરંતુ યોગ્ય સમય આવ્યે આપ આસપાસની ભૂમિકાઓ માટે પણ પસંદ થાવ તેવા ચાન્સ પણ વધે છે. કેમકે, હવે કંપનીઓ માત્ર એ જ લોકોને પોતાની સાથે રાખે છે, જેઓ નવા પરિવર્તનની સાથે પોતાને સાબિત કરવા માટે પણ આગળ રહે છે.
AIનાં દુશ્મન નહીં, પરંતુ દોસ્ત બનો
AIથી ડરવાને બદલે તેને શીખવાનું શરૂ કરો. કન્ટેન્ટ ક્રિએશનમાં પ્રોમ્પ્ટ એન્જીનિયરિંગ, ફાઈનાન્સમાં AI-ડ્રિવન એનાલિટિક્સ, માર્કેટિંગમાં AI ટૂલ્સ… જે પણ આપના કામ સાથે સંબંધિત છે, તેમાં માસ્ટર બનો. જે લોકો જલ્દીથી AI શીખી લેશે, તેઓ આગળ જતાં લીડર બનશે. આ માત્ર ન ગ્રોથ માટે આપના કમિટમેન્ટને દર્શાવે છે, પરંતુ ભવિષ્ય માટે તૈયાર રહેવાની આપની કાબેલિયતને પણ દર્શાવે છે.
એવી સ્કિલ પણ શીખો, જેનું સ્થાન AI ન લઈ શકે
AIનાં આવવાથી સ્માર્ટ વર્ક વધી ગયું છે. એવામાં આવે એવી સ્કિલ્સ શીખવી પડશે, જેની જગ્યા AI ક્યારેય ન લઈ શકે. આપે ક્રિએટીવ બનવું પડશે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ગૂઢ વિચાર અને તકલીફોને ઝડપથી સોલ્વ કરવાની સ્કિલ્સ પણ શીખવી પડશે. દા.ત. કસ્ટમર સર્વિસમાં સહાનુભૂતિ અને વ્યક્તિગત સંપર્કની જરૂરત હોય છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

