H-1Bની 1 લાખ ડોલરની ફી કેન્સલ થવાથી ભારતીયોને શું થશે ફાયદો?

USAમાં H-1B વિઝા લાંબા સમયથી વિવાદોમાં છે. ટ્રંપ સમર્થકોનો તર્ક છે કે આ વિઝા દ્વારા ઓછા પગારધોરણ પર વિદેશી વર્કર્સનું હાયરિંગ થાય છે, જેનાંથી અમેરિકન કર્મચારીઓ માટે નોકરીની તકો ઓછી થઈ જાય છે. હવે આ વિઝાને લઈને એક મોટો નિર્ણય આવ્યો છે.

0
68
H-1B
H-1B

USAમાં H-1B વિઝા લાંબા સમયથી વિવાદોમાં છે. ટ્રંપ સમર્થકોનો તર્ક છે કે આ વિઝા દ્વારા ઓછા પગારધોરણ પર વિદેશી વર્કર્સનું હાયરિંગ થાય છે, જેનાંથી અમેરિકન કર્મચારીઓ માટે નોકરીની તકો ઓછી થઈ જાય છે. હવે આ વિઝાને લઈને એક મોટો નિર્ણય આવ્યો છે.

ઉજ્જવલ ભવિષ્ય

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને અમેરિકન કોર્ટે મોટો ઝટકો આપ્યો છે, જેનાં લીધે હવે સીધો ફાયદો ભારતીયોને મળશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગત વર્ષે H-1B વિઝાની ફી વધારીને 1 લાખ ડોલર કરી દીધી હતી. તેમનું કહેવું હતું કે, આ સ્પોન્સરશિપ ફી છે, જે તે દરેક કંપનીઓ આપવી પડશે, જે વિદેશી વર્કર્સની હાયરિંગ કરે છે. ટ્રમ્પનો તર્ક એ હતો કે વિદેશી વર્કર્સ આનાથી અમેરિકન કર્મચારીઓની નોકરી નહીં છીનવી શકે.

H-1B
USAમાં H-1B વિઝા લાંબા સમયથી વિવાદોમાં છે. ટ્રંપ સમર્થકોનો તર્ક છે કે આ વિઝા દ્વારા ઓછા પગારધોરણ પર વિદેશી વર્કર્સનું હાયરિંગ થાય છે, જેનાંથી અમેરિકન કર્મચારીઓ માટે નોકરીની તકો ઓછી થઈ જાય છે. હવે આ વિઝાને લઈને એક મોટો નિર્ણય આવ્યો છે.

જોકે, બોસ્ટનની એક કોર્ટે એચવનબી વિઝાની આ સ્પોન્સરશિપ ફીને રદ્દ કરીને ટ્રમ્પ સરકારને એક મોટો ઝાટકો આપ્યો છે. કોર્ટે 20 રાજ્યોનો પક્ષ લેતાં કહ્યું કે ટ્રમ્પ સરકારે ફી વધારવાનાં મુદ્દે સંસદ પાસેથી કોઈ મંજૂરી નથી લીધી. આ રીતે તેમણે પોતાનાં અધિકાર ક્ષેત્રની બહાર જઈને કામ કર્યું છે. એવામાં આવો જાણીએ કે H-1B વિઝા કોને મળે છે, કોર્ટે શું કહ્યું છે અને ફી રદ્દ થયા બાદ ભારતીય વિદ્યાર્થીઓ-વર્કર્સને શું ફાયદો મળશે?

અદાલતે H-1B ફી અંગે શું કહ્યું?

બોસ્ટનનાં ડિસ્ટ્રિક્ટ જજ લિયો સોરોકિને જણાવ્યું કે, ફીને એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર એક્ટ એટલે કે વહીવટી પ્રક્રિયા અધિનિયમનો ભંગ કર્યો છે. આ એક્ટ જણાવે છે કે, કેન્દ્ર સરકાર અને તેની હેઠળ આવનારી એજન્સીઓ કેવી રીતે નિયમ બનાવશે અને તેને લાગૂ કરશે. જજ સોરોકિને જણાવ્યું, ‘અદાલતનાં ધ્યાનમાં આવ્યું છે કે, આ પોલિસી સંસદ એટલે કે કોંગ્રેસની પરવાનગી વગર એચવનબી અરજીઓ પર એક ટેક્સ લગાવી રહી છે.’

જજ લિયો સોરોકિનનો આ નિર્ણય પહેલાં આવેલા ફેડરલ કોર્ટનાં એક નિર્ણયથી બિલકુલ ઉલ્ટો છે. આ પહેલાં જ્યારે એચવનબી ફીની વિરુદ્ધ યૂએસ ચેમ્બર ઓફ કોમર્સે કોર્ટનાં દરવાજા ખટખટાવ્યા હતા, ત્યારે અદાલતે ફીને યોગ્ય બતાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ ફીવાળી નીતિ પૂર્ણ થવા સુધી લાગુ રહેશે. ટ્રમ્પ સરકારે સપ્ટેમ્બર 2025માં આ ફીને લાગૂ કરી હતી, જેને લીધે તે સપ્ટેમ્બર 2026 સુધી લાગુ રહેશે.

ધાર્મિક સમૂહો તથા શ્રમિક સંગઠનોએ પણ H-1B ફીને લઈને સાન ફ્રાન્સિસ્કોની એક કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એવામાં એવી આશા છે કે, અલગ અલગ અદાલતી ક્ષેત્રોમાં આ કેસ અંગે વિરોધાભાસી ફેંસલા પણ આવી શકે છે. બોસ્ટનનાં કિસ્સામાં રાજ્યોનો તર્ક હતો કે, આ ફીને લીધે તેઓ સ્કૂલો તથા કોલેજોમાં ટીચર્સ તથા અન્ય સ્ટાફની ભરતી નથી કરી શકતા. તેમણે એકેડમિક રિસર્ચ પર રોક અને મેડિકલ ફિલ્ડમાં કર્મચારીઓની અછતની વાત પણ કહી.

H-1B વિઝા ફી શું છે?

  • ઇમિગ્રેશન એક્ટ હેઠળ 1990માં અમેરિકન સરકારે H-1B વિઝાનાં રૂપમાં નોન ઇમિગ્રન્ટ વિઝા લોન્ચ કર્યા હતા.
  • H-1B વિઝા હેઠળ અમેરિકન કંપનીઓ ટેકનિકલ અથવા સ્પેશ્યલાઇઝ્ડ સ્કિલ વાળા વર્કર્સને વિદેશમાંથી હાયર કરે છે.
  • વિદેશી વર્કર્સને H-1B વિઝા ત્યારે જ મળે છે, જ્યારે કોઈ કામ કરવા માટે અમેરિકન વર્કર્સ ન હોય.
  • અમેરિકામાં દર વર્ષે 65 હજાર H-1B વિઝા જારી થાય છે. આ ઉપરાંત અલગથી 20 હજાર વિઝા એ વિદ્યાર્થીઓ માટે રિઝર્વ હોય છે, જેમણે અમેરિકન યૂનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે.
  • 2012થી 60% એચવનબી વિઝા એ વિદેશી વર્કર્સને મળે છે, જે કોમ્પ્યુટર તથા ટેક સંબંધિત ક્ષેત્રમાં કામ કરવા માટે અમેરિકા જાય છે.
  • હોસ્પિટલ, બેંક, યૂનિવર્સિટી તથા અન્ય કેટલાંય પ્રકારની કંપનીઓ પણ એચવનબી વિઝા પર વિદેશી વર્કર્સને હાયર કરે છે.
  • અમેરિકામાં એચવનબી વિઝા મેળવવામાં ભારતીય વર્કર્સ સૌથી આગળ રહે છે. તેનાં 70% સુધી તેમને જ મળતા આવ્યા છે.

H-1B વિઝાની ફી રદ થવાથી ભારતીયોને કેટલો ફાયદો થશે?

  • અમેરિકન કંપનીઓને હવે 1 લાખ ડોલરની ભારે ફી નહીં ભરવી પડે, જેથી નવી ભરતીઓ સરળતાથી થઈ શકશે.
  • ફી રદ થતાં જ H-1B વિઝા પર પહેલાંથી જ કામ કરી રહેલાં ભારતીય વર્કર્સ માટે તેને રિન્યૂ કરાવવા પણ સરળ રહેશે.
  • ફી રદ થવાનો મતલબ છે કે કંપનીઓ પર આર્થિક બોજો ઘટશે, જેનાથી ભારતીય વર્કર્સની માંગ એકવાર ફરી વધશે.
  • ફી હટવાથી અમેરિકામાં અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓ માટે પણ અનિશ્ચિતતા દૂર થશે અને તેઓ સારી રીતે કારકિર્દીનું પ્લાનિંગ કરી શકશે.
  • ભારતમાં કામ કરી રહેલાં વર્કર્સ માટે પણ હવે અમેરિકામાં નોકરી મેળવવી સરળ બનશે, કેમકે કંપની કોઈ ફી વગર તેમને સ્પોન્સર કરી શકે છે.

આ વિઝા પ્રોગ્રામનાં સમર્થકોનું કહેવું છે કે, H-1B વર્કર્સ કંપનીઓની પ્રોડક્ટિવિટી વધારે છે અને દેશની અર્થવ્યવસ્થામાં ફાળો આપે છે. તેમનું કહેવું છે કે, H-1B વિઝાને લીધે ટેક જેવાં ક્ષેત્રોમાં અમેરિકા પોતાનું વર્ચસ્વ જમાવી શક્યું છે, કારણ કે ત્યાં કામ કરનારા મોટાભાગનાં વર્કર્સ વિદેશી છે. અમેરિકાની ટેક કંપનીમાં કેટલાંય ઉંચા હોદ્દા ભારતવંશી લોકોનાં હાથમાં છે, જેઓ ક્યારેક H-1B વિઝા પર ત્યાં ગયા હતા.

આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.