MBA એટલે કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ પહેલાંથી જ ભારતીય વિદ્યાર્થીઓમાં ખૂબજ પોપ્યુલર છે. આ કોર્સ કરવા માટે વિદેશ જનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી વધુ છે.
ઉજ્જવલ ભવિષ્ય
માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA)ની ડિગ્રી કોર્પોરેટ વર્લ્ડમાં અપાર સંભાવનાઓના દરવાજા ખોલે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ CATની એક્ઝામ આપે છે, જેથી તેમને દેશની ટોપ IIMs અથવા તેના જેવી કોઈ શ્રેષ્ઠ મેનેજમેન્ટ કોલેજમાં એડમિશન મળી જાય. જોકે, દરેક વિદ્યાર્થીઓને અહીં એડમિશન નથી મળી શકતું અને નાછૂટકે ઘણાં વિદ્યાર્થીઓને પ્રાઇવેટ કોલેજોમાં જવું પડે છે. પરંતુ એવાં પણ ઘણાં વિદ્યાર્થીઓ છે, જે વિદેશમાં જઈને એમબીએ કરવાની ઇચ્છા ધરાવે છે. આનું એક ખાસ કારણ પણ છે.

સામાન્ય રીતે, વિદ્યાર્થીઓને એવું લાગે છે કે, વિદેશ જઈને એમબીએનો કોર્સ કરવાથી તેમની પાસે નોકરીની તકો વધુ રહેશે. કેટલાંક એવા પણ વિદ્યાર્થીઓ છે, જે એવા દેશમાં જઈને MBA કરવા માંગે છે, જેની ફી ભારતની પ્રાઇવેટ કોલેજો જેટલી જ છે. એવો જ એક દેશ ભારતના પડોશમાં સ્થિત છે, જેનું નામ છે મલેશિયા. મલેશિયામાં અમેરિકા, બ્રિટન, કેનેડા જેવા પશ્ચિમી દેશોની સરખામણીએ ઘણા ઓછા ખર્ચમાં MBAની ડિગ્રી મળી જાય છે. એટલું જ નહિ, પરંતુ અહીંથી ડિગ્રી લેનાર વિદ્યાર્થીઓને સારી કંપનીઓમાં જોબ પણ મળી જાય છે.
મલેશિયામાં MBA કરવાનો ખર્ચ
દક્ષિણ એશિયાના આ દેશમાં MBAનો અભ્યાસ ખૂબજ ફાયદાકારક છે. જો કોઈ વિદ્યાર્થીને સરકારી યુનિવર્સિટીમાં એડમિશન મળી જાય છે, તો તેની વાર્ષિક ફી 9,000 રિંગિટ (લગભગ બે લાખ રૂપિયા)થી 60,000 રિંગિટ (13 લાખ રૂપિયા) સુધી હોય છે. એ જ પ્રકારે પ્રાઇવેટ યુનિવર્સિટીની ફી 30,000 રિંગિટ (લગભગ 6.50 લાખ રૂપિયા)થી લઈને 1.50 લાખ રિંગિટ (લગભગ 32 લાખ રૂપિયા) સુધી હોઈ શકે છે. અહીં એવો પ્રયાસ કરવો જોઈએ કે, સરકારી યુનિવર્સિટીમાં જ એડમિશન મળી જાય, જ્યાં ફી ખૂબજ ઓછી આપવી પડે છે.
ટોપ MBA યુનિવર્સિટી
QS Global MBA Rankingમાં મલેશિયાની સાત યુનિવર્સિટીને સ્થાન મળ્યું છે. જો આપ ત્યાં જઈને ડિગ્રી લેવા માંગો છો, તો આપનું ફોકસ આ સાતમાંથી કોઈ એકમાં એડમિશન લેવાનું હોવું જોઈએ. યુનિવર્સિટીનાં નામ આ પ્રમાણે છેઃ
- ટેલર યુનિવર્સિટી
- ફેકલ્ટી ઓફ બિઝનેસ એન્ડ ઇકોનોમિક્સ, મલેશિયા યુનિવર્સિટી
- યુનિવર્સિટી કેબાંગ્સના મલેશિયા
- ઓથમાન યોપ અબ્દુલ્લા ગ્રેજ્યુએટ સ્કુલ ઓફ બિઝનેસ
- પુત્રા બિઝનેસ સ્કૂલ
- અર્શદ અયૂબ ગ્રેજ્યુએટ બિઝનેસ સ્કૂલ
- યૂનિવર્સિટી સાયન્સ મલેશિયા (USM)
અહીં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની ડિમાન્ડ ખૂબજ વધુ રહે છે. તેમને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ફાઈનાન્સ મેનેજર, ફાઈનાન્સિયલ કન્ટ્રોલર, ઓપરેશન મેનેજર, માર્કેટિંગ મેનેજર, બિઝનેસ એનાલિસ્ટ, હ્યુમન રિસોર્સ મેનેજર, જનરલ મેનેજર જેવા હોદ્દાઓ પર જોબ મળી જાય છે. Maybank, CIMB Group, J.P. Morgan, Public Bank Berhad, Dell, Intel, Unilever, Nestle Malaysia, Shopee, AirAsia જેવી કંપનીઓ ત્યાં MBA ગ્રેજ્યુએટ્સને જોબ આપે છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

