MBBSનો અભ્યાસ પૂર્ણ કરવા માટે વધુમાં વધુ 9 વર્ષ મળશે કે 10 વર્ષ? NMC દ્વારા આ અંગે નોટિફિકેશન બહાર પાડીને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા નિષ્ણાંતો પાસેથી 30 દિવસમાં અભિપ્રાય મંગાવ્યા છે.
ઉજ્જવલ ભવિષ્ય
નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નોટિફિકેશન બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે એડમિશન લીધાનાં 10 વર્ષની અંદર MBBSનો અભ્યાસ પૂર્ણ કરવાનો રહેશે. ‘ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ (એમેન્ડમેન્ટ) 2023’માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, MBBSનાં વિદ્યાર્થીઓ માટે ફરજિયાત ‘રોટેટરી મેડિકલ ઇન્ટર્નશિપ’ સહિત કોર્સ પૂર્ણ કરવા માટે વધુમાં વધુ 10 વર્ષનો સમય લાગશે. NEETની પરીક્ષાની તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓએ પણ NMCનાં ડ્રાફ્ટનાં નિયમને સમજવો જરૂરી છે.

પહેલાં MBBS કમ્પલેટ કરવાનો નિયમ શું હતો?
આ પહેલાં MBBSનો અભ્યાસ કરવા માટે 10 વર્ષની જ સમયમર્યાદા હતી. પરંતુ 2023 રેગ્યુલેશન્સમાં તેને 9 વર્ષ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ફર્સ્ટ યર (ફર્સ્ટ પ્રોફેશનલ એમબીબીએસ) માટે વધુમાં વધુ ચાર પ્રયત્નો કરી શકાશે.
1.4 લાખથી વધુ થઈ શકે છે MBBSની બેઠકો
દેશમાં MBBS કોર્સની સીટોની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે અને 2026-27ની સીટોને લઈને ફાઈનલ ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આ વર્ષે એમબીબીએસની સીટો 1.4 લાખથી વધુ થઈ શકે છે. આ પ્રસ્તાવ લાગૂ થવાથી વર્ષ 2023થી પહેલાં લાગૂ સમયમર્યાદા પ્રભાવી રીતે લાગૂ થઈ જશે.
NMC દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ તથા નિષ્ણાંતો પાસેથી 30 દિવસમાં માંગી સલાહ
ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન (એમેન્ડમેન્ટ) રેગ્યુલેશન 2026ને લઈને ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. એનએમસી દ્વારા તેની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલ ડ્રાફ્ટ સામાન્ય જનતા, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા નિષ્ણાંતો પાસેથી અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે. ત્યારબાદ ફાઈનલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. અભિપ્રાય [email protected] પર મોકલી શકાશે. કમિશનની વેબસાઇટ https://www.nmc.org.in પર ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યો છે.
MBBS કેટલાં વર્ષમાં થાય છે?
જાણકારોનું કહેવું છે કે, ભારતમાં એમબીબીએસ કોર્સ કરવા માટે એકંદરે 5.5થી 6 વર્ષનો સમય લાગે છે. આમાંથી 4.5 વર્ષ અભ્યાસ કરવાનો રહે છે તથા 1 વર્ષની ઇન્ટર્નશિપ કરવાની રહે છે. ત્યારબાદ MBBSનો કોર્સ પૂર્ણ કરવાનો હોય છે. NMCનાં એક સીનિયર અધિકારીનું કહેવું છે કે, 2021 સુધી MBBS પૂર્ણ કરવા માટે લાગૂ કરવામાં આવેલ 10 વર્ષની સમયમર્યાદાને હવે ફરીથી લાવવામાં આવી રહી છે. મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટનાં સ્કોરનાં આધાર પર એમબીબીએસ કોર્સમાં એડમિશન લેવાનું હોય છે.
કોઈ કારણસર સેમેસ્ટર પૂર્ણ ન થાય તો શું થશે?
જો કોઈ કારણવશ કોઈ સેમેસ્ટર પૂર્ણ નથી થઈ રહ્યું અથવા એક્ઝામ ક્લિયર નથી થઈ રહી તો વિદ્યાર્થી પાસે રિ-અપીયર થવા માટે યોગ્ય સમય હશે. મેડિકલ કોર્સમાં એડમિશન લેનાર વિદ્યાર્થીનો એમબીબીએસનો અભ્યાસ ત્યાં સુધી પૂર્ણ નહીં થાય, જ્યાં સુધી અનિવાર્ય રોટેટિંગ મેડિકલ ઇન્ટર્નશિપ, 2021 મુજબ પોતાની રોટેટિંગ મેડિકલ ઇન્ટર્નશિપ પૂર્ણ નથી કરી લેતું. એમબીબીએસ બાદ જે વિદ્યાર્થી એમડી કરવા માંગે છે, તે પીજી કોર્સિસમાં એડમિશન લે છે.
MBBSનું પહેલું વર્ષ પૂર્ણ કરવા માટે વધુમાં વધુ કેટલી તક મળે છે?
ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રમાણે પહેલું વર્ષ પૂર્ણ કરવા માટે વધુમાં વધુ ચાર તક જ મળશે. આ કાયદો પહેલાંની જેમજ યથાવત રહેશે. જૂન 2023માં એનએમસી દ્વારા એમબીબીએસ અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો વધુમાં વધુ સમયગાળો 10 વર્ષથી ઘટાડીને 9 વર્ષ કરવામાં આવ્યો હતો. 10 વર્ષનો સમય લાગૂ થવાથી ઘણાં વિદ્યાર્થીઓને ફાયદો મળશે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

